Swati Maliwal
Spread the love

સ્વાતિ માલીવાલે (Swati Maliwal) AAPની આ કારમી હાર પર સોશિયલ સાઈટ X પર એક પોસ્ટ શેર કરી છે. જેમાં તેમણે આમ આદમી પાર્ટી અને અરવિંદ કેજરીવાલને તેમના અપમાનની યાદ અપાવી છે.

અરવિંદ કેજરીવાલ અને મનિષ સિસોદિયાની હાર

દિલ્હી વિધાનસભા ચૂંટણી પ્રચારનો ઘોંઘાટ શમી ગયા બાદ આજે પણ મતગણતરી ચાલુ છે. અત્યાર સુધી જે વલણો સામે આવ્યા છે તેમાં ભાજપ આગળ છે. જ્યારે AAP ઘણી પાછળ છે. આમ આદમી પાર્ટીના સર્વેસર્વા અરવિંદ કેજરીવાલ અને મનિષ સિસોદિયા હારી ચુક્યા છે દિલ્હીની આ ચૂંટણીમાં ભાજપની જીત નિશ્ચિત માનવામાં આવે છે.

સ્વાતિ માલીવાલે (Swati Maliwal) અપાવી અપમાનની યાદ

સ્વાતિ માલીવાલે (Swati Maliwal) આમ આદમી પાર્ટીની આ કારમી હાર પર સોશિયલ સાઈટ X પર દ્રૌપદી ચીરહરણનો ફોટો શેર કરતા એક પોસ્ટ કરી છે. સ્વાતિ માલીવાલે આ તસવીર પોસ્ટ કર્યા બાદ લોકો માની રહ્યા છે કે સ્વાતિ માલીવાલે (Swati Maliwal) આમ આદમી પાર્ટી અને અરવિંદ કેજરીવાલને તેમના અપમાનની યાદ અપાવી છે.

લોકોએ સ્વાતિ માલીવાલની પોસ્ટને આપ્યું સમર્થન

સ્વાતિ માલીવાલ (Swati Maliwal) ની આ પોસ્ટને લઈને સોશિયલ મીડિયા પર ચર્ચા શરૂ થઈ ગઈ છે. લોકો કોમેન્ટ કરીને પોતાની પ્રતિક્રિયા આપતા જોવા મળી રહ્યા છે. માલીવાલ (Swati Maliwal)ની આ પોસ્ટ પર કમેન્ટ કરતાં લોકોએ કહ્યું- કેજરીવાલનો અહંકાર પરાજિત થયો છે.

અન્ય એક યુઝરે કહ્યું આ હાર કેજરીવાલે દિલ્હીની દીકરી સાથે જે રીતે વર્તન કર્યું તેનું પરિણામ છે. આ પોસ્ટ પર એક યુઝરે લખ્યું- ભગવાન કૃષ્ણ પોતે મહિલાનું અપમાન જોઈ શકતા ન હતા. તેમ છતાં આ કાચંડાએ અપમાન કર્યું હતું, ભગવાન ચોક્કસ યા બીજા સ્વરૂપે આવવાના જ હતા.

અન્ય એક યુઝરે લખ્યુ કે, હવે આપદા દૂર થઈ ગઈ છે. બીજાએ લખ્યું- તમારી લાગણીઓનું સન્માન છે. ભારતીય ઈતિહાસમાં જેણે પણ મહિલાઓનું અપમાન કર્યું હતું તેનું પતન થયું જ છે. રાવણ અને દુર્યોધનનું ઉદાહરણ સૌની સામે છે. હવે આ નામમાં વધુ એક નામ ઉમેરાયું છે. લોકસભા ચૂંટણી લડવાના મુદ્દે અલગ પડી ગયેલા માલીવાલે આમ આદમી પાર્ટીની ઈંટથી ઈંટ બજાવી દીધી છે. તેમણે આ ફોતો દ્વારા બધું જ સ્પષ્ટ કરી દીધું છે.


Spread the love
Avatar photo

By Editorial Team

Devlipi News is a independent news network with a mission to bring the news, views, facts and figures of the day.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *