- ઓબીસીનો મુદ્દો કોંગ્રેસ અને વિપક્ષોએ ઉઠાવ્યો હતો
- કોંગ્રેસ સૌથી વધુ આક્રમક હતી
- ઓબીસી મુદ્દાને માટે જ જાતિગત વસ્તી ગણતરીની માંગ કરવામાં આવી
દેશના 5 રાજ્યમાં યોજાયેલી વિધાનસભા ચૂંટણીઓ 30 નવેમ્બરના રોજ થયેલા મતદાન થતા સૌના ભવિષ્ય ઈવીએમમાં કેદ થઈ ગયા છે. જોકે છેલ્લા કેટલાક સમયથી ભારતમાં એક અલગ ટ્રેન્ડ ઉભો થયો છે તે છે એક્ઝિટ પોલનો. એક્ઝિટ પોલ જોકે સાચા પડે એવી શક્યતા કેટલી તે માટે એક્ઝિટ પોલ કરનાર પણ કહી નથી શકતા છતાં એક્ઝિટ પોલની રાહ જોવાય છે અને તેની ઉપર પરિણામો આવ્યા બાદ પણ તેની ઉપર ચર્ચા ચાલતી રહેતી હોય છે. આ એક્ઝિટ પોલ 30મી નવેમ્બરે જાહેર કરવામાં આવ્યા. એક્ઝિટ પોલ જોકે સંપુર્ણપણે સત્ય હોવાની શક્યતા અનેક સંભાવના પર આધારિત છે, સાથે સાથે એ પણ એટલુ જ સાચુ છે કે એક્ઝિટ પોલનું પણ એક આગવુ ગણિત અને ગણતરીઓ છે જ અને તે વૈશ્વિક સ્તર પર માન્ય છે. ત્યારે મતદાન બાદ આવેલા એક્ઝિટ પોલમા કોંગ્રેસ અને વિપક્ષોએ એમાં પણ રાહુલ ગાંધીએ સંસદ ગૃહમાં જે મુદ્દો ઉઠાવીને ભાજપ ઉપર પ્રશ્નો ઉભા કરવાનો પ્રયાસ કર્યો તે મુદ્દો કોંગ્રેસને વિધાનસભા ચૂંટણીમાં ફાયદાકારક નિવડ્યો કે નુકશાનકારક સાબિત થયો.
રાહુલ ગાંધીએ સંસદમાં મહિલા અનામત બિલ પરની ચર્ચા દરમિયાન દાવો કર્યો હતો કે, ભારત સરકારના વર્તમાન 90 સચિવોમાંથી માત્ર 3 જ સચિવ ઓબીસી વર્ગના છે. આ ઉપરાંત એવી પણ માંગણી ઉઠાવવામાં આવી હતી કે ઓબીસી મહિલાઓને અનામતમાં અલગ અનામત મળવી જોઈએ. પાંચ રાજ્યોની ચુંટણી પહેલા જ કોંગ્રેસ અને વિપક્ષોએ ઓબીસીનો રાગ આલપવાની શરુઆત કરી દીધી હતી. પાંચ રાજ્યોની ચુંટણીના સમગ્ર પ્રચાર દરમિયાન પણ ઓબીસીનો મુદ્દો સતત વહેતો રાખવામાં આવ્યો હતો. ઓબીસી વર્ગનો મુદ્દો ઉઠાવીને વિપક્ષનો ઉદ્દેશ ભાજપના હિંદુ મતમાં જાતિનું તત્વ સળગાવીને મતોનું તાપણુ કરી લેવાનો હતો ત્યારે હવે પરિણામો આવવાને કલાકોનો જ સમય બચ્યો છે ત્યારે એક્ઝિટ પોલમાં આવેલા આંકડા આ મુદ્દે કોણ ફાયદામાં રહ્યું અને કોને ફાયદો ન મળ્યો તે જાણવું રસપ્રદ રહેશે. ખાસ કરીને છત્તીસગઢ, રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં કેવી સ્થિતિ રહેશે આ પ્રશ્ન રાજકીય નિષ્ણાતો પુછી રહ્યા છે.
એક્ઝિટ પોલમાં જે વલણ દેખાય છે તેમાં પાંચ રાજ્યોમાંથી ત્રણ મોટા રાજ્યો રાજસ્થાન, મધ્યપ્રદેશ અને છત્તીસગઢમાંથી રજસ્થાન અને છત્તીસગઢમાં ઓબીસી વર્ગ ભાજપની પડખે રહ્યો હોવાના આવી રહ્યા છે જ્યારે મધ્યપ્રદેશમાં ઓબીસી મતદારોએ ભાજપ અને કોંગ્રેસમાં વધુ ફરક કર્યો નથી. ઉલ્લેખનીય છે કે ચુંટણીઓ પહેલાથી શરુ કરીને સમગ્ર ચુંટણી દરમિયાન રાહુલ ગાંધી અને કોંગ્રેસ તથા વિપક્ષોએ ઓબીસી મતદારોને પ્રભાવિત કરવાની કોશિશો કરી હતી, જોકે રાજસ્થાન અને છત્તેસગઢમાં ઓબીસી મતદારો ભાજપની પડખે ગયા હોય તેવું ચિત્ર ઉભુ થઈ રહ્યું છે. અલબત્ત, મધ્યપ્રદેશમાં ઓબીસી મતદારો આકર્ષવામાં નજીવા અંશે કોંગ્રેસ સફળ રહી હોવાનુ જણાય છે.
જોકે આ આંકડા એક્ઝિટ પોલના વિશ્લેષણ કરતા જણાય છે અને એક્ઝિટ પોલ મતદારનો મૂડ શત પ્રતિશત દર્શાવે છે એવું માનવું વધારે પડતુ ગણી શકાય છતા ઘણે અંશે લોકો એક્ઝિટ પોલ પર ભરોસો કરતા જોવા મળે છે.