પાકિસ્તાનમાં ચૂંટણી પૂરી થઈ ગઈ છે અને હજુ સુધી સરકાર બનાવવા માટે પાર્ટીઓમાં રસ્સાખેંચ ચાલી રહી છે. જોકે પાકિસ્તાનનું રાજકીય ભવિષ્ય પાકિસ્તાની નામચીન આર્મીના હાથમાં રહેતું આવ્યું છે જે કોઈ પણ વડાપ્રધાન બનશે તે આર્મીની કઠપૂતળી જ હશે એવું સમગ્ર વિશ્વ જાણે છે ત્યારે પાકિસ્તાનમાં નવા વડાપ્રધાન કોણ હશે તે મોટો પ્રશ્ન છે. આ દરમિયાન પૂર્વ ભારતીય રાજદ્વારી અને કોંગ્રેસના નેતા મણિશંકર અય્યરે પાકિસ્તાનમા જઈને પાકિસ્તાનના લોકોના વખાણ કર્યા છે. પાકિસ્તાની અખબાર ડૉનના અહેવાલ મુજબ, મણિશંકર ઐયરે પાકિસ્તાનના લોકોને ભારત માટે સૌથી મોટી સંપત્તિ ગણાવી હતી.
આ સિવાય કોંગ્રેસના નેતા છે તેથી મોદી સરકાર પર નિશાન ન સાધે તો જ નવાઈ તેમ મોદી સરકાર પર પણ સાધ્યું હતું. પાકિસ્તાનમાં ફૈઝ ફેસ્ટિવલમાં ભારત પાકિસ્તાન મામલાઓ પર આયોજિત એક કાર્યક્રમમાં અય્યરે આ વાત કહી એવા અહેવાલો આવ્યા છે.
ફૈઝ ફેસ્ટિવલ કાર્યક્રમમાં બોલતા, મણિશંકર ઐયરે કહ્યું કે પાકિસ્તાનીઓ કોઈપણ મુદ્દા પર વધુ પડતી પ્રતિક્રિયા આપે છે. પાકિસ્તાને અખબાર ડૉનના અહેવાલ અનુસાર તેમણે કહ્યું, મારા અનુભવમાં, પાકિસ્તાની એવા લોકો છે જે કદાચ વધુ પડતી પ્રતિક્રિયા આપે છે. જો આપણે મૈત્રીપૂર્ણ હોઈશું, તો તેઓ વધુ મૈત્રીપૂર્ણ હશે. જો આપણે પ્રતિકૂળ બનીએ તો તેઓ વધુ પ્રતિકૂળ પ્રતિક્રિયા આપે છે. પોતાના અનુભવોનો ઉલ્લેખ કરતા ઐય્યરે પાકિસ્તાનમાં તેમને મળેલા ઉષ્માભર્યા સ્વાગતને યાદ કર્યું.
તેમણે કહ્યું કે પાકિસ્તાન સિવાય કયાંય પણ આટલા ખુલ્લા દિલે સ્વાગત કરવામાં આવ્યું નથી. તેમણે આગળ કહ્યું કે જ્યારે તેઓ કોન્સ્યુલ જનરલ તરીકે કરાચીમાં હતા ત્યારે દરેક વ્યક્તિ તેમની અને તેમની પત્નીની સંભાળ રાખતા હતા. તેમણે પોતાના પુસ્તકમાં આ સાથે જોડાયેલી ઘણી ઘટનાઓનો ઉલ્લેખ કર્યો હતો. આ પહેલા અય્યરે નરેન્દ્ર મોદી સરકાર પર નિશાન સાધ્યુ હતું તેમ આ વખતે પણ નિશાન સાધતાં કહ્યું કે નરેન્દ્રભાઇ મોદીની પ્રથમ સરકાર બન્યા બાદ છેલ્લા 10 વર્ષમાં સદભાવનાનું સ્થાન કંઈક પ્રતિકૂળ બન્યું છે.
મોદી સરકાર પર નિશાન સાધતા તેમણે કહ્યું, હું પાકિસ્તાનના લોકોને માત્ર એટલું જ કહેવા માંગુ છું કે તેઓ યાદ રાખે કે મોદીને કયારેય એક તૃતિયાંશથી વધુ વોટ મળ્યા નથી. પરંતુ અમારી સિસ્ટમ એવી છે કે જો તેમની પાસે એક તૃતિયાંશ મત હોય તો તેમની પાસે બે તૃતિયાંશ બેઠકો હોય. તેથી જ બે તૃતિયાંશ ભારતીયો તમારી (પાકિસ્તાનીઓ) તરફ આવવા તૈયાર છે. રિપોર્ટ અનુસાર, તેમણે કહ્યું, કોંગ્રેસ સરકાર અને ભાજપ સરકારમાં ઈસ્લામાબાદમાં પાંચ ભારતીય હાઈ કમિશનર હતા અને તેઓ બધા એકમત હતા કે અમારા મતભેદો ગમે તે હોય, આપણે પાકિસ્તાન સાથે જોડાવું જોઈએ. છેલ્લા 10 વર્ષમાં અમે સૌથી મોટી ભૂલ કરી છે તે વાતચીત ન કરવી છે. તમારી સામે સર્જિકલ સ્ટ્રાઈક કરવાની અમારી હિંમત છે, પણ ટેબલ પર બેસીને વાત કરવાની અમારી હિંમત નથી.
પાકિસ્તાની અખબાર ધ ડોન અનુસાર, અય્યરે કહ્યું, મારા અનુભવથી, પાકિસ્તાની એવા લોકો છે જેઓ બીજી તરફ વધુ પડતી પ્રતિક્રિયા આપે છે. જો આપણે મૈત્રીપૂર્ણ વર્તન કરીએ, તો તેઓ વધુ મૈત્રીપૂર્ણ વર્તન કરે છે. જો આપણે પ્રતિકૂળ વર્તન કરીએ, તો તેઓ વધુ પ્રતિકૂળ બની જાય છે. આ દરમિયાન તેમણે ભારતીય વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી સરકારની પણ આકરી ટીકા કરી હતી.
તાજેતરમાં જ અય્યરની પુત્રી સુરન્યા અય્યર સાથે સંબંધિત એક કિસ્સો પણ પ્રકાશમાં આવ્યો હતો, જ્યાં તેણે અયોધ્યામાં બનેલા રામ મંદિરના વિરોધમાં ઉપવાસ કરવાની જાહેરાત કરી હતી. આ કારણે તેને RWA તરફથી નોટિસ અને માફી પણ મળી છે. જોકે, તેણીએ દાવો કર્યો હતો કે જે સોસાયટીના વતી આ પત્ર લખવામાં આવ્યો છે તે સોસાયટી ત્યાં રહેતી નથી. સુરન્યાએ ૧૯ જાન્યુઆરીએ સોશિયલ મીડિયા પોસ્ટમાં ઁભારતના મુસ્લિમોઁના સમર્થનમાં ઉપવાસની જાહેરાત કરી હતી. ગયા અઠવાડિયે જ સુપ્રીમ કોર્ટના વકીલ અજય અગ્રવાલે દિલ્હીના સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં સુરન્યા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, અગ્રવાલનો આરોપ છે કે ઐયરે ૨૦ જાન્યુઆરીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર રામલલા મંદિરના અભિષેક સમારોહ વિરુદ્ધ વાંધાજનક ટિપ્પણી કરી હતી.