Spread the love

નાગાલેન્ડમાં બે દાયકા બાદ યોજાયેલી શહેરી સ્થાનિક સંસ્થાઓની ચૂંટણીમાં મહિલાઓએ કુલ 278માંથી 102 સીટો જીતીને ઈતિહાસ રચ્યો છે. જનરલ સીટ પર આઠ મહિલાઓનો વિજયી ધ્વજ લહેરાવ્યો છે. અહીં 26 જૂને ચૂંટણી યોજાઈ હતી. 2004 પછી પહેલીવાર અહીં સ્થાનિક સંસ્થાઓની ચૂંટણીઓ યોજાઈ હતી જેમાં 33 ટકા બેઠકો મહિલાઓ માટે આરક્ષિત હતી.

રાજ્યના ચૂંટણી કમિશનર ટી જોન લોંગકુમારે કહ્યું કે આ ચૂંટણીઓ નાગાલેન્ડની મહિલાઓ માટે જ હતી એવું જણાયું. નાગાલેન્ડમાં મહિલા આરક્ષણ માટે લડનાર કાર્યકર્તા રોઝમેરી જુવિચુએ કહ્યું કે સુપ્રીમ કોર્ટનો નિર્ણય આ ચૂંટણી માટે એક મોટું વરદાન બની ગયો. રાજ્યમાં 24 મ્યુનિસિપલ સંસ્થાઓ, ત્રણ મ્યુનિસિપલ કાઉન્સિલ અને 21 સિટી કાઉન્સિલમાં ચૂંટણી યોજાઈ હતી. 2.23 લાખ કુલ મતદારોમાંથી 81 ટકાએ તેમના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો.

11 રાજકીય પક્ષોના કુલ 523 ઉમેદવારો મેદાનમાં હતા, જેમાં એનડીપીપીએ સૌથી વધુ 178 ઉમેદવારો ઉભા રાખ્યા હતા, ત્યારબાદ ભાજપે 44, કોંગ્રેસે 37, એનપીપી 22, એનપીએફ 21 અને એનસીપીએ 15 બેઠકો પર ચૂંટણી લડી હતી. જેડી(યુ) નવ બેઠકો પર, આરપીઆઈ (આઠાવલે) અને એલજેપીએ સાત-સાત બેઠકો પર ચૂંટણી લડી હતી અને રાઇઝિંગ પીપલ્સ પાર્ટીએએક બેઠક પર ચૂંટણી લડી હતી જ્યારે 182 ઉમેદવારો અપક્ષ લડ્યા હતા.

કુલ 64 ઉમેદવારો – એનડીપીપીના 45, ભાજપના સાત, એનસીપીના પાંચ, કોંગ્રેસના ત્રણ, એનપીએફના બે અને બે અપક્ષો વિવિધ મ્યુનિસિપલ અને ટાઉન કાઉન્સિલમાંથી બિનહરીફ જીત્યા હતા.

ચૂંટણી પંચ પાસેથી મળેલી માહિતી અનુસાર આ ચૂંટણીમાં સૌથી નાની વયની અને સૌથી મોટી ઉંમરના ઉમેદવાર પણ એક મહિલા છે. સૌથી યુવા ઉમેદવાર ભંડારી મ્યુનિસિપલ કાઉન્સિલમાંથી ભાજપના ઉમેદવાર 22 વર્ષીય નજનરાહોની આય મોઝુઈ હતા જેમનો વિજય થયો છે. આ ચૂંટણીમાં 238 મહિલાઓએ ઉમેદવારી નોંધાવી હતી. જ્યારે ઈસ્ટર્ન નાગાલેન્ડ પીપલ્સ ઓર્ગેનાઈઝેશન (ENPO)એ આ ચૂંટણીમાં ભાગ લીધો ન હતો.

છ જિલ્લામાં ફેલાયેલી સાત નાગા જાતિઓની સર્વોચ્ચ સંસ્થા ENPOએ 16 મેના રોજ સ્થાનિક સંસ્થાઓની ચૂંટણીમાં ભાગ ન લેવાની જાહેરાત કરી હતી અને ફ્રન્ટિયર નાગાલેન્ડ ટેરિટરી (FNT) માટેની તેની માંગણીનો પુનરોચ્ચાર કર્યો હતો. પાર્ટી 2010 થી નાગાલેન્ડના પૂર્વ ભાગમાં છ જિલ્લાઓની વર્ષોથી ઉપેક્ષા કરવામાં આવી રહી હોવાનો દાવો કરીને અલગ રાજ્યની માંગ કરી રહી છે. આ ચૂંટણીઓમાં સત્તારૂઢ એનડીપીપીએ સૌથી વધુ 153 બેઠકો જીતી હતી. જ્યારે 56 અપક્ષ ઉમેદવારો જીત્યા હતા. ભાજપના 25 ઉમેદવારો અને અન્ય પક્ષોના 44 ઉમેદવારોને સફળતા મળી હતી.


Spread the love
Avatar photo

By Editorial Team

Devlipi News is a independent news network with a mission to bring the news, views, facts and figures of the day.