તૃણમૂલ કોંગ્રેસ (TMC) સાંસદ શત્રુઘ્ન સિંહાએ પોતાના તાજેતરના નિવેદનથી બધાને ચોંકાવી દીધા છે. તેમણે સમગ્ર દેશમાં યુનિફોર્મ સિવિલ કોડ (UCC) ના અમલીકરણની હિમાયત કરી અને કહ્યું કે તેને સમગ્ર ભારતમાં અસરકારક બનાવવો જોઈએ. આ સાથે બીફ પ્રતિબંધના સમર્થનમાં બોલતા તેમણે નોન વેજ પર પ્રતિબંધ લગાવવાની વાત પણ કરી હતી.
બીફ પર પ્રતિબંધ યોગ્ય છે
બીફ પ્રતિબંધનો મુદ્દો ઉઠાવતા શત્રુઘ્ન સિન્હાએ કહ્યું કે ઘણી જગ્યાએ તેના પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે અને તે યોગ્ય પણ છે. TMC સાંસદ શત્રુઘ્ન સિન્હાએ આગળ કહ્યું, “જો તમે મને પૂછશો તો બીફ પર પ્રતિબંધ યોગ્ય છે અને બીફ ઉપર પ્રતિબંધ શા માટે નોન વેજ પર આખા દેશમાં પ્રતિબંધ હોવો જોઈએ.”
#WATCH | On Gujarat Government to introduce Uniform Civil Code after Uttarakhand Government, TMC MP Shatrughan Sinha says, "Implementation of UCC in Uttarakhand, is prima facie, commendable. UCC must be there in the country and I am sure everyone will agree with me. But there are… pic.twitter.com/9jWW0VhQkU
— ANI (@ANI) February 4, 2025
UCC ની ખામીઓ દૂર કરવાની જરૂર – TMC સાંસદ શત્રુઘ્ન સિંહા
TMC સાંસદ શત્રુઘ્ન સિંહાએ ઉત્તરાખંડમાં લાગુ કરાયેલ યુનિફોર્મ સિવિલ કોડ (UCC)ને પ્રશંસનીય પગલું ગણાવ્યું પરંતુ તેની ખામીઓ વિશે પણ ચર્ચા કરી. તેમણે કહ્યું કે યુસીસી (UCC) લાગુ કરતા પહેલા તેમાં રહેલી બારીકીઓને સુધારવી જરૂરી છે.
TMC સાંસદે કહ્યું, “ઉત્તર ભારતમાં જે નિયમો લાગુ કરી શકાય છે તે જ નિયમો ઉત્તર-પૂર્વના રાજ્યોમાં લાગુ કરી શકાય નહીં. તેથી, યુનિફોર્મ સિવિલ કોડ (UCC) ની જોગવાઈઓને અંતિમ સ્વરૂપ આપતા પહેલા સર્વપક્ષીય બેઠક યોજવી જોઈએ.”

ગુજરાતમાં પણ UCC ના પડઘમ
ઉત્તરાખંડમાં 27 જાન્યુઆરીથી યુનિફોર્મ સિવિલ કોડ (UCC) લાગુ કરવામાં આવ્યો હતો. ગુજરાત સરકાર પણ યુનિફોર્મ સિવિલ કોડ (UCC) ને લાગુ કરવાની દિશામાં પગલાં લઈ રહી છે. આ માટે સુપ્રીમ કોર્ટના નિવૃત્ત ન્યાયાધીશ રંજના દેસાઈની અધ્યક્ષતામાં એક કમિટીની રચના કરવામાં આવી છે જે 45 દિવસમાં રિપોર્ટ આપશે.
UCC લાગુ કરવા અંગે ઉત્તરાખંડ સરકારે શું કહ્યું?
ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ કહ્યું કે લિવ-ઈન રિલેશનશીપને યુનિફોર્મ સિવિલ કોડ (UCC)ના દાયરામાં લાવવું એ ગોપનીયતામાં દખલ નથી. તેમણે કહ્યું કે આનાથી યુવાનોને સામાજિક સુરક્ષા મળશે અને શ્રદ્ધા હત્યા કેસ જેવી ઘટનાઓ અટકાવી શકાશે. યુનિફોર્મ સિવિલ કોડ (UCC) અને નોન વેજ પ્રતિબંધ પર TMC સાંસદ શત્રુઘ્ન સિન્હાના નિવેદન બાદ રાજકીય વર્તુળોમાં ચર્ચાએ જોર પકડ્યું છે.

[…] યાદી (Voter List) ને લઈને તાજેતરમાં ભાજપ અને તૃણમૂલ કોંગ્રેસ (TMC) વચ્ચે જબરદસ્ત ગરમાવો વ્યાપેલો છે. […]