Spread the love

મણિપુરમાં જાતીય સંઘર્ષ પર અફસોસ વ્યક્ત કરતા સીએમ એન બીરેન સિંહે રાજ્યના લોકોની માફી માંગી છે. જેના પર કોંગ્રેસ નેતા જયરામ રમેશે ભાજપને સવાલ કરતા કહ્યું કે પીએમ નરેન્દ્ર મોદી કેમ મણિપુર જતા નથી અને ત્યાંના લોકોની સ્થિતિ પર કેમ કશું બોલતા નથી? તેમણે એમ પણ કહ્યું કે તેઓ ચાર મે 2023 બાદથી જાણી જોઈને ત્યાં જતા નથી. પરંતુ દેશ દુનિયામાં ફરી રહ્યા છે. મણિપુરના લોકો તેમની આ ઉપેક્ષાનું કારણ સમજી શકતા નથી. નોંધનીય છે કે મણિપુરમાં 3 મે 2023થી જાતીય સંઘર્ષ શરૂ થયો હતો. મણિપુરમાં હિંસા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મુલાકાતને લઈને વિપક્ષ અવારનવાર કેન્દ્ર સરકારને સવાલો કરીને ઘેરતું આવ્યું છે.

કોંગ્રેસ નેતા જયરામ રમેશે ફરીથી સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર આ અંગે સવાલ પૂછ્યો ત્યારે મણિપુરના મુખ્યમંત્રી એન બિરેન સિંહે આકરી પ્રતિક્રિયા આપી. તેમણે સવાલ ઉઠાવ્યો કે 1992-93માં જ્યારે મણિપુરમાં ભારે તણાવ અને હિંસા ચાલી રહી હતી ત્યારે તત્કાલીન વડાપ્રધાન પી.વી. નરસિમ્હા રાવે મણિપુરની મુલાકાત કેમ નહોતી લીધી?

મુખ્યમંત્રીએ કોંગ્રેસને એ સવાલ પણ પૂછ્યો કે, ‘જ્યારે મણિપુરમાં 1992-1997 દરમિયાન નાગા-કુકી સંઘર્ષ દરમિયાન 1300થી વધુ લોકોએ જીવ ગુમાવ્યો હતો શું ત્યારે વડાપ્રધાન પી.વી. નરસિમ્હા રાવે મણિપુર આવીને માફી માગી હતી? શું 1997-98માં કુકી-પાઈટે સંઘર્ષ દરમિયાન વડાપ્રધાન આઈકે ગુજરાલે પણ મણિપુર આવીને માફી માગી હતી?’

જેનો જવાબ મણિપુરના સીએમ એન બીરેન સિંહે એક્સ પર એક લાંબી લચક પોસ્ટ લખીને આપ્યો. તેમણે મણિપુરની હાલની સ્થિતિ માટે કોંગ્રેસને જવાબદાર ઠેરવી. તેમણે જયરામ રમેશને કહ્યું કે દરેક જણ જાણે છે કે ભૂતકાળમાં કોંગ્રેસે જે ભૂલો કરી છે તેના કારણે આજે મણિપુર સળગી રહ્યું છે. જેમ કે બર્મા શરણાર્થીઓનું મણિપુરમાં વારંવાર સેટલમેન્ટ, અને 2008માં મ્યાંમારમાં વસેલા ઉગ્રવાદીઓ સાથે સસ્પેન્શન ઓફ ઓપરેશન્સ એગ્રીમેન્ટ. આ એગ્રીમેન્ટ કેન્દ્ર,મણિપુર સરકાર અને 25 કૂકી સશસ્ત્ર ઉગ્રવાદી સમૂહો સાથે થયો હતો. તે સમયે પી ચિદમ્બરમ દેશના ગૃહમંત્રી હતા. ત્યારબાદથી દર વર્ષે આ એગ્રીમેન્ટને વધારવામાં આવી રહ્યો છે.

આ સાથે જ બીરેન સિંહે કહ્યું કે તમને એ પણ યાદ અપાવવા માંગીશ કે મણિપુરમાં નાગા-કૂકી જાતીય સંઘર્ષમાં લગભગ 13 હજાર લોકો માર્યા ગયા અને હજારો લોકો વિસ્થાપિત થયા. આ હિંસક સંઘર્ષ 1992થી લઈને 1997 સુધી થતો રહ્યો જેમાં સૌથી વધુ 1992-93માં સંઘર્ષ થયો. નોર્થ ઈસ્ટમાં તે દૌર સૌથી ભયાનક જાતીય ખૂની સંઘર્ષનો હતો. આ કારણે નાગા અને કૂકી સમુદાયોના આપસી સંબંધો ખુબ જ ઊંડા સ્તરે પ્રભાવિત થયા. 1991-96 દરમિયાન પી વી નરસિંહા રાવ દેશના પ્રધાનમંત્રી હતા અને કોંગ્રેસ પાર્ટીના અધ્યક્ષ પણ હતા. શું તેઓ તે સંઘર્ષ દરમિાયન મણિપુર આવ્યા હતા અને તેમણે માફી માંગી હતી?

એન બિરેન સિંહે એ પણ સવાલ કર્યો હતો કે રાજ્યમાં 1997-98 દરમિયાન કૂકી-પાઈતે જાતીય સંઘર્ષમાં 350 લોકોના જીવ ગયા. તે સમયે ઈન્દ્રકુમાર ગુજરાત પ્રધાનમંત્રી હતા. શું તેઓ મણિપુર આવ્યા હતા અને તેમણે લોકોની માફી માંગી હતી? આ સાથે તેમણે કહ્યું કે મણિપુરના મૂળ મુદ્દાઓ ઉકેલવાની જગ્યાએ કોંગ્રેસ તેના પર હંમેશા રાજકારણ કેમ કરતી રહે છે?

મણિપુરમાં 3 મે 2023થી ચાલી રહેલા હિંસક જાતીય સંઘર્ષમાં અત્યાર સુધી 180થી વધુ લોકોના જીવ ગયા. રાજ્યમાં તે સમયે હિંસા શરૂ થઈ જ્યારે મૈતી સમુદાયે અનુસૂચિત જનજાતિ કોટાની ડિમાન્ડ કરી અને જનજાતીય કૂકી સમુદાયે વિરોધ કર્યો. મણિપુરની વસ્તીમાં મૈતી સમુદાયની ભાગીદારી 53 ટકા છે. જેમાંથી મોટાભાગના ઈમ્ફાલ ઘાટીમાં રહે છે. આદિવાસી નાગા અને કૂકી રાજ્યની જનસંખ્યાના 40 ટકા છે અને મોટાભાગે પહાડોમાં રહે છે.


Spread the love
Avatar photo

By Editorial Team

Devlipi News is a independent news network with a mission to bring the news, views, facts and figures of the day.

One thought on “Politics: PM મોદી કેમ મણિપુર જતા નથી? કોંગ્રેસના સવાલનો CM બીરેન સિંહે આપ્યો જવાબ”
  1. […] મૃત્યુનો આંકડો 10,000 સુધી જઈ શકે છે. મ્યાનમારમાં સતત ભૂકંપના (Earthquake) આંચકા અનુભવાઈ […]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *