Patparganj
Spread the love

કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ મંગળવારે દિલ્હીના પટપડગંજ (Patparganj) માં ચૂંટણી રેલી કરી હતી. તેમણે ભાજપ અને આમ આદમી પાર્ટી પર આકરા પ્રહારો કર્યા હતા. રાહુલે કહ્યું, આરએસએસ અને ભાજપ ભાઈને ભાઈ સાથે લડાવે છે.

કેજરીવાલ પર કર્યો પ્રહાર

કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ દિલ્હીના પટપડગંજ (Patparganj) માં ચૂંટણી રેલીમાં કહ્યું, અરવિંદ કેજરીવાલ જે મનમાં આવે છે તે બોલતા રહે છે. જ્યારે તેઓ રાજકારણમાં આવ્યા ત્યારે તેમની પાસે એક નાની કાર હતી અને કહ્યું હતું કે તેઓ જુદા પ્રકારની રાજનીતિ કરશે અને દિલ્હીને બદલી નાખશે. તે ઈલેક્ટ્રિકના થાંભલા ઉપર ચઢી જતા હતા. પણ જ્યારે ગરીબોને તેની જરૂર હતી ત્યારે તે ક્યાંય દેખાયા નહી. જ્યારે દિલ્હીમાં હિંસા થઈ ત્યારે તે ક્યાંય દેખાયા. સ્વચ્છ રાજનીતિનો દાવો કરતા હતા અને સૌથી મોટું દારૂનું કૌભાંડ દિલ્હીમાં થયું. કેજરીવાલ શીશમહેલમાં રહે છે. આ વાસ્તવિકતા છે.

નફરતના બજારમાં મોહબ્બતની દુકાન ખોલવી છે

રાહુલ ગાંધીએ કહ્યું, આપણે નફરતના બજારમાં મોહબ્બતની દુકાન ખોલવી છે. આપણને નફરતથી ભરેલું ભારત નથી જોઈતું. આપણને મોહબ્બતની દુકાન જોઈએ છે. અમારી લડાઈ બંધારણ માટે છે. ભાજપે સ્પષ્ટ કહ્યું હતું કે 400 પાર, પછી અમે બંધારણ બદલી દઈશું. તેમના નેતાઓએ કહ્યું કે અમે બંધારણ બદલી નાખીશું. નવી સંસદનું ઉદઘાટન થાય ત્યારે પીએમ મોદીએ કહ્યું કે રાષ્ટ્રપતિ તેનું ઉદ્ઘાટન નહીં કરે.

બંધારણ અંગે શું કહ્યું રાહુલે?

રાહુલ ગાંધીએ કહ્યું, દેશનું બંધારણ સૌને સમાન માને છે. બંધારણમાં લખ્યું છે કે આ દેશમાં કોઈએ ડરવાની જરૂર નથી. એવું નથી લખ્યું કે તમામ કામ એક જ અબજોપતિને સોંપવામાં આવે. આ લોકો એક જાતિને બીજી જાતિ સામે લડાવવા માંગે છે. તેઓ તમારા ખિસ્સામાંથી તમારા પૈસા કાઢી લઈને અબજોપતિઓને આપવા માંગે છે.

ભારતના તમામ નાગરિકો સમાન

રાહુલ ગાંધીએ પટપડગંજ (Patparganj) માં કહ્યું, રામ મંદિરના ઉદ્ઘાટન વખતે તમને કોઈ ગરીબ દેખાયો નહીં હોય. આપણા રાષ્ટ્રપતિ આદિવાસી છે, તેમને ત્યાં જવા દેવામાં ન આવ્યા. નવી સંસદનું ઉદ્ઘાટન થયું, મોદીજી કહે છે કે રાષ્ટ્રપતિ ત્યાં નહીં જાય. બંધારણ કહે છે કે દેશના તમામ લોકો સમાન છે. કોઈ ઓછું નથી, કોઈ મોટું કે નાનું નથી. ભારતના તમામ નાગરિકો સમાન છે.

અદાણી પીએમ મોદીના ખાસ મિત્ર

એક ચુંટણી રેલીને સંબોધિત કરતા પટપડગંજ (Patparganj) માં રાહુલ ગાંધીએ કહ્યું, આનો હેતુ ભય ફેલાવવાનો છે. તેઓ ભારતની સંપત્તિ અબજોપતિઓને સોંપવા માંગે છે. તેઓ તમને લડાવવા માંગે છે. તમારા જે પણ પૈસા છે તે તેઓ તમારા ખિસ્સામાંથી કાઢીને અબજોપતિઓને આપવા માંગે છે. અદાણી પીએમ મોદીના ખાસ મિત્ર છે. આ કરોડો રૂપિયા, અદાણીની કંપની પરંતુ વાસ્તવમાં નિયંત્રણ પીએમ મોદીના હાથમાં છે.

મોહન ભાગવત પર પ્રહાર

પટપડગંજ (Patparganj) માં રેલીને સંબોધિત કરતી વખતે રાહુલ ગાંધીએ આરએસએસના વડા મોહન ભાગવત પર પણ પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું કે, થોડા દિવસ પહેલા તેમણે (મોહન ભાગવતે) કહ્યું હતું કે મોદીના આગમન બાદ દેશને આઝાદી મળી. જ્યારે રામ મંદિરનું ઉદ્ઘાટન થયું ત્યારે આઝાદી મળી. અર્થાત મોહન ભાગવતે બંધારણ અને આંબેડકરજીનું અપમાન કર્યું.

હવે આપણે નફરત ફેલાવનારાઓને ભગાડવાના છે

પટપરગંજ (Patparganj) ના કોંગ્રેસના ઉમેદવાર અનિલ ચૌધરીએ પણ જાહેરસભાને સંબોધી હતી. તેમણે કહ્યું કે પટપડગંજના લોકોએ દારૂ માફિયાઓને ભગાડ્યા અને હવે નફરત ફેલાવનારાઓને ભગાડવાના છે, પટપડગંજમાં નફરત અને મોહબ્બત વચ્ચે ચૂંટણી છે. મોહબ્બતમાં કોઈનું પણ દિલ બદલવાની શક્તિ હોય છે મને પૂરો વિશ્વાસ છે કે પટપડગંજ (Patparganj) માં મોહબ્બત, કોંગ્રેસ, કોંગ્રેસની વિચારધારા અને કોંગ્રેસના લોકો જીતશે.


Spread the love
Avatar photo

By Editorial Team

Devlipi News is a independent news network with a mission to bring the news, views, facts and figures of the day.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *