એક તરફ દિલ્હીમાં કોંગ્રેસ અને AAP વચ્ચે ટક્કર ચાલી રહી છે બીજી તરફ AAP અને BJP પણ એકબીજા વિરુદ્ધ હલ્લાબોલ કરી રહ્યા છે.
દિલ્હીમાં વિધાનસભાની ચૂંટણીને હજુ થોડી વાર છે પરંતુ આમ આદમી પાર્ટી અને ભારતીય જનતા પાર્ટી વચ્ચેની લડાઈનો અંત આવે તેમ લાગતું નથી. બંને પક્ષના નેતાઓ એકબીજા વિરુદ્ધ ઉગ્ર નિવેદનો આપી રહ્યા છે. હવે બંને પક્ષો વચ્ચે પોસ્ટર વોર શરૂ થઈ ગયું છે. ભારતીય જનતા પાર્ટીએ આમ આદમી પાર્ટી પર પ્રહાર કરતા કહ્યું કે આમ આદમી પાર્ટીના વડા અરવિંદ કેજરીવાલ ‘ચુનાવી હિન્દુ’ છે.
AAP અને BJP વચ્ચે જામ્યુ પોસ્ટર વોર
ભાજપના દીલ્હી એકમના સોશિયલ મીડિયા પર પોસ્ટ કરવામાં આવી, કે જે 10 વર્ષથી ઈમામોને પગાર વહેંચી રહ્યા છે. જે પોતે અને તેમના દાદી ભગવાન શ્રી રામના મંદિરના નિર્માણથી ખુશ ન હતા. જેમણે મંદિરો અને ગુરુદ્વારાની બહાર દારૂની દુકાનો ખોલી હહી. જેમનું સમગ્ર રાજકારણ હિન્દુ વિરોધી રહ્યું છે. હવે ચૂંટણી આવતાં જ તેમને પૂજારીઓ અને ગ્રંથિઓ યાદ આવી ગયા.
चुनावी हिंदू केजरीवाल
— BJP Delhi (@BJP4Delhi) December 31, 2024
🔳जो 10 साल से इमामों को सैलरी बांटता रहा
🔳जो ख़ुद और उनकी नानी प्रभु श्रीराम का मंदिर बनने से खुश नहीं थे
🔳जिसने मंदिर और गुरुद्वारों के बाहर शराब के ठेके खोले
🔳जिसकी पूरी राजनीति हिन्दू विरोधी रही
उसे अब चुनाव आते ही पुजारियों और ग्रंथियों की याद आई? pic.twitter.com/KMKntiOlXW
ભાજપનો કેજરીવાલ પર આરોપ
અરવિંદ કેજરીવાલ કનોટ પ્લેસમાં હનુમાન મંદિર પહોંચ્યા હતા. કેજરીવાલ પહેલા ભાજપના કેટલાક નેતાઓ મંદિર પહોંચ્યા હતા. ભાજપના નેતાઓએ અરવિંદ કેજરીવાલનો વિરોધ કર્યો હતો. કેટલાક પૂજારીઓ સાથે મંદિર પહોંચેલા બીજેપી નેતાએ કેજરીવાલ પર આરોપ લગાવ્યો છે. બીજેપી નેતાએ કેજરીવાલ પર બાળકોને ચૂંટણીમાં લાવવાનો આરોપ લગાવ્યો છે. ભાજપના નેતાનું કહેવું છે કે બાળકોના નામે રાજનીતિ કરવામાં આવી રહી છે. કેજરીવાલે માસૂમ બાળકોને રાજકારણમાં ધકેલી દીધા છે.
ભાજપના પોસ્ટર સામે આમ આદમી પાર્ટીએ પણ સોશ્યલ મીડિયા પ્લેટફોર્મ એકસ ઉપર પોસ્ટર પોસ્ટ કરતા ભાજપને પડકાર ફેંક્યો અને લખ્યું છે કે જો ભાજપમાં હિંમત હોય તો તેણે કેજરીવાલ જીનો ખુલ્લો પડકાર સ્વીકારવો જોઈએ.
बीजेपी में हिम्मत है तो केजरीवाल जी की खुली चुनौती को स्वीकार करे🔥 pic.twitter.com/zTH98ZDRVI
— AAP (@AamAadmiParty) December 31, 2024
ભાજપ કાર્યાલયમાં AAP વિરુદ્ધ પ્રદર્શન
આગામી વર્ષે દિલ્હીમાં યોજાનારી વિધાનસભાની ચૂંટણી માટે તમામ રાજકીય પક્ષોએ તૈયારીઓ તેજ કરી દીધી છે. તે વિપક્ષી પાર્ટીઓની ખામીઓ અને પોતાની શક્તિઓ તરફ ધ્યાન દોરે છે. આ ક્રમમાં ભાજપે કંઈક અનોખું કર્યું છે અને પોતાની ઓફિસમાં એક પ્રદર્શન ગોઠવ્યું છે. જેમાં દિલ્હીનું વાયુ પ્રદૂષણ, યમુના પ્રદૂષણ, તૂટેલા રસ્તા, દારૂના કૌભાંડ સહિત અનેક મુદ્દાઓ પર પ્રકાશ પાડવામાં આવ્યો છે. આ પ્રદર્શનમાં દિલ્હીના ભુતપૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ, પૂર્વ શિક્ષણ મંત્રી મનીષ સિસોદિયા અને પૂર્વ સ્વાસ્થ્ય મંત્રી સત્યેન્દ્ર જૈન પર એક પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં ભાજપે કથિત કૌભાંડોનો પર્દાફાશ કર્યો છે અને આમ આદમી પાર્ટીના ત્રણેય વરિષ્ઠ નેતાઓને ભ્રષ્ટાચારના તિસમારખાં તરીકે વર્ણવવામાં આવ્યા છે.
[…] વિધાનસભા ચૂંટણી માટે રાજકીય પક્ષોએ મોટા પાયે પ્રચાર […]
[…] આચારસંહિતા ભંગની ફરિયાદ કરી હતી. AAPએ નવી દિલ્હી વિધાનસભા મતવિસ્તારની […]
[…] લાગ્યા છે. હરિ નગર વિધાનસભા સીટથી આમ આદમી પાર્ટીના ધારાસભ્ય રાજકુમારી ધિલ્લોને […]
[…] ચંદીગઢ મેયર (Chandigarh Mayor Election)ની ચૂંટણીમાં ભાજપ (BJP) ના હરપ્રીત કૌર બાબલાની જીત થઈ છે. […]