પોતાની ઉદ્યોગસાહસિકતા અને ઔદ્યોગિક સાહસ માટે જાણીતું ગુજરાત ઝડપથી વિકસતા સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમનું નિર્માણ કરી રહ્યું છે. આંત્રપ્રિન્યોર્સને ટેકો આપવા ઉપરાંત – નવા અને જૂના – સ્ટાર્ટઅપ્સ રાજ્યમાં રોજગારી સર્જવામાં નેતૃત્વ લઈ રહ્યા છે. વર્ષ 2023માં જ ગુજરાતમાંથી સ્ટાર્ટઅપ્સ દ્વારા લગભગ 48,138 લોકોની ભરતી કરવામાં આવી હતી. જે મહારાષ્ટ્ર બાદ ભારતમાં બીજા ક્રમે છે, મહારાષ્ટ્રમાં સ્ટાર્ટઅપ્સે વર્ષ દરમિયાન 64,974 નોકરીઓનું સર્જન કર્યું હતું.
સમગ્ર ગુજરાતમાંથી વર્ષ 2023 માં 3,291 સ્ટાર્ટઅપ્સને ડિપાર્ટમેન્ટ ઓફ પ્રમોશન ફોર ઇન્ડસ્ટ્રી એન્ડ ઇન્ટરનલ ટ્રેડ (DPIIT) દ્વારા માન્યતા આપવામાં આવી હતી. સ્ટાર્ટઅપ્સ દ્વારા 2022 ના એક જ વર્ષમાં 23,610 જેની સામે આ વર્ષે રોજગારી સર્જનમાં 103% જેટલો ધરખમ વધારો થવા પામ્યો છે.
આ ટ્રેન્ડને સમજાવતા એક નિષ્ણાતે જણાવ્યું હતું કે, “નાણાકીય વર્ષ 2018-19માં સ્ટાર્ટઅપ્સની એક લહેર આવી અને તેમાં સતત વધરો જોવા મળ્યો. આ લહેર ખાસ કરીને ભંડોળની સરળ ઉપલબ્ધતાને કારણે સતત વધી રહી હતી. હવે આ સ્ટાર્ટઅપ્સ પરિપક્વ થઈ રહ્યા છે, વૃદ્ધિ પામી રહ્યા છે અને સ્કેલ અપ પણ કરી રહ્યા છે અને તેથી વધુ લોકોને નોકરી પણ આપી રહ્યા છે.” આ નિષ્ણાત આગળ જણાવે છે કે, આ દરમિયાન ગુજરાત સ્થિત કેટલાક સ્ટાર્ટઅપ્સ વૈશ્વિક કંપનીઓ દ્વારા હસ્તગત કરવામાં આવ્યા છે અથવા તેમને ભંડોળ પૂરું પાડવામાં આવ્યું છે. આવા કિસ્સાઓમાં પણ, તેઓ ઝડપથી વિસ્તરણ અને સ્કેલ વધારવાનું વલણ ધરાવે છે જેના કારણે રોજગારી સર્જન વધુ થાય છે.”
ઉદ્યોગના નિષ્ણાતોના મતે, ટેક્નોલોજી-આધારિત સ્ટાર્ટઅપ્સમાં ઝડપી ગતિએ ભરતી થઈ રહી છે. ખાસ કરીને જે ક્ષેત્રના સ્ટાર્ટઅપ્સમાં વધુ નોકરીઓનું સર્જન થઈ રહ્યું છે તેમાં SAAS-આધારિત એન્ટિટીઝ, ડાયરેક્ટ-ટુ-કન્ઝ્યુમર સ્ટાર્ટઅપ્સ અને સેમિકન્ડક્ટર ડિઝાઇન સ્ટાર્ટઅપ્સનો સમાવેશ થાય છે.
ઉદ્યોગના સૂત્રો રોજગારીની તકોમાં થયેલા વધારાનું મુખ્ય કારણ સ્ટાર્ટઅપ્સની સંખ્યામાં થયેલો નોંધપાત્ર વધારો પણ જણાવે છે.
સમગ્રતયા જોતાં ડિપાર્ટમેન્ટ ઓફ પ્રમોશન ફોર ઇન્ડસ્ટ્રી એન્ડ ઇન્ટરનલ ટ્રેડ (DPIIT) દ્વારા પાંચ વર્ષમાં એટલે કે 2019 થી 2023 દરમિયાન ગુજરાતમાંથી 8,619 સ્ટાર્ટઅપ્સને માન્યતા આપવામાં આવી છે. આ સ્ટાર્ટઅપ્સે આ સમયગાળા દરમિયાન લગભગ 1.04 લાખ લોકોને રોજગારી આપી છે.
રાજ્યમાં કેટલાક સ્ટાર્ટઅપ્સે હમણાં ‘ફંડિંગ વિન્ટર’ ની પરિસ્થિતિ હોવા છતાં તેઓને વિશિષ્ટ ક્ષેત્રોમાં મૂકવામાં આવ્યા છે જ્યાં વૃદ્ધિ આશાસ્પદ છે અને વિસ્તરણનો અવકાશ પણ વધુલોકોને નોકરીએ રાખ્યા છે. ઇન્ડસ્ટ્રીના સૂત્રોએ જણાવ્યું કે કેટલાક સ્ટાર્ટઅપ્સે પ્લેસમેન્ટ ડ્રાઇવ દ્વારા શૈક્ષણિક કેમ્પસમાંથી થતી તેમની ભરતીમાં વધારો કર્યો છે.