ભારતીય જનતા પાર્ટીએ પશ્ચિમ બંગાળમાં સત્તારૂઢ મમતા બેનર્જીની પાર્ટી તૃણમૂલ કોંગ્રેસ (TMC) પર ગંભીર આરોપ લગાવ્યા છે. ભાજપએ આર્પ લગાવ્યો છે કે મમતા બેનર્જીની ટીએમસી (TMC) બાંગ્લાદેશી ઘૂસણખોરોને ન માત્ર આશ્રય આપી રહી છે પરંતુ તેમને ભારતીય દસ્તાવેજો આપવાનું કામ કરી રહી છે. ભાજપ જે આરોપો લગાવે છે તેવો જ કિસ્સો માલદા જિલ્લામાંથી સામે આવ્યો ત્યારે ભાજપના આરોપને જાણે સમર્થન મળ્યું છે. પશ્ચિમ બંગાળમાં એક પંચાયત પ્રમુખ જે તૃણમૂલ કોંગ્રેસના છે તેમની ઉપર બાંગ્લાદેશી હોવાનો આરોપ લગાવવામાં આવ્યો છે.
માલદા જિલ્લાના હરિશ્ચંદ્રપુરની રસીદાબાદ ગ્રામ પંચાયતના વડા લવલી ખાતૂન બાંગ્લાદેશી નાગરિક હોવાનું કહેવાય છે.
કલકત્તા હાઈકોર્ટે માલદા જિલ્લાના ચંચલના સબ-ડિવિઝનલ ઓફિસર (એસડીઓ) પાસેથી ટીએમસીની આગેવાની હેઠળના રાશિદાબાદ ગ્રામ પંચાયતના સરપંચ એક બાંગ્લાદેશી ઈમિગ્રન્ટ છે જે ગેરકાયદેસર રીતે દેશમાં પ્રવેશ્યા હોવાના આરોપો પર રિપોર્ટ માંગ્યો છે.
કોણ છે પીટીશન કરનાર રેહાના સુલતાના?
2022માં લવલી ખાતુન સામે ગ્રામ પંચાયતની ચૂંટણી લડનારા અને ચૂંટણી હારી જનારા ચંચલની રહેવાસી રેહાના સુલતાનાએ કોલકાતા હાઈકોર્ટમાં 2024માં અરજી કરી હતી. રસપ્રદ બાબત સુલતાનાના વકીલ અમલાન ભાદુરીએ જણાવ્યુ કે, રેહાના સુલતાના ટીએમસીના ઉમેદવાર તરીકે ચૂંટણી લડ્યા હતા, પરંતુ કોંગ્રેસ અને ડાબેરી ગઠબંધનના ઉમેદવાર તરીકે ચૂંટણી લડનાર લવલી ખાતુન સામે તેઓ હારી ગયા હતા. ખાતુન ચૂંટણી જીત્યા પછી એક કે બે મહિનામાં જ ટીએમસીમાં જોડાઈ ગયા હતા.”
આ મામલે કોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી છે. આક્ષેપ લગાવાયો છે કે લવલીનું અસલી નામ નાઝિયા શેખ છે અને તે બાંગ્લાદેશના નાગરિક છે. કહેવાઈ રહ્યું છે કે તૃણમૂલના સત્તામાં આવ્યા બાદ લવલીએ ભારતમાં પ્રવેશ કર્યો અને 2015માં તેમનું નામ મતદાર યાદીમાં સામેલ કરવામાં આવ્યું હતું તથા 2018માં તેમણે નકલી જન્મ પ્રમાણપત્ર મેળવીને પોતાની ઓળખ બદલી નાખી હતી. ત્યાર બાદ તેમણે શેખ મુસ્તફા નામના વ્યક્તિને જે સ્થાનિક બાઘમારા વિસ્તારના છે તેમને પોતાના પિતા ગણાવીને પોતાને ભારતીય નાગરિક સાબિત કરવાનો પ્રયાસ કર્યો.
ભાજપના સ્થાનિક નેતાઓ આરોપ લગાવી રહ્યા છે કે તૃણમૂલના નેતાઓ બાંગ્લાદેશી ઘૂસણખોરોને આશ્રય આપી રહ્યા છે અને તેમને ભારતીય દસ્તાવેજો મેળવવામાં મદદ કરી રહ્યા છે. તેમનું એમ પણ કહેવું છે કે આ ઘૂસણખોરોએ વિદેશમાંથી પૈસા લઈને માલદા જિલ્લામાં મોટી માત્રામાં જમીન ખરીદી છે. જેના કારણે આ વિસ્તારની વસ્તીનું માળખું બદલાઈ રહ્યું છે અને આ ઘૂસણખોરો સ્થાનિક લોકો માટે ખતરનાક સાબિત થઈ રહ્યા છે.
આ મામલે હજુ સુધી હાઈકોર્ટમાં કોઈ રિપોર્ટ રજૂ કરવામાં આવ્યો નથી. આરોપી લવલી ખાતૂનનું નામ નેશનલ પોપ્યુલેશન રજીસ્ટર (NPR)માં પણ નથી. આ દાવો પણ અરજદાર દ્વારા કરવામાં આવ્યો છે. જો કે તૃણમૂલ કોંગ્રેસે આ આરોપોને નકારી કાઢ્યા છે, પરંતુ ભાજપે આ મામલે સરકારના મૌન પર સવાલ ઉઠાવ્યા છે.
[…] ટીએમસી (TMC) ના ધારાસભ્ય દેબબ્રત મજુમદારે કહ્યું કે, “આ ઈમારતનું રિપેરિંગ કામ ચાલી રહ્યું હતું. જ્યારે તેઓએ આખી બિલ્ડિંગ ઉપાડી લેવાનો પ્રયાસ કર્યો ત્યારે આ દુર્ઘટના સર્જાઈ હતી. ઈમારત નમી પડી હતી અને તેની બાજુમાં આવેલી બિલ્ડીંગ પર ઝૂકી ગઈ હતી. સદ્ભાગ્યે ત્યાં કોઈ હતું નહી, રહેવાસીઓને પહેલેથી જ અન્ય જગ્યાએ ખસેડી દેવામાં આવ્યા હતા. કોઇને ઈજા નથી થઈ પરંતુ સંપત્તિનું નુકસાન થયું છે…” […]