સુપ્રીમ કોર્ટ ટ્રિપલ તલાક (Triple Talaq) ને અપરાધ ગણાવતા કાયદાને પડકારતી યાચિકાઓ ઉપર માર્ચના અંતિમ સપ્તાહમાં સુનાવણી કરશે. સુપ્રીમ કોર્ટે (Supreme Court) સરકાર પાસે આ કાયદા હેઠળ અત્યાર સુધી નોંધાયેલા કેસોની વિગતો માંગી છે. કાયદાને પડકારતી અરજીઓમાં કહેવામાં આવ્યું છે કે સુપ્રીમ કોર્ટ પહેલા જ ટ્રિપલ તલાક (Triple Talaq) ને અમાન્ય જાહેર કરી ચૂકી છે ત્યારે આ માટે સરકારે સજાનો કાયદો બનાવવાની જરૂર નહોતી
22 ઓગસ્ટ, 2017ના રોજ સુપ્રીમ કોર્ટે ‘તલાક-એ-બિદ્દત’ એટલે કે ટ્રિપલ તલાક (Triple Talaq) દ્વારા લગ્ન ફોક કરવાની પદ્ધતિને ગેરબંધારણીય જાહેર કરી હતી. ત્યાર બાદ મહિલાઓને સુરક્ષા આપવા માટે, કેન્દ્ર સરકારે ટ્રિપલ તલાક (Triple Talaq) ને ગુનો જાહેર કરતો કાયદો બનાવ્યો. 2019 માં સંસદ દ્વારા પસાર કરાયેલ મુસ્લિમ મહિલા (લગ્ન અધિકારોનું રક્ષણ) અધિનિયમને પડકારતી અરજીઓ 2019 થી પેન્ડિંગ છે.
सुप्रीम कोर्ट: तीन तलाक पर केंद्र से जवाब तलब, कानून के उल्लंघन पर दर्ज मुकदमों और आरोप-पत्रों की संख्या पूछी #SC #TripleTalaq #Centre https://t.co/pFMXDIK70g
— Amar Ujala (@AmarUjalaNews) January 29, 2025
પતિ જેલમાં જશે તો તેનાથી પત્નીને કોઈ ફાયદો થશે નહીં
આ અરજીઓમાં એક્ટની કલમ 3 અને 4ને ખાસ પડકારવામાં આવી છે. અરજીઓમાં કહેવામાં આવ્યું છે કે ટ્રિપલ તલાક (Triple Talaq) પર 3 વર્ષની સજા ખૂબ જ કડક કાયદો છે. મહિલાઓને સુરક્ષા આપવાના નામે કાયદો બનાવવામાં આવ્યો છે, પરંતુ જો પતિ જેલમાં જશે તો તેનાથી પત્નીને કોઈ ફાયદો થશે નહીં. સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ સંજીવ ખન્નાની અધ્યક્ષતાવાળી બેંચની સામે મુસ્લિમ સંગઠનો વતી હાજર રહેલા વકીલોએ આ કાયદાને ભેદભાવપૂર્ણ ગણાવ્યો હતો.
હિંદુ મેરેજ એક્ટ હિંદુ, શીખ, જૈન, બૌદ્ધને લાગુ પડે છે
મુસ્લિમ સંગઠનો વતી વકીલ નિઝામ પાશા અને વરિષ્ઠ વકીલ એમઆર શમશાદે દલીલ કરી હતી કે જ્યારે ટ્રિપલ તલાક (Triple Talaq) ને કાયદેસર રીતે અમાન્ય જાહેર કરવામાં આવ્યો છે, તો તેના દ્વારા લગ્ન રદ કરી શકાય નહીં. આવી સ્થિતિમાં, ટ્રિપલ તલાકનું ઉચ્ચારણ વધુમાં વધુ પરિણીત પત્નીને તરછોડી દેવી તે હશે. કોઈપણ સમુદાયમાં આ સજાપાત્ર ગુનો નથી. તેના પર ચીફ જસ્ટિસે કહ્યું, ‘હિંદુ મેરેજ એક્ટ હિંદુ, શીખ, જૈન, બૌદ્ધને લાગુ પડે છે. દરેક સમુદાય માટે કાયદા બનાવવામાં આવ્યા છે. અમે આ મામલે વિગતવાર સુનાવણી કરીશું.

સોલિસિટર જનરલ તુષાર મહેતાએ કર્યો કાયદાનો બચાવ
કેન્દ્ર સરકાર તરફથી હાજર રહેલા સોલિસિટર જનરલ તુષાર મહેતાએ કાયદાનો બચાવ કરતા કહ્યું કે મહિલાઓના હિતોના રક્ષણ માટે આ કાયદો ઘડવો જરૂરી છે. કોઈ વ્યક્તિ તેની પત્નીને કહે કે આ ક્ષણથી તું મારી પત્ની નથી એવી અનુમતિ કોઈને આપી શકાય નહીં. આઈપીસીની કલમ 506 હેઠળ પણ ધમકી આપવા જેવો અપરાધ છે.
ત્યારબાદ સોલિસીટર જનરલ તુષાર મહેતાએ સાજિદ સજની લખનવીનો એક શેર સંભળાવ્યો હતો કે, ‘તલાક દે તો રહે હો, ઇતાબ-ઓ-કહર કે સાથ, કે મેરા શબાબ ભી લૌટા દો મેરે મેહર સાથ.’ સુનાવણીના અંતે ચીફ જસ્ટિસે કહ્યું કે સરકારે નવા કાયદા હેઠળ નોંધાયેલા કેસોની વિગતો આપવી જોઈએ. અહીં કોઈ મહિલાને આ રીતે છોડી દેવાનું સમર્થન કરતું નથી. પરંતુ પ્રશ્ન તેના માટે કોઈને જેલમાં મોકલવાના કાયદા ઉપર છે. તમામ પક્ષકારોના જવાબો પર વિચાર કર્યા બાદ કોર્ટ આગામી સુનાવણી 26 માર્ચે કરશે.

ટ્રિપલ તલાક (Triple Talaq) ના કાયદાને પડકારતી કેટલી અરજીઓ થઈ?
આ કાયદાને પડકારતી સુપ્રીમ કોર્ટમાં અત્યાર સુધીમાં કુલ 12 અરજીઓ દાખલ કરવામાં આવી છે. આ અરજીઓ ઓલ કેરળ જમીયતુલ ઉલેમા, મુસ્લિમ એડવોકેટ એસોસિએશન, એદારા-એ-શરિયા, જમિયત ઉલેમા-એ-હિંદ સહિત અનેક સંસ્થાઓ અને વ્યક્તિઓ તરફથી દાખલ કરવામાં આવી છે. સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે ભવિષ્યમાં આ કેસને કોઈપણ અરજદારના નામને બદલે “challenge to Muslim Women (Protection of Rights of Marriage) Amendment Act, 2019.” કહેવામાં આવશે. જો કે, આનાથી કોઈપણ અરજદારના ઊલટતપાસના અધિકારને અસર થશે નહીં. દરેક વ્યક્તિ પોતાના વિચારો વ્યક્ત કરી શકે છે.
[…] વિશે માહિતી આપવા જણાવ્યું હતું. સુપ્રીમ કોર્ટના જસ્ટિસ સૂર્યકાન્ત અને જસ્ટિસ એન. […]