સંસદમાં પ્રદર્શન દરમિયાન ભાજપના બે સાંસદો ઘાયલ થયા હતા. ભાજપના સાંસદોએ રાહુલ ગાંધી પર ધક્કો મારવાનો આરોપ લગાવ્યો છે. દરમિયાન, રાજ્યસભામાં વિપક્ષના નેતા મલ્લિકાર્જુન ખડગેએ લોકસભા અધ્યક્ષને પત્ર લખીને જણાવ્યું છે કે તેઓને પણ ઈજા થઈ છે.
ગુરુવારે શાસક પક્ષ અને વિપક્ષના સાંસદો વચ્ચેની અથડામણમાં પહેલા ભાજપે આરોપ લગાવ્યો કે તેના બે સાંસદો ઈજાગ્રસ્ત થયા છે. ત્યાર બાદ હવે મલ્લિકાર્જુન ખડગેએ પોતાને પણ ઈજા થઈ હોવાનું કહ્યું છે. મલ્લિકાર્જુન ખડગેએ આ અંગે લોકસભા સ્પીકર ઓમ બિરલાને પત્ર પણ લખ્યો છે.
લોકસભા સ્પિકરને લખેલા પત્રમાં ખડગેએ કહ્યું હતું કે તેમને “ભાજપના સાંસદોએ ધક્કો માર્યો હતો અને ફ્લોર પર બેસી જવા માટે દબાણ કર્યું હતું.” “તેના કારણે જ્યાં ઓપરેશન કરાવ્યું છે મારા તે ઘૂંટણમાં ઈજા થઈ છે.” “કોંગ્રેસના સાંસદો મારા માટે ખુરશી લઈને આવ્યા અને મને ખુરશી પર બેસાડવામાં આવ્યો.” ખૂબ જ મુશ્કેલીથી અને મારા મિત્રોની મદદથી હું લંગડાતા લંગડાતા સવારે 11 વાગ્યે ગૃહમાં પહોંચ્યો હતો.”
ખડગેને પણ થઈ ઈજા
સંસદમાં પ્રદર્શન દરમિયાન ભાજપના બે સાંસદો ઘાયલ થયા હતા. ભાજપના સાંસદો રાહુલ ગાંધી પર દબાણ કરવાનો આરોપ લગાવી રહ્યા છે. દરમિયાન, રાજ્યસભામાં વિપક્ષના નેતા મલ્લિકાર્જુન ખડગેએ લોકસભા અધ્યક્ષને પત્ર લખીને જણાવ્યું હતું કે તેઓ પણ ઘાયલ થયા છે. પત્ર જુઓ.
My letter to the Hon’ble @loksabhaspeaker urging to order an inquiry into the incident which is an assault not just on me personally, but on the Leader of the Opposition, Rajya Sabha and the Congress President. pic.twitter.com/gmILQdIDYW
— Mallikarjun Kharge (@kharge) December 19, 2024
ડૉ. આંબેડકર અંગેના ગૃહ મંત્રી અમિત શાહના નિવેદન પરનો હોબાળો શમ્યો નથી પરંતુ હવે વધુ એક નવો વિવાદ સામે આવ્યો છે. જ્યારે ભારતીય જનતા પાર્ટી (BJP)ના સાંસદ પ્રતાપ ચંદ્ર સારંગીએ ગુરુવારે આરોપ લગાવ્યો હતો કે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી દ્વારા ધક્કો મારવાથી તેમને વાગ્યું છે. ત્યાર બાદ ભાજપના સાંસદ મુકેશ રાજપૂતે આરોપ લગાવ્યો કે તે પણ ધક્કામુક્કીમાં ગંભીર રીતે ઘાયલ થયા છે.