દિલ્હી હાઈકોર્ટે નું ગઠન કરવાની વિનંતી કરતી અરજીને ફગાવી દીધી હતી. દિલ્હી હાઈકોર્ટે બુધવારે ‘સનાતન ધર્મ રક્ષા બોર્ડ’ બનાવવાની જનહિત અરજી ફગાવી દીધી હતી. કોર્ટે કહ્યું કે નીતિગત નિર્ણયો સરકારની જવાબદારી છે. અરજદારને સરકારનો સંપર્ક કરવાની સલાહ આપવામાં આવી હતી. સનાતન હિન્દુ સેવા સંઘ ટ્રસ્ટે અરજી દાખલ કરી હતી. તેઓએ દલીલ કરી હતી કે સનાતન ધર્મના અનુયાયીઓના રક્ષણ માટે બોર્ડની રચના કરવામાં આવવી જોઈએ.
અરજીમાં શું માંગણી કરવામાં આવી હતી?
અરજીમાં જણાવાયું હતું કે, સરકારે વિવિધ ધાર્મિક સમુદાયો માટે વિવિધ બોર્ડની સ્થાપના કરી છે, ત્યારે સનાતન ધર્મ,જેને હિન્દુ ધર્મ તરીકે પણ ઓળખવામાં આવે છે તેના અનુયાયીઓ, તેમના અધિકારો અને પરંપરાઓની સુરક્ષા માટે સમર્પિત સરકારી સંસ્થાનો અભાવ છે. વધુમાં, અરજીમાં એ મુદ્દો ઉઠાવાયો હતો કે દેશભરમાં વિવિધ મંદિરો કેન્દ્ર અને રાજ્ય સરકારોના વહીવટ હેઠળ છે અને જે ભંડોળ મંદિરમાં આવતું હોય છે તેનું સંચાલન કરે છે.
દિલ્હી હાઈકોર્ટે અરજી ફગાવી
દિલ્હી હાઈકોર્ટે વક્ફ બોર્ડની જેમ હિન્દુ ધર્મના હિતોની સુરક્ષા માટે સનાતન બોર્ડની સ્થાપના કરવાની માંગ કરતી અરજી ફગાવી દીધી છે. આ સાથે, દિલ્હી હાઈકોર્ટે અરજદારને કહ્યું કે, ”આ નીતિગત મામલો છે, એટલા માટે કોર્ટ એમાં દખલ કરી શકે નહીં. આ માટે તમે સરકારની સમક્ષ માંગ મૂકી શકો છો.”
કોણે કરી હતી અરજી?
સનાતન સેવા સંઘ ટ્રસ્ટ નામના સંગઠન તરફથી આ માંગ કરતી અરજી હાઈકોર્ટમાં દાખલ કરવામાં આવી હતી. અરજદારનું કહેવું હતું કે, જે રીતે સનાતન ધર્મને માનનાર લોકો પર બીજા ધર્મના લોકો દ્વારા હુમલા થઈ રહ્યા છે, આવી પરિસ્થિતિમાં કોઈ ધાર્મિક સંસ્થા હોવી જોઈએ, જે સનાતન સમાજના હિતોની સુરક્ષા કરી શકે. આ માંગને લઈને સનાતન સેવા સંઘ ટ્રસ્ટ દ્વારા સરકારને પણ એક આવેદનપત્ર આપ્યું, પરંતુ સરકાર તરફથી કોઈ જવાબ આવ્યો નહીં, જેના કારણે તેમણે કોર્ટમાં અરજી કરવી પડી હતી.