પૂર્વ સાંસદ અને કોંગ્રેસના નેતા સજ્જન કુમાર (Sajjan Kumar) ને 1984ના શીખ વિરોધી રમખાણો સંબંધિત એક કેસમાં દોષિત ઠેરવવામાં આવ્યા છે. દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટે શીખ વિરોધી રમખાણો સંબંધિત સરસ્વતી વિહાર કેસમાં હત્યા સહિત અન્ય કલમો હેઠળ પૂર્વ સાંસદ અને કોંગ્રેસ (Congress) ના નેતા સજ્જન કુમાર (Sajjan Kumar)ને દોષિત ઠેરવ્યા છે. સ્પેશિયલ જજ કાવેરી બાવેજાએ આ આદેશ આપ્યો હતો. આ કેસમાં કોંગ્રેસના પૂર્વ સાંસદ સજ્જન કુમાર આરોપી હતા.
લોખંડના સળીયા અને લાકડીઓથી કર્યો હતો હુમલો
આ કેસ 1 નવેમ્બર 1984નો છે જેમાં પિતા-પુત્ર, સરદાર જસવંત સિંહ અને સરદાર તરુણ દીપ સિંહની પશ્ચિમ દિલ્હીના રાજ નગર વિસ્તારમાં હત્યા કરવામાં આવી હતી. સાંજે 4 થી 4:30 ની વચ્ચે, તોફાનીઓના ટોળાએ પીડિતોના ઘર પર લોખંડના સળિયા અને લાકડીઓ વડે ભયાનક હુમલો કર્યો હતો. SITએ આરોપ લગાવ્યો હતો કે સજ્જન કુમાર (Sajjan Kumar) ટોળાનું નેતૃત્વ કરી રહ્યા હતા અને તેમની ઉશ્કેરણીથી ટોળાએ બે વ્યક્તિને જીવતા સળગાવી દીધા અને તેમની ઘરની વસ્તુઓ અને અન્ય સંપત્તિને પણ નુકસાન પહોંચાડ્યું. માલસામાનની તોડફોડ અને લૂંટ કરવામાં આવી હતી.

સજ્જન કુમાર (Sajjan Kumar) વિરુદ્ધ 2021માં આરોપનો નિર્ણય લેવાયો હતો
આ કેસમાં 16 ડિસેમ્બર 2021ના રોજ કોર્ટે સજ્જન કુમાર (Sajjan Kumar) વિરુદ્ધ આરોપો ઘડ્યા હતા. તેમની સામેનો ‘પ્રથમદર્શી’ કેસ સાચો હોવાનું જાણવા મળ્યું હતું. પ્રોસિક્યુશન મુજબ, ઘાતક શસ્ત્રોથી સજ્જ એક વિશાળ ટોળાએ ભૂતપૂર્વ વડા પ્રધાન ઈન્દિરા ગાંધીની હત્યાનો બદલો લેવા માટે મોટા પાયે લૂંટફાટ, આગચંપી અને શીખ સંપત્તિનો નાશ કર્યો હતો.
#WATCH | Delhi: Visuals of former Congress MP Sajjan Kumar after the Rouse Avenue court convicted him in a 1984 Anti-Sikh riots case linked with the killing of a father-son duo in the Saraswati Vihar area on November 1, 1984. The matter has been listed for arguments on sentence… pic.twitter.com/hj31rnZByX
— ANI (@ANI) February 12, 2025
આ મામલે જસવંત સિંહની પત્નીએ ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદ અનુસાર, ટોળાએ ઘરમાં ઘુસીને સિંહ અને તેના પુત્રની હત્યા કરી, સામાન લૂંટી લીધો અને ઘરને આગ ચાંપી દીધી હતી. સજ્જન કુમાર પર કાર્યવાહી કરતી વખતે, કોર્ટે કહ્યું હતું કે પ્રથમ દ્રષ્ટીએ એવું માનવા માટે પૂરતા પુરાવા છે કે તે (સજ્જન કુમાર) માત્ર ટોળાનો હિસ્સો જ નહોતા પણ ટોળાનું નેતૃત્વ પણ કરતા હતા.
ચુકાદો જાહેર કરવા માટે સજ્જન કુમાર (Sajjan Kumar)ને તિહાર જેલમાંથી કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. શરૂઆતમાં પંજાબી બાગ પોલીસ સ્ટેશને કેસ નોંધ્યો હતો, પરંતુ બાદમાં વિશેષ તપાસ ટીમે તપાસ હાથ ધરી હતી.
કોર્ટે સજ્જન કુમાર (Sajjan Kumar) સામે આઈપીસીની કલમ 147/148/149/302/308/323/395/397/427/436/440 હેઠળ અપરાધો માટે આરોપો ઘડ્યા હતા.
આજીવન કેદની સજા ભોગવે છે સજ્જન કુમાર
સજ્જન કુમાર (Sajjan Kumar) હાલમાં દિલ્હી કેન્ટમાં એક અન્ય શીખ વિરોધી રમખાણોના કેસમાં આજીવન કેદની સજા ભોગવી રહ્યા છે. હિંસાની તપાસ માટે રચાયેલા નાણાવટી કમિશનના અહેવાલ મુજબ, 1984ના રમખાણોને લગતી દિલ્હીમાં 587 એફઆઈઆર નોંધવામાં આવી હતી, જેમાં 2,733 લોકોના મોત થયા હતા. તેમાંથી લગભગ 240 કેસ શોધી અનટ્રેસ ગણીને બંધ કરી દેવામાં આવ્યા હતા અને લગભગ 250 નિર્દોષ છૂટી ગયા હતા. મે 2023માં જ સીબીઆઈએ 1 નવેમ્બર 1984ના રોજ કોંગ્રેસ નેતા જગદીશ ટાઈટલર વિરુદ્ધ ચાર્જશીટ દાખલ કરી હતી.

[…] કેસમાં કોર્ટ આજે બપોરે કોંગ્રેસ નેતા સજ્જન કુમાર વિરુદ્ધ પોતાનો ચુકાદો સંભળાવ્યો છે. […]