- તાજેતરમાં શરૂ થઈ ઈન્ડિયા-ભારત નામ વચ્ચે રાજનીતિ
- ભારતના બંધારણમાં બંને નામ
- કેટલી રાજકીય પાર્ટીઓના નામમાં છે ઈન્ડિયા ?
નામમાં વળી શું દાટ્યું છે ? ગુલાબને ગુલાબને બદલે બાવળ કહીશું તો શું ગુલાબ એની સુગંધ છોડી દેશે ? આવુ વર્ષોથી કહેવાય છે પરંતુ હમણાં ભારતની રાજનીતિ ભારત અને ઈન્ડિયા એમ દેશના નામના મોરચે ઘમાસાણ કરી રહી છે. કેટલાક લોકો કહે છે કે દેશનું નામ ‘ઈન્ડિયા’ હોવું જોઈએ, ‘ભારત’ નહીં, જ્યારે કેટલાક લોકોનો દાવો છે કે નરેન્દ્ર મોદી સરકાર બંધારણને તોડવાનો પ્રયાસ કરી રહી છે. આ અંગે વિપક્ષ સતત કેન્દ્ર સરકાર પર પ્રહારો કરી રહ્યો છે અને ચર્ચા છે કે કેન્દ્ર સરકાર સંસદના વિશેષ સત્ર દરમિયાન પણ આ અંગેનો પ્રસ્તાવ લાવી શકે છે. ઈન્ડિયા નામ ક્યારે આવ્યું તેનો એક ઇતિહાસ છે એના કરતાં ભારત નામ કોના નામથી પડ્યું છે એનો ઇતિહાસ વધારે જૂનો છે અર્થાત ભારત દેશનું નામ ભારત અનેક વર્ષોથી ચાલ્યું આવે છે જ્યારે ઈન્ડિયા નામ હજુ હમણાં આવ્યું એમ કહી શકયા તેમ છે. પરતું આપણે આજે જાણવું છે કે આ નામના રાજકારણમા કઈ અને કેટલી પાર્ટીઓના નામમા ઈન્ડિયા નો ઉલ્લેખ છે.
રાષ્ટ્રીય ચૂંટણી પંચ ભારતમા રાજનીતિક પાર્ટીના નામ રજીસ્ટર કરતી સંસ્થા છે ત્યારે રાષ્ટ્રીય ચૂંટણી પંચ દ્વારા માન્યતા પ્રાપ્ત અને પંચમાં નોંધાયેલા રાજકીય પક્ષોના નામો જોતા સ્પષ્ટ થાય છે કે રાજકીય પક્ષોના નામમાં ‘ભારત’ કરતા ‘ઈન્ડિયા’ રાખવાનું ચલણ વધારે છે. ચૂંટણી પંચ દ્વારા જાહેર કરવામાં આવેલી રાષ્ટ્રીય પાર્ટીઓની યાદીમાં આ બાબત સ્પષ્ટ દેખાઈ આવે છે.
વર્ષ 2023 મે મહિનામાં ચૂંટણી પંચ દ્વારા પ્રસિદ્ધ યાદીમાં જણાય છે કે ભારતમાં કુલ 6 રાષ્ટ્રીય પાર્ટીઓ છે જ્યારે 54 પ્રાદેશિક પાર્ટીઓ છે સાથે તથા 2597 એવી પાર્ટીઓ છે જેને માન્યતા પ્રાપ્ત નથી.
ભાજપ (ભારતીય જનતા પાર્ટી)ના નામ સાથે ભારત જોડાયેલુ છે, જ્યારે કોંગ્રેસ ( ઈંડિયન નેશનલ કોંગ્રેસ કે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ)ની સાથે ઈન્ડિયા, મમતા બેનર્જીની TMC નું પૂરું નામ ઓલ ઈન્ડિયા તૃણમૂલ કોંગ્રેસ જ્યારે ડાબેરી પાર્ટી CPM (ભારતીય કમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઈન્ડિયા માર્ક્સવાદી) માં પણ ઈન્ડિયા જોડાયેલું છે.
દેશમાં બે ગઠબંધન છે એક NDA જેનું નેતૃત્વ ભાજપ કરે છે બીજું વિપક્ષોનું ગઠબંધન જેનું ટૂંકું નામ I.N.D.I.A. છે. એનડીએમાં ભાજપ સિવાય કેરળની ‘ભારત ધર્મ જનસેના’ પાર્ટી છે જેના નામમાં ‘ભારત’ છે. જ્યારે ત્રણ પક્ષો એવા છે જેમના નામમાં ‘ઈન્ડિયા’ આવે છે અને તે છે તમિલનાડુની પાર્ટી AIADMK (ઓલ ઈન્ડિયા દ્રવિડ મુનેત્ર કઝગમ), રિપબ્લિકન પાર્ટી ઓફ ઈન્ડિયા અને ઓલ ઈન્ડિયા એનઆર કોંગ્રેસ.
તેલંગાણાના મુખ્યમંત્રી કેસી ચંદ્રશેખર રાવે ગયા વર્ષે તેમની પાર્ટીનું નામ તેલંગાણા રાષ્ટ્રીય સમિતિ (TRS)થી બદલીને ભારત રાષ્ટ્ર સમિતિ (BRS) કરી દીધું છે. હરિયાણાના પૂર્વ મુખ્યમંત્રી ઓમપ્રકાશ ચૌટાલાની પાર્ટીનું નામ ઈન્ડિયન નેશનલ લોકદળ છે. કેરળમાં મુસ્લિમ લીગને ઈન્ડિયન યુનિયન મુસ્લિમ લીગ પણ કહેવામાં આવે છે. ઈન્ડિયા નામ ધરાવતી પાર્ટીમાં અસદુદ્દીન ઓવૈસીનું નામ સામેલ છે તેમની પાર્ટીનું ટૂંકું નામ ‘MIM’ છે પરંતુ તેનું પૂરું નામ ઓલ ઈન્ડિયા મજલિસ-એ-ઈત્તેહાદુલ મુસ્લિમીન છે. આસામમાં ઓલ ઈન્ડિયા યુનાઈટેડ ડેમોક્રેટિક ફ્રન્ટ નામની કે રાજકીય પાર્ટી છે. ડાબેરી પક્ષ ફોરવર્ડ બ્લોકના આખા નામમાં ‘ઈન્ડિયા’ પણ સામેલ છે, ઓલ ઈન્ડિયા ફોરવર્ડ બ્લોક (AIFB).