એટલાન્ટિક મહાસાગરના કેનેરી ટાપુ સમૂહના સ્પેનિશ શહેર લાસ પાલમાસના બીચ નજીક એક દુર્લભ ગણાતી ડૂમ્સડે માછલી (Doomsday Fish) જોવા મળી છે. આ માછલી તરફડતી તરફડતી દરિયાના કિનારે આવી ગઈ અહ્તી અને થોડા સમયમાં મરણને શરણ થઈ હતી.
સામાન્ય રીતે ઓરફિશની આ પ્રજાતિ ઊંડા સમુદ્રમાં રહે છે સમુદ્રની બહાર જોવા મળતી નથી. એવું માનવામાં આવે છે કે જ્યારે પણ આ માછલીઓ દરિયામાંથી બહાર આવે છે ત્યારે કંઈક અનિચ્છનીય ઘટના બને છે. અગાઉ એવો પણ દાવો કરવામાં આવ્યો હતો કે જ્યારે આ માછલી જોવા મળશે ત્યારે ભૂકંપ આવશે.

ડૂમ્સડે માછલી (Doomsday Fish) નો વિડીઓ થયો વાયરલ
સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર એક વીડિયો શેર કરવામાં આવ્યો છે. આ વીડિયોમાં ઓરફિશ દરિયામાંથી કિનારે આવતી જોવા મળી રહી છે. તેનો આકાર અન્ય માછલીઓ કરતા તદ્દન અલગ છે. જેવી આ માછલી દરિયામાંથી બહાર આવે છે, તે થોડી જ સેકન્ડોમાં મૃત્યુ પામે છે.
આ માછલીની રચના એકદમ અલગ દેખાય છે અને તેના માથા પર લાલ રંગનું નાનું હાડકું છે. માછલી જ્યારે કિનારે આવે છે ત્યારે ત્યાં ઉભેલા એક વ્યક્તિ માછલીને ફરીથી પાણીમાં છોડીને બચાવવાનો પ્રયાસ કરતા જોઈ શકાય છે પરંતુ તે પ્રયાસ સફળ થઈ શક્યો નહીં.
👹🐟 Doomsday Fish: 'Omen Of Disaster' Swims To Surface In Rare Footage From Mexico
— RT_India (@RT_India_news) February 19, 2025
A rare oarfish has washed up near Las Palmas. In Japanese folklore, these deep-sea creatures are considered omens of disaster.
Scientists believe the fish surface when they are sick or dying,… pic.twitter.com/ATVhW9Dyhg
ડૂમ્સડે માછલી (Doomsday Fish) સાથે જોડાયેલી છે અનેક દંતકથાઓ
આ ઊંડા સમુદ્રની માછલીને જાપાની લોકકથાઓમાં આપત્તિની નિશાની માનવામાં આવે છે. કહેવાય છે 2011માં જાપાનના ફુકુશિમામાં ભૂકંપ આવ્યો તે પહેલા દરિયા કિનારે જોવા મળી હતી. ગયા વર્ષે અમેરિકાના લોસ એન્જલસમાં ભૂકંપ આવ્યો ત્યારે અમેરિકા (USA) ના કેલિફોર્નિયામાં સમુદ્રમાંથી એક ઓરફિશ સમુદ્રની બહાર આવેલી જોવા મળી હતી.

જો કે, વૈજ્ઞાનિકો આ માન્યતાઓને સ્વીકારતા નથી. તેઓ માને છે કે આ માછલીઓ બીમાર હોવાથી સપાટી પર આવે છે. આનો શુકન-અપશુકન સાથે કોઈ સંબંધ નથી. આ માછલી ઊંડા સમુદ્રમાં રહે છે. કેટલીકવાર તેનો માર્ગ ભુલી જાય છે ત્યારે તે સપાટી પર આવી જાય છે અને તે કારણે મૃત્યુ પામે છે.
[…] ક્વાડ દેશો ભારત (India), અમેરિકા (America), જાપાન (Japan) અને ઓસ્ટ્રેલિયાએ (Australia) પ્રથમ વખત […]