તેલંગાણામાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. તેલંગાણા હાઈકોર્ટે કોંગ્રેસના નેતા આદિ શ્રીનિવાસની અરજી પર ચુકાદો આપતાં હાઈકોર્ટે કહ્યું છે કે ભારત રાષ્ટ્ર સમિતિ (BRS) ના નેતા ચેન્નામાનેની રમેશ જર્મન નાગરિક છે અને વેમુલાવાડા વિધાનસભા બેઠક પરથી ચૂંટણી લડવા માટે બનાવટી દસ્તાવેજોનો ઉપયોગ કર્યો હતો.
કોર્ટે સોમવારે પોતાનો ચુકાદો જાહેર કર્યો હતો. કોર્ટે પોતાના ચુકાદામાં કહ્યું હતું કે પૂર્વ બીઆરએસ નેતા ચેન્નામનેની રમેશ જર્મન નાગરિક છે અને તેમણે વેમુલાવાડા વિધાનસભા બેઠક પરથી ચૂંટણી લડવા માટે બનાવટી દસ્તાવેજોનો ઉપયોગ કર્યો હતો. તેમણે પોતાની ઓળખ ભારતીય નાગરિક તરીકે આપી હતી.
હાઈકોર્ટે કોંગ્રેસ નેતાની અરજી પર પોતાનો ચુકાદો આપતાં કહ્યું કે રમેશ જર્મન એમ્બેસી તરફથી કોઈ પણ દસ્તાવેજ રજૂ કરવામાં નિષ્ફળ રહ્યા જે પુષ્ટિ કરે કે તે હવે તે દેશના નાગરિક નથી. બીઆરએસના પૂર્વ ધારાસભ્યને 30 લાખ રૂપિયાનો દંડ ભરવો પડશે. જેમાંથી 25 લાખ રૂપિયા જેમની સામે રમેશ નવેમ્બર 2023ની ચૂંટણી હારી ગયા હતા તે શ્રીનિવાસને આપવા પડશે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર લખેલી પોસ્ટમાં, શ્રીનિવાસે કહ્યું કે ભૂતપૂર્વ ધારાસભ્ય ચેન્નમનેની રમેશને જર્મન નાગરિક તરીકે દર્શાવતા ખોટા દસ્તાવેજો સાથે ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા.
హైకోర్టులో @BRSparty మాజీ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్కు ఎదురుదెబ్బ!
— Future Of Vemulawada (@JaiAadiSrinivas) December 9, 2024
జర్మనీ పౌరుడిగా ఉంటూ తప్పుడు పత్రాలతో ఎమ్మెల్యేగా ఎన్నికైన రమేష్కు ₹30 లక్షల జరిమానా
పిటిషనర్ ఆది శ్రీనివాస్కు ₹25 లక్షలు, లీగల్ సర్వీస్ ఆథారిటీకి ₹5 లక్షలు చెల్లించాల్సిందిగా హైకోర్టు ఆదేశం. pic.twitter.com/shmXIHT5vk
પૂર્વ બીઆરએસ નેતા ચેન્નામનેની રમેશ પર 30 લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે. 2020માં કેન્દ્રએ તેલંગાણા હાઈકોર્ટને જાણ કરી હતી કે રમેશ પાસે જર્મન પાસપોર્ટ છે જે 2023 સુધી માન્ય હતો. કેન્દ્રીય ગૃહ મંત્રાલયે તેમની અરજીમાં તથ્યો છુપાવવાના આધાર પર તેમની ભારતીય નાગરિકતા રદ કરવાનો આદેશ પહેલેથી જ જારી કરી દીધો હતો.
એક જ બેઠક પરથી ચાર વખત જીત્યા
રમેશ ચેન્નામાનેની અગાઉ ચાર વખત વેમુલાવાડા સીટ જીતી ચૂક્યા છે. 2009 માં તેલુગુ દેશમ પાર્ટીના સભ્ય તરીકે અને ત્યાર બાદ પક્ષ પરિવર્તન કરીને પેટાચૂંટણી સહિત 2010 થી 2018 સુધી ત્રણ વખતચૂંટણી જીતી હતી. ભારતીય કાયદા અનુસાર, બિન-ભારતીય નાગરિકો ચૂંટણી લડી શકતા નથી કે મતદાન કરી શકતા નથી. અગાઉ 2013માં તત્કાલીન અવિભાજિત આંધ્રપ્રદેશ હાઈકોર્ટે પેટાચૂંટણીમાં તેમની જીતને આ જ કારણસર રદ કરી હતી. આ પછી રમેશે સુપ્રીમ કોર્ટ પહોંચ્યા હતા અને સ્ટે મેળવવાનો પ્રયાસ કર્યો. સ્ટે અમલમાં હતો ત્યારે તેમણે 2014 અને 2018ની ચૂંટણી લડી હતી અને જીતી હતી.