Husband
Spread the love

તેલંગાણાની રજધાની હૈદરાબાદના ગચીબોવલી વિસ્તારમાં એક ચોંકાવનારી, હ્રદયદ્રાવક ઘટના સામે આવી છે. જ્યાં એક પતિએ (Husband) તેની ગર્ભવતી પત્નીને રસ્તા પર બધાની સામે સિમેન્ટની ઈંટોથી ક્રૂરતાથી મારી નાખવાનો પ્રયાસ કર્યો. આ સમગ્ર ઘટના સોમવારે હોસ્પિટલની બહાર બની હતી અને CCTV કેમેરામાં કેદ થઈ ગઈ હતી. જેનો વિડીયો વાયરલ થયો હતો. પોલીસના જણાવ્યા અનુસાર આ ઘટના 1 એપ્રિલની રાત્રે લગભગ 10 વાગ્યે રાઘવેન્દ્ર કોલોનીમાં આવેલી ખાનગી હોસ્પિટલ પાસે બની હતી. પોલીસે આરોપી પતિ (Husband) મોહમ્મદ બશરતની ધરપકડ કરી લીધી છે.

આરોપી પતિ (Husband) મોહમ્મદ બશરત (32) છે, જે ન્યૂ હાફીઝપેટમાં એક ઇન્ટિરિયર ડિઝાઇનર છે.

આ સમગ્ર ઘટના સ્થાનિક રહેવાસી ચિંતાલા પ્રજ્વલ રેડ્ડીએ જોઈ અને દરમિયાનગીરી કરવાનો પ્રયાસ કર્યો. પરંતુ બશરતે ચિંતાલા પ્રજ્વલ રેડ્ડી ઉપર પણ હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો. ત્યાર બાદ ચિંતાલા પ્રજ્વલ રેડ્ડીએ એલાર્મ વગાડીને નજીકના લોકોને બોલાવ્યા હતા. દરમિયાન હોસ્પિટલનો સ્ટાફ પણ ઘટનાસ્થળે દોડી ગયો હતો અને ઘાયલ મહિલાની ઓળખ મોહમ્મદ બશરતની પત્ની શબાના પરવીન (22) તરીકે કરી. થોડા દિવસ પહેલા શબાનાને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી અને શબાનાએ સ્ટાફને કહ્યું હતું કે, તેને તેના પતિથી ડર લાગે છે.

પોલીસના જણાવ્યા અનુસાર, બંને વચ્ચે કોઈ વાતને લઈને ઝઘડો થયો હતો. ગુસ્સામાં, બશરથે શબાનાને હોસ્પિટલની બહાર ખેંચી કાઢી અને રસ્તા પર ફેંકી દીધી. ત્યારબાદ તેણે બે સિમેન્ટની ઈંટોથી શબાનાની છાતી અને માથા પર 12-14 વાર માર માર્યો હતો અને શબાનાને બેભાન મુકીને ભાગી ગયો હતો.

આરોપી પતિ (Husband) મોહમ્મદ બશરતની ધરપકડ

હોસ્પિટલ સ્ટાફ તાત્કાલિક શબાના પાસે દોડી આવ્યો હતો અને શબાનાને તાત્કાલિક સારવાર આપી હતી. પોલીસે 2 એપ્રિલની રાત્રે આરોપીની ધરપકડ કરી હતી. તેને 3 એપ્રિલે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. પોલીસે જણાવ્યું હતું કે શબાના બેભાન હાલતમાં મળી આવી હતી અને તેની સારવાર ચાલી રહી છે.

પોલીસે ગુનાના સ્થળેથી આરોપીની બાઇક, મોબાઇલ, લોહીના નમૂના અને તૂટેલો દાંત જપ્ત કર્યો છે. ડીસીપી ડૉ. વિનીત અને એસીપી માધાપુરની દેખરેખ હેઠળ એસએચઓ મોહમ્મદ હબીબુલ્લાહ ખાન અને તેમની ટીમે 24 કલાકની અંદર આરોપીની ધરપકડ કરી.

પોલીસના જણાવ્યા અનુસાર, આરોપી પતિનું (Husband) નામ મોહમ્મદ બશરત (32) છે અને તે એક ઈન્ટિરિયર ડિઝાઇનર છે. પીડિતાનું નામ શબાના (22) છે. તે કોલકાતાની રહેવાસી છે. બંને જાન્યુઆરી 2023માં અજમેર દરગાહ પર મળ્યા હતા. તેઓ એક જ ઑટોમાં મળ્યા હતા અને બંને પ્રેમમાં પડ્યા હતા. બસરત મે 2024માં કોલકાતામાં શબાનાના ઘરે ગયો હતો. ઓક્ટોબર 2024માં બંનેએ કોલકાતામાં લગ્ન કર્યા હતા.

શબાનાએ જ વર્ષે હૈદરાબાદ આવી હતી. પોલીસનું કહેવું છે કે લગ્ન પછી બંને પરિવારોમાં કેટલીક સમસ્યાઓ શરૂ થઈ ગઈ હતી. 29 માર્ચે શબાનાને નબળાઈ અને ઉલટી થવાને કારણે એક ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. હોસ્પિટલ સ્ટાફે જણાવ્યું કે શબાનાએ તેમને કહ્યું હતું કે તેનો પતિ (Husband) તેને માર મારે-ફટકારે છે. 1 એપ્રિલના રોજ રાત્રે 10 વાગ્યે બશરત હોસ્પિટલ શબાનાને લેવા આવ્યો હતો ત્યારે શબાનાએ તેની સાથે જવાની ના પાડી દીધી હતી.


Spread the love
Avatar photo

By Editorial Team

Devlipi News is a independent news network with a mission to bring the news, views, facts and figures of the day.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *