- કલ્પના ચાવલાનો જન્મ ભારતના હરિયાણાના કરનાલમાં થયો હતો.
- કલ્પના ચાવલા અવકાશમાં જનારા પ્રથમ ભારતીય મૂળના મહિલા છે
- 3જી ફેબ્રુઆરી 2003માં કોલમ્બિયા સ્પેસ શટલ પૃથ્વી પર પરત આવતા તૂટી પડતાં એમાં રહેલા કલ્પના ચાવલાનું મૃત્યુ થયું હતું.
જન્મ , પરિવાર અને શિક્ષણ
ભારતની મહાન પુત્રી- કલ્પના ચાવલાનો જન્મ ભારતના હરિયાણામાં કરનાલમાં થયો હતો. તેનો જન્મ 17 માર્ચ 1962 ના રોજ થયો હતો. તેમના પિતાનું નામ શ્રી બનારસી લાલ ચાવલા અને માતાનું નામ સંજોતી દેવી હતું. તે તેના પરિવારમાં ચાર ભાઈ-બહેનોમાં કલ્પના સૌથી નાની હતી. કલ્પના ચાવલાએ તેનું પ્રારંભિક શિક્ષણ કરનાલની ટાગોર પબ્લિક સ્કૂલમાંથી મેળવ્યું હતું. તેમણે આગળનું શિક્ષણ ભારતના ચંદીગઢ, પંજાબ એન્જિનિયરિંગ કોલેજમાંથી એરોનોટિકલ એન્જિનિયરિંગમાં કર્યું અને 1982 માં એન્જિનિયરિંગમાં સ્નાતક થયા. તે 1982 માં યુનાઇટેડ સ્ટેટ્સમાં ગયા હતા અને 1984 માં આર્લિંગ્ટનની યુનિવર્સિટી ઓફ ટેક્સાસમાંથી એરોનોટીકલ એન્જિનિયરિંગમાં માસ્ટર ઓફ સાયન્સની ડિગ્રી મેળવી હતી. કલ્પનાએ 1986 માં તેની બીજી માસ્ટર ઓફ સાયન્સની ડિગ્રી અને 1988 માં બોલ્ડરની યુનિવર્સિટી ઓફ કોલોરાડોમાંથી એરોનોટીકલ એન્જિનિયરિંગમાં વિદ્યા વાચસ્પતિની ઉપાધી મેળવી. કલ્પનાને વિમાન, ગ્લાઇડર્સ અને વ્યાપારી ઉડ્ડયન લાઇસન્સ માટેના પ્રમાણિત ફ્લાઇટ પ્રશિક્ષકનો દરજ્જો હતો. તેની પાસે સિંગલ અને મલ્ટીપલ એન્જિન એરક્રાફ્ટ માટે કમર્શિયલ પાઇલટનું લાઇસન્સ પણ હતું. અવકાશયાત્રી બનતા પહેલા, તે નાસાના જાણીતા વૈજ્ઞાનિક હતા.
નાસામાં કારકિર્દી
1988માં કલ્પના ચાવલા નાસામાં જોડાયા, જ્યાં એમ્સ રિસર્ચ સેંટરમાં તેઓએ કોમ્પુટેશનલ ફ્લૂઈડ ડાયનામિક્સ (CFD) ના વેર્ટીકલ એન્ડ/ઓર શોર્ટ ટેક ઓફ અંદ લેન્ડિંગ (V/STOL) કોન્સૈપ્ટ ઉપર સંશોધન કર્યું. 1991માં અમેરિકની નાગરિક બન્યા બાદ કલ્પના ચાવલાએ નાસા અસ્ટ્રોનોટ કોર્પ્સમાં જોડાવા માટે અરજી કરી અને માર્ચ 1995માં નાસા અસ્ટ્રોનોટ કોર્પ્સમાં જોડાયા. 1996માં તેમની પસંદગી પ્રથમ ફ્લાઇટ માટે થઈ. સ્પેસ શટલ કોલમ્બિયા ફ્લાઇટના પ્રથમ અવકાશ મિશન એસટીએસ-87 માટે છ-અવકાશયાત્રી ક્રૂની ટીમમાં પસંદગી થઈ, તેમની પ્રથમ ફ્લાઇટ 19 નવેમ્બર 1997 ના રોજ શરૂ થઈ હતી. કલ્પના અવકાશમાં ડગલાં માંડનાર પ્રથમ ભારતીય મૂળના મહિલા અને અંતરિક્ષમાં જનાર ભારતીય મૂળની બીજી વ્યક્તિ હતી. અગાઉ રાકેશ શર્માએ 1984 માં સોવિયત અવકાશયાનમાં અવકાશમાં પગલાં મૂક્યા હતા. કલ્પના ચાવલા એ પોતાના પહેલા મિશનમાં 1.04 કરોડ કિલોમીટર ની યાત્રા 365 કલાકમાં 252 પરિક્રમા કરી હતી. STS-87 માં સ્પાર્ટન ઉપગ્રહ મૂકવાની જવાબદારી સંભાળી હતી , જેને વિન્સ્ટન સ્કોટ અને તાકાઓ દોઈને ખામીયુક્ત સેટેલાઇટ મેળવવા માટે અવકાશમાં જવાની જરૂર હતી. પાંચ મહિનાની તપાસ પછી, નાસાએ કલ્પના ચાવલાને સંપૂર્ણપણે નિર્દોષ જાહેર કર્યા, સિસ્ટમ ઇન્ટરફેસો અને એરક્રાફ્ટ ક્રૂ અને ગ્રાઉન્ડ કંટ્રોલર્સ માટે નિર્ધારિત પદ્ધતિઓમાં ભૂલો મળી.
STS – 87 ની ઉડાન પછી અંતરિક્ષ યાત્રી કાર્યાલયમાં ટેક્નિકલ ટીમ સાથે રહ્યા હતા જેના માટે ટીમને વિશેષ પુરસ્કાર મળ્યો હતો.
ચાવલાની ભારતમાં છેલ્લે 1991–1992 નવા વર્ષના વેકેશન દરમિયાન તેમના પતિ તથા પરિવાર સાથે આવ્યાહતા . 2000 માં તે STS -107 પર તેની બીજી ફ્લાઇટમાં ક્રૂ તરીકે પસંદ થયા હતા. ઓપરેશન ફરીથી આગળ વધી રહ્યું હતું કારણ કે વિવિધ કામગીરીના આયોજિત સમયને કારણે વિલંબ થયો હતો અને શટલ એન્જિન ડ્રિફ્ટ લાઇનિંગ્સમાં તિરાડો જેવી કેટલીક તકનીકી સમસ્યાઓ સર્જાઈ હતી. 16 જાન્યુઆરી 2003 ના રોજ, કલ્પનાએ આખરે કોલંબિયા પર સવારથઈને એસટીએસ -107 મિશન શરૂ કર્યું ત્યારે કોને ખબર હતી કે આ અવકાશ યાત્રા કલ્પના તથા તેમની ટીમની છેલ્લી યાત્રા બની રહેશે. આ યાત્રામાં કલ્પના ચાવલાની જવાબદારીઓમાં સ્પેસહબ / બેટ-બેટ / ફ્રીસ્ટાર માઇક્રોગ્રેવીટી પ્રયોગ શામેલ હતો, જેના માટે ક્રૂએ 80 પ્રયોગો કર્યા , જેમાં પૃથ્વી અને અવકાશ વિજ્ઞાન, અદ્યતન તકનીક વિકાસ અને અવકાશયાત્રી આરોગ્ય અને સલામતીનો અભ્યાસ કરવામાં આવ્યો હતો. કોલંબિયા અંતરીક્ષયાનમાં 7 સહકર્મચારીઓ હતા. અંતરિક્ષમાં પહોંચનારી પહેલી ભારતીય મહિલા કલ્પના ચાવલાની બીજી અંતરિક્ષ યાત્રા દુર્ભાગ્યવશ તેમની અંતિમ યાત્રા સાબિત થઈ.
અંતરીક્ષ થી અંતિમયાત્રા
નાસા તથા સમગ્ર વિશ્વ માટે આ એક દર્દનાક ઘટના તરીકે યાદ રાખવામાં આવે છે. તે ગોઝારો દિવસ હતો , 1 ફેબ્રુઆરી , 2003નો , જ્યારે કોલંબિયા અવકાશયાન પૃથ્વી પર પરત ફરી રહ્યું હતું અને તે અચાનક તૂટી ગયું અને આગનો ગોળો બની ગયું. સ્પેસ શટલમાં સવાર બધા જ અવકાશયાત્રીઓ તેની આગમાં જીવતા ભૂંજાઈ ગયા. ટેક્સાસ શહેરના આકાશમાં કોલંબિયા અવકાશયાન તથા 7 પ્રવાસીઓ જેમાં એક કલ્પના ચાવલા પણ હતા અને તેમના અવશેષોનો વરસાદ થયો હતો. આવો ગોઝારો અકસ્માત ક્યારેય ભૂલાય તેમ નથી.
કલ્પના ના શબ્દો
હું અંતરીક્ષ માટે બનેલી છું , પ્રત્યેક પળ અંતરીક્ષ માટે જીવું છું અને તેના માટે જ મરીશ .
પુરસ્કાર
તેમને ત્રણ પુરસ્કાર મરણોપરાંત મળેલ છે .
1. કોંગ્રેસનલ સ્પેસ મેડલ ઓફ ઓનર

2. નાસા વિશિષ્ટ સેવા ચંદ્રક

3. નાસા સ્પેસ ફ્લાઇટ મેડલ

લેખન અને માહિતી સંકલન :- વિકી મહેતા