કોઈ અબજોપતિ આધ્યાત્મિકતાની શોધમાં પોતાની અબજોની સંપત્તિનો ત્યાગ કર્યો એવું ખરેખર નવાઈ ઉપજાવે છે. ભારતમાં આમ ખાસ કરીને જૈન ધર્મમાં જોવા મળતું હોય છે. જોકે આ કિસ્સો ન તો જૈન ધર્મનો છે ન ભારતનો. એક દિગ્ગજ ટેલિકોમ કંપનીના માલિક અબજોપતિ પિતા આનંદ કૃષ્ણન જેમની સંપત્તિ લગભગ 40 હજાર કરોડ રૂપિયા છે તેમનો પુત્ર અજાન સિરીપાન્યો વૈભવી જીવન છોડીને બૌદ્ધ ભન્તે બન્યા છે.
આજના ભૌતિક યુગમાં લોકોના જીવનનું એકમાત્ર ધ્યેય અઢળક પૈસા કમાવવાનું હોય છે. આવી સ્થિતિમાં જો કોઈ વ્યક્તિ પોતાની અબજોની સંપત્તિનો ત્યાગ કરીને બૌદ્ધ ભિખ્ખુ બની જાય તો નવાઈ જ લાગે. એવું જ એક નામ છે અબજોપતિ પિતા આનંદ કૃષ્ણનના એકમાત્ર પુત્ર વેન અજાન સિરિપાન્યો (Ven Ajahn Siripanyeo) , જેમણે પોતાની 40 હજાર કરોડ રૂપિયાની સંપત્તિ છોડીને બૌદ્ધ ભન્તે બનવાનો નિર્ણય કર્યો છે. પ્રસિદ્ધ લેખક રોબિન શર્માએ પોતાની બેસ્ટ સેલર પુસ્તક “ધ મોન્ક હુ સોલ્ડ હિઝ ફેરારી” માં અજાન સિરિપાન્યોની સમગ્ર વાત રજૂ કરી છે.
મલેશિયાના ત્રીજા સૌથી અમીર વ્યક્તિ છે આનંદ કૃષ્ણન
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આનંદ કૃષ્ણન કે જેઓ એ.કે. ના હુલામણા નામે પ્રસિદ્ધ છે. તેમની સંપત્તિ આશરે 5 બિલિયન યુએસ ડૉલર (આશરે 40,000 કરોડ રૂપિયા)થી વધુ છે. તેઓ મલેશિયાના ત્રીજા નંબરના સૌથી ધનવાન વ્યક્તિ છે. તેમનો વ્યવસાય ટેલિકોમ્યુનિકેશન, સેટેલાઇટ, મીડિયા, તેલ, ગેસ અને રિયલ એસ્ટેટ ઉદ્યોગ જેવા ક્ષેત્રોમાં ઝડપથી વિસ્તરી રહ્યો છે. જે કંપનીએ ક્યારેક ક્રિકેટના દિગ્ગજ ખેલાડી એમએસ ધોનીની આગેવાની હેઠળની પ્રખ્યાત IPL ટીમ ચેન્નાઈ સુપર કિંગ્સને સ્પોન્સર કરી હતી એ એરસેલ કંપનીના માલિક છે.
18 વર્ષની ઉંમરે વેન અજાન સિરીપાન્યો તેની માતાના પરિવારને સન્માન આપવા માટે થાઇલેન્ડના પ્રવાસે ગયા હતા. મનોરંજન માટે તેમણે કામચલાઉ રીતે એકાંતમાં રહેવાનું નક્કી કર્યું. આ અનુભવે તેનું સમગ્ર જીવન બદલી નાખ્યું. અહીંથી તેઓ સદૈવ માટે તથાગત બુદ્ધની શરણમાં જવાનું નક્કે કરી લીધુ અને બૌદ્ધ ભન્તે બન્યા.
બે દાયકા કરતાં વધુ સમયથી તેઓ બૌદ્ધ ભિખ્ખુ છે, થાઈલેન્ડ-મ્યાનમાર સરહદ નજીક આવેલા દતાઓ દમ મઠના તેઓ મઠાધિપતિ છે. રસપ્રદ વાત એ છે કે વેન અજાન સિરીપાન્યોના માતા, મોમવાજારોંગસે સુપ્રિંદા ચક્રબન, થાઈ રાજવી પરિવારમાંથી છે, જે તેમને સંપત્તિ અને ખાનદાની બંને આપે છે. થાઈ રાજવી પરિવારમાંથી આવે છે, આ સંબંધ સિરિપાન્યોને સંપત્તિ અને સંસ્કાર બંને આપે છે. સિરીપાન્યોનો ઉછેર લંડનમાં તેમની બે બહેનો સાથે થયો છે, યુકેમાં તેમણે શિક્ષણ પૂર્ણ કર્યું. આ સાંસ્કૃતિક સંપર્કે તેમના વિશ્વ દૃષ્ટિકોણને આકાર આપ્યો છે અને બૌદ્ધ ઉપદેશો વિશેની તેમની સમજને વધુ ઊંડી બનાવી છે. સિરીપાન્યો આઠ ભાષાઓમાં નિપુણ છે. તેઓ તમિલ અને થાઈ ભાષાઓ જાણે છે.
એવું કહેવાય છે કે જો કે તેમણે બૌદ્ધ ભન્તેનું જીવન જીવવાનું શરૂ કર્યું છે, તેમ છતાં તેઓ પરિવારમાં પરત ફરે છે અને સામાન્ય જીવન જીવે છે. ઉદાહરણ તરીકે, એકવાર જ્યારે તેમને તેના પિતા આનંદ કૃષ્ણનને મળવાનું હતું, ત્યારે તેઓ ખાનગી જેટ દ્વારા ઇટાલી પહોંચ્યા હતા.