Best Prime Minister
Spread the love

Who is the Best Prime Minister? સ્વતંત્ર ભારતના અત્યાર સુધીના શ્રેષ્ઠ વડાપ્રધાન (Best Prime Minister) કોણ? આમ તો આ ચર્ચાનો વિષય છે. કોંગ્રેસના લોકો જવાહરલાલ નેહરુ અને ઈન્દિરા ગાંધીને શ્રેષ્ઠ માને છે જ્યારે ભાજપના લોકો નરેન્દ્ર મોદી અને અટલ બિહારી વાજપેયીને શ્રેષ્ઠ માને છે. સમયાંતરે પીએમ મોદીની તુલના નેહરુ અને ઈન્દિરા સાથે કરવામાં આવે છે. દરેક વ્યક્તિ પોતાની રીતે શ્રેષ્ઠ પીએમ (Best Prime Minister) ની વ્યાખ્યા કરે છે.

દરેકની વ્યાખ્યા અને માન્યતાઓને જ્યારે એકઠી કરવામાં આવે ત્યારે મળી શકે છે દેશના અત્યા સુધીના શ્રેષ્ઠ વડાપ્રધાન કોણ એનો ઉત્તર. દરમિયાન જનતાને આ પ્રશ્ન પુછવામાં આવ્યો ત્યારે એમના દ્વારા વ્યક્ત કરાયેલ અભિપ્રાય આશ્ચર્યચકિત કરી શકે તેવા છે.

હાથ ધરાયો સર્વે

ઈન્ડિયા ટુડે-સી વોટરે મૂડ ઓફ ધ નેશન નામે એક ઓપિનિયન સર્વે હાથ ધર્યો હતો. આ સર્વેમાં લોકોને પૂછવામાં આવ્યું કે અત્યાર સુધીના શ્રેષ્ઠ વડાપ્રધાન (Best Prime Minister) કોણ હતા? જનતાએ વ્યક્ત કરેલો પ્રતિસાદ ભાજપની તરફેણમાં છે. આ સર્વેમાં ભાગ લેનારા મોટાભાગના લોકો માને છે કે પીએમ નરેન્દ્ર મોદી અત્યાર સુધીના શ્રેષ્ઠ વડાપ્રધાન (Best Prime Minister) છે. 50 ટકાથી વધુ લોકો પીએમ મોદીના પક્ષમાં મત વ્યક્ત કર્યો છે.

કોણ છે શ્રેષ્ઠ વડાપ્રધાન (Best Prime Minister)?

ઈન્ડિયા ટુડે-સી વોટરે હાથ ધરેલા સર્વેમાં હિસ્સો લેનારા લોકોએ જવાહરલાલ નેહરુ અને ઈન્દિરા ગાંધી કરતા મનમોહન સિંહને શ્રેષ્ઠ વડાપ્રધાન ગણ્યા છે. સર્વેમાં 5.2 ટકા લોકોએ જવાહરલાલ નેહરુને શ્રેષ્ઠ વડાપ્રધાન ગણાવ્યા, 10.3 ટકા લોકો માને છે કે ઈન્દિરા શ્રેષ્ઠ વડાપ્રધાન છે જ્યારે મનમોહન સિંહને 13.6 ટકા લોકોએ શ્રેષ્ઠ વડાપ્રધાન ગણાવ્યા. લોકોએ જવાહરલાલ નેહરુ અને ઈન્દિરા ગાંધી કરતા અટલ બિહારીને શ્રેષ્ઠ વડાપ્રધાન તરીકે વધુ મત આપ્યા હતા, અટલ બિહારી વાજપેયીને 11.8 ટકા લોકોએ શ્રેષ્ઠ વડાપ્રધાન માન્યા હતા. જોકે આ સર્વેમાં સૌથી વધુ 50.7 ટકા લોકોએ વર્તમાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભારતના અત્યાર સુધીના શ્રેષ્ઠ વડાપ્રધાન માન્યા છે.

આજે ચૂંટણી થાય તો કોને કેટલી બેઠકો મળે?

મૂડ ઓફ ધ નેશન પોલમાં લોકસભાની ચૂંટણીને લઈને પણ પ્રશ્ન પુછવામાં આવ્યો હતો. જો આજે લોકસભાની ચૂંટણી થાય તો કોની સરકાર બનશે? એવા પ્રશ્નના ઉત્તરમાં મોટાભાગના લોકોનું કહેવું છે કે ફરી એનડીએની સરકાર બનશે. જો આજે લોકસભાની ચૂંટણી યોજાય તો ભાજપાના નેતૃત્વ હેઠળના એનડીએને 343 બેઠકો મળી શકે, જ્યારે કોંગ્રેસના નેતૃત્વમાં ઈન્ડિયા બ્લોકને 188 બેઠકો મળવાની સંભાવના છે. 13 બેઠકો અન્યના ખાતામાં જવાનો વરતારો છે. ઉલ્લેખનીય છે કે લોકસભા ચૂંટણી બાદ થયેલી વિધાનસભાની ચુંટણીઓના આવેલા પરિણામો જોતા એનડીએની સીટો વધી રહી છે અને ઈન્ડિયા એલાયન્સને નુકસાન થઈ રહ્યું છે એવુ ચિત્ર ઉભુ થાય છે.

ક્યારે અને કેવી રીતે કરવામાં આવ્યો સર્વે?

ઈન્ડિયા ટુડે-સી વોટરનો મૂડ ઓફ ધ નેશન નામે એક ઓપિનિયન સર્વે 2 જાન્યુઆરીથી 9 ફેબ્રુઆરી, 2025ની વચ્ચે કરવામાં આવ્યો હતો. તમામ લોકસભા મતવિસ્તારોમાંથી લગભગ 1 લાખ 25 હજાર 123 લોકોએ તેમાં ભાગ લીધો હતો. સર્વેમાં નવા ઇન્ટરવ્યુ તેમજ લાંબા ગાળાના ટ્રેકિંગ ડેટાનો સમાવેશ થાય છે.


Spread the love
Avatar photo

By Editorial Team

Devlipi News is a independent news network with a mission to bring the news, views, facts and figures of the day.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *