કેરળ હાઈકોર્ટે કુલ 14 લોકોને મોતની સજા સંભળાવી છે. ફાંસીની સજા પામેલા બધા પીએફઆઈ એટલે કે પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઈન્ડિયાના છે. PFI સમગ્ર દેશમાં પ્રતિબંધિત છે. આ તમામ 14 દોષિતોને ભારતીય જનતા પાર્ટીના નેતા રણજીત શ્રીનિવાસનની હત્યાના સંબંધમાં ફાંસીની સજા સંભળાવવામાં આવી છે.
કેરળની કોર્ટે બીજેપી નેતાની હત્યા કેસમાં સજાની જાહેરાત કરી છે. કોર્ટે PFI સાથે સંકળાયેલા તમામ 14 દોષિતોને ફાંસીની સજા સંભળાવી છે. ઉલ્લેખનીય છે કે તાજેતરમાં કેરળની કોર્ટે વર્ષ 2021માં ભાજપના એક નેતાની હત્યાના કેસમાં એસડીપીઆઈ સાથે જોડાયેલા આરોપીઓને દોષી ઠેરવ્યા હતા. બીજેપી નેતા રણજીતની તેમના જ ઘરમાં તેની માતા, પત્ની અને પુત્રીની નજર સામે જ હત્યા કરવામાં આવી હતી.
ઘટના અંગે પોલીસે જણાવ્યું હતું કે 19 ડિસેમ્બર, 2021ના રોજ જ્યારે રણજીત શ્રીનિવાસ અલપ્પુઝા શહેરમાં તેમના ઘરે મોર્નિંગ વોક માટે તૈયાર થઈ રહ્યા હતા ત્યારે હુમલાખોરો તેમના ઘરમાં ઘૂસી ગયા હતા. આ દરમિયાન તેની માતા, પત્ની અને બાળક પણ ઘરમાં હાજર હતા. આ હુમલાખોરોએ ભાજપના નેતાને બેરહેમીથી માર માર્યો હતો. ગંભીર ઇજાના કારણે રણજીતનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. રણજીત તાજેતરમાં જ ભાજપના ઉમેદવાર તરીકે વિધાનસભાની ચૂંટણી લડ્યા હતા. તેઓ વ્યવસાયે વકીલ હતા.
બીજેપી નેતા રણજીત શ્રીનિવાસનની હત્યા કેસમાં કોર્ટે PFI અને SDPI સાથે જોડાયેલા સભ્યોને સજા સંભળાવી છે. તમામ આરોપીઓ પ્રતિબંધિત સંગઠન PFI અને તેની રાજકીય પાંખ SDPIના સભ્યો છે. બીજેપી નેતા રણજીત શ્રીનિવાસ વ્યવસાયે વકીલ હતા.
કેન્દ્ર સરકારે હજુ ગઈકાલે જ PFI સામેના પ્રતિબંધને વધુ પાંચ વર્ષ માટે લંબાવ્યો છે જે 27 ઓગસ્ટ 2022ના રોજ PFI પર 5 વર્ષ માટે પ્રતિબંધ મુકવામાં હતો. સરકારે આ કાર્યવાહી UAPA (અનલોફુલ એક્ટિવિટીઝ પ્રિવેન્શન એક્ટ) હેઠળ કરી છે. PFI ઉપરાંત વધુ 8 સંસ્થાઓ સામે કાર્યવાહી કરવામાં આવી હતી. સરકારે કહ્યું હતું કે PFI અને તેની સાથે જોડાયેલા સંગઠનોની ગતિવિધિઓ દેશની સુરક્ષા માટે મોટો ખતરો છે. આ તમામ સામે આતંકવાદી જોડાણના પુરાવા મળ્યા હતા.