બિહારના રાજકીય અવકાશમાં ફરી એકવાર મુખ્યમંત્રી નીતિશ કુમારને લઈને હલચલ મચી ગઈ છે. મંગળવારે (26 ડિસેમ્બર) મીડિયામાં એવા અહેવાલો આવ્યા હતા કે પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ લલન સિંહે રાજીનામું આપી દીધું છે. જોકે, બાદમાં જેડીયુના નેતા અને મંત્રી વિજય કુમાર ચૌધરીએ આ વાતને નકારી કાઢી હતી. પરતું એ અહેવાલો આવતા જ એવી અટકળોએ ગતિ પકડી લીધી કે નીતીશ કુમાર વિશે પણ અટકળો લગાવવામાં આવી રહી હતી કે શું મુખ્યમંત્રી ફરીથી એનડીએમાં પરત ફરી રહ્યા છે? અને નિતિશ કુમાર એનડીએમાં પરત ફરી તે માટે કોઈ મોટા નેતા તેમની વાત રજૂ તૈયાર છે?
કોઈ મોટા નેતા નિતિશકુમાર એનડીએમાં પરત ફરે તે માટે કોઈ મોટા નેતા પ્રયાસ કરી રહ્યા છે તે ત્યારે વધુ ચર્ચામાં આવ્યું જ્યારે મંગળવારે આરએલજેડી સુપ્રીમો ઉપેન્દ્ર કુશવાહાએ મીડિયાને આપેલા નિવેદનમાં કહ્યું હતું કે, “નીતીશ કુમારનું આરજેડી સાથે જોડાવું એ આત્મઘાતી પગલું હતું. જો નીતિશ કુમાર જાહેરમાં એવું કહી દે કે આરજેડી સાથેનો તેમનો સંબંધ તૂટી ગયો છે અને તેઓને ફરીથી એનડીએમાં જોડવાની વાત આવશે તો નિર્ણય ભાજપ લેશે પરંતુ અમે ચોક્કસપણે તેમની તરફેણ કરીશું.”
ઉપેન્દ્ર કુશવાહના નિવેદન બાદ આ સમગ્ર મુદ્દે આરજેડીના પ્રવક્તા એજાઝ અહેમદે કહ્યું કે, ઉપેન્દ્ર કુશવાહાએ પોતાની અને પોતાની પાર્ટીને જોવી જોઈએ કે તેઓ ક્યાં છે. તે ભાજપની પીચ પર જઈને રમવા માંગે છે, પરંતુ ભારતીય જનતા પાર્ટી તેમને કોઈ ભાવ નથી આપી રહી. ભાજપે ઉપેન્દ્ર કુશવાહાને જે ચક્રવ્યૂહમાં ફસાવ્યા છે, તેનાથી તેઓ બેચેની અને ગભરાટમાં છે.
આરજેડીના પ્રત્યાઘાત બાદ કોંગ્રેસના પ્રવક્તા અસિતનાથ તિવારીએ કહ્યું કે જેડીયુનું કોઈ સ્થાન નહીં હોય, આરજેડીનું કોઈ સ્થાન નહીં હોય એ કહેતા ઉપેન્દ્ર કુશવાહ પહેલા પોતે ક્યાં છે તે તો જણાવે. આ અબધું ઉપેન્દ્ર કુશવાહે શા માટી બોલવું જોઈએ, ઉપેન્દ્ર કુશવાહ કોણ છે ? અને એમને કોણ પૂછે છે.
આ બધા વચ્ચે ભાજપના પ્રવક્તા કુંતલ કૃષ્ણએ નીતિશ કુમાર વિશે કહ્યું કે, તમે જેનો વર્ષોથી વિરોધ કરી રહ્યા છો આજે એ વ્યક્તિના ખોળામાં બેઠા છો. તમે તેમના ખોળામાં નથી બેઠા સત્ય એ છે કે તમે તેમના રાજકીય દરબારની રક્ષા કરી રહ્યા છો. લાલુ યાદવ સાથે જવું એ જનતા દળ યુનાઈટેડના તાબૂત પર છેલ્લો ખીલો છે.