પ્રયાગરાજ મહાકુંભ (Mahakumbh) થી વિશ્વને સનાતન બૌદ્ધ એકતાનો સંદેશ આપવામાં આવ્યો છે. આ સંમેલનમાં વિશ્વના ઘણા દેશોમાંથી બૌદ્ધ ભંતે, લામા, બૌદ્ધ સાધુઓ અને સનાતન ધર્મગુરુઓએ ભાગ લીધો હતો. બૌદ્ધ સાધુઓએ બુધવારે બુદ્ધમ્ શરણમ્ ગચ્છામી, ધમ્મ શરણમ્ ગચ્છામી, સંઘમ શરણમ્ ગચ્છામીનો સંદેશો ફેલાવવા માટે શોભાયાત્રા કાઢી હતી. આ યાત્રા જૂના અખાડાના આચાર્ય મહામંડલેશ્વર સ્વામી અવધેશાનંદ ગીરીના પ્રભુપ્રેમી શિબિર ખાતે સંપન્ન થઈ હતી. ઉલ્લેખનીય છે કે પ્રયાગરાજ મહાકુંભમાં 8 દેશોના લગભગ 600 બૌદ્ધ સંતો ભાગ લઈ રહ્યા છે.

ત્રણ ઠરાવો કરાયા પસાર
આ પ્રસંગે પ્રયાગરાજ મહાકુંભમાં ત્રણ મુખ્ય ઠરાવો પસાર કરવામાં આવ્યા હતા. પહેલા ઠરાવમાં બાંગ્લાદેશ અને પાકિસ્તાનમાં લઘુમતીઓ પર થતા અત્યાચાર રોકવાની માંગ કરવામાં આવી છે. બીજામાં તિબેટને સ્વાયત્તતા આપવાની માંગ કરવામાં આવે અને ત્રીજા પ્રસ્તાવમાં સનાતન અને બૌદ્ધ ધર્મની એકતાનો સંદેશ છે. પ્રભુ પ્રેમી શિબિર ખાતે આયોજિત કાર્યક્રમમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના પૂર્વ સરકાર્યવાહ ભૈય્યાજી જોશીએ જણાવ્યું હતું કે પ્રયાગરાજ મહાકુંભમાંથી સંગમ અને સમન્વયનો સંદેશ સમગ્ર વિશ્વમાં પહોંચવો જોઈએ.
महाकुम्भ में पहुंचे बौद्ध भिक्षु, भंते व लामा, CM योगी ने किया स्वागत
— राष्ट्रदेव (@rashtradev) February 5, 2025
CM योगी ने मंगलवार को प्रयागराज दौरे पर बौद्ध महाकुम्भ यात्रा का शुभारंभ किया।
उन्होंने कहा कि सभी उपासना विधियों का एक मंच पर आना अभिनंदनीय है। हिन्दू और बौद्ध एक ही वटवृक्ष की शाखाएं हैं। pic.twitter.com/VAxHlOme8R
ભૈયાજી જોશીએ કુંભ વિશે શું કહ્યું?
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના પૂર્વ સરકાર્યવાહ ભૈય્યાજી જોશીએ કહ્યું, “કુંભનો સંબંધ ત્રણ શબ્દો સાથે છે, અહીં જે પણ આવે છે તેને સંગમમાં સ્નાન કરવાની ઈચ્છા થાય છે. અહીં ગંગા, જમુના અને સરસ્વતીનો સંગમ થાય છે અને કોઈ ભેદ દેખાતો નથી. અહીં સંગમ પહેલા અલગ-અલગ પ્રવાહો છે. સંગમનો સંદેશ છે કે અહીંથી આગળ એક પ્રવાહ ચાલશે.”

તિબેટના સંરક્ષણ પ્રધાને શું કહ્યું?
ભૈય્યાજી જોષીએ જણાવ્યું હતું કે દેશના વિવિધ ધર્મોના સર્વશ્રેષ્ઠ સંતો અહીં આવે છે અને એકબીજા સાથે વાતચીત કરે છે અને ચર્ચા કરે છે. તેમણે કહ્યું કે જો સંતો સાથે આવશે તો સામાન્ય લોકો પણ સાથે મળીને ચાલશે, રહેશે. કાર્યક્રમને સંબોધતા નિર્વાસિત તિબેટના સંરક્ષણ પ્રધાન ગેરી ડોલમહામે કહ્યું કે સનાતન અને બૌદ્ધ ધર્મ વચ્ચે જે પ્રકારનો પ્રેમ અને નિકટતા હોવી જોઈએ તે તરફ આ પવિત્ર ભૂમિમાં એક મોટું પગલું ભરવામાં આવ્યું છે.

મ્યાનમારથી આવેલા ભંતેએ શું કહ્યું?
મ્યાનમારથી આવેલા ભદંત નાગ વંશે કહ્યું, “હું પહેલીવાર પ્રયાગરાજ મહાકુંભમાં આવ્યો છું. બૌદ્ધ અને સનાતન વચ્ચે ઘણી સામ્યતાઓ છે. અમે વિશ્વ શાંતિ માટે કામ કરીએ છીએ. અમે ભારત અને તેના લોકોને ખુશ જોવા માંગીએ છીએ. ભારત સરકાર બૌદ્ધ ધર્મના કાર્ય કરવામાં સહયોગ આપે છે. અમે મુખ્યમંત્રી અને વડાપ્રધાનનો આભાર વ્યક્ત કરીએ છીએ.”

ઈન્દ્રેશ કુમારે કહ્યું – સનાતન જ બુદ્ધ અને બુદ્ધ જ સત્ય
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના અખિલ ભારતીય કાર્યકારી સભ્ય ઈન્દ્રેશ કુમારે કહ્યું, “સનાતન બુદ્ધ છે. બુદ્ધ શાશ્વત અને સત્ય છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે ભારત પાસે યુદ્ધ નથી, બુદ્ધ છે. જો આપણે સંગઠિત રહીશું, તો એક નવું ભારત અને નવું વિશ્વ ઉભરશે જે યુદ્ધ મુક્ત, અસ્પૃશ્યતા મુક્ત, ગરીબી મુક્ત હશે.”

[…] મહાત્મ્ય ધરાવતા પ્રયાગરાજમાં હમણા મહાકુંભ (Mahakumbh) ચાલી રહ્યો છે તે દરમિયાન વડાપ્રધાન […]
[…] અંધશ્રદ્ધા પર ટીપ્પણી કરતા તેમણે કુંભમેળામાં ગંગામાં સ્નાન કરવાની સીધી મજાક […]