નૂપુર શર્મા
Spread the love

ભાજપ CECની બેઠક દિલ્હીમાં પાર્ટી હેડક્વાર્ટરમાં ચાલી રહી છે. આ બેઠકમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ, સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ, પાર્ટી અધ્યક્ષ જેપી નડ્ડા સહિત તમામ મોટા નેતાઓ હાજર છે. બેઠકમાં ભાજપ દિલ્હી વિધાનસભા ચૂંટણી માટે ઉમેદવારો નક્કી કરવા અંગે ચર્ચા ચાલી રહી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર નૂપુર શર્માને ઉમેદવાર બનાવવાની જાહેરાત થઈ શકે છે.

નૂપુર શર્માને મળી શકે છે ટીકિટ

દિલ્હીમાં ભાજપની કેન્દ્રીય ચૂંટણી સમિતિની બેઠક ચાલી રહી છે. દિલ્હી વિધાનસભામાં કુલ 70 બેઠકો છે જેમાંથી ભાજપે હજુ 41 વિધાનસભા બેઠકો માટે ઉમેદવારોની જાહેરાત કરવાની બાકી છે. પાર્ટીના સૂત્રોના જણાવ્યા અનુસાર, ભાજપ દિલ્હીની બાબરપુર સીટ પરથી નૂપુર શર્માને મેદાનમાં ઉતારવા પર વિચાર કરી શકે છે. નૂપુર શર્માના નામ ઉપર સહમતી બની શકે છે. આ સિવાય બીજેપી ઘણા ચોંકાવનારા નિર્ણય લઈ શકે છે તેવી સંભાવનાઓ જણાવાઈ રહી છે.

સોશ્યલ મીડિયા ઉપર નૂપુર શર્માના નામનો ટ્રેન્ડ

આ દરમિયાન સોશિયલ મીડિયા પર નૂપુર શર્માનું નામ ટ્રેન્ડ કરી રહ્યું છે. ઘણા લોકોએ તેમને સીએમ ચહેરો બનાવવાની માંગ પણ કરી છે. યુઝર્સે કહ્યું કે નૂપુર શર્માને કાલકાજી સીટ પરથી ટિકિટ આપવી જોઈએ. પાર્ટીએ કાલકાજી સીટ પરથી પૂર્વ સાંસદ રમેશ બિધુડીને મેદાનમાં ઉતાર્યા છે. પરંતુ એક ચર્ચા એવી પણ ચાલી રહી છે કે પ્રિયંકા ગાંધી અને સીએમ આતિશી પરના વિવાદાસ્પદ નિવેદનો બાદ કાલકાજીથી પાર્ટીના ઉમેદવાર બદલવાવામાં આવી શકે છે.

ભારતીય જનતા પાર્ટી (BJP)એ એક પોસ્ટર જાહેર કરીને અરવિંદ કેજરીવાલ પર નિશાન સાધ્યું છે. ભાજપે સોશિયલ મીડિયા સાઇટ X ઉપર પોસ્ટ કરતા લખ્યું કે, દિલ્હીમાં રહેતા યુપી-બિહારના લોકો અરવિંદ કેજરીવાલ માટે નકલી છે પરંતુ બાંગ્લાદેશી ઘૂસણખોરોથી રોહિંગ્યા અને તેમના સંબંધીઓ? હવે નથી જોઈતી AAP-દા…’

પૂર્વાંચલીઓ ઉપર રાજનીતિ જોરમાં, કોંગ્રેસ મેદાનમાં

બીજી તરફ પૂર્વાંચલના મતદારોને લઈને દિલ્હીમાં ફરી એકવાર રાજકારણ ગરમાયું છે. પૂર્વાંચલીઓ વિશે અરવિંદ કેજરીવાલના નિવેદન પર ભાજપે કેજરીવાલના કાર્યાલયની બહાર પ્રદર્શન કર્યું ત્યારે હવે કોંગ્રેસે મોટું પગલું ભર્યું છે. પાર્ટીએ જાહેરાત કરી કે જો તેઓ જીતશે તો મહાકુંભની તર્જ પર છઠ મહાપર્વની ઉજવણી કરવામાં આવશે. યમુનાના તે ઘાટનું નામ સ્વ. શ્રીમતી શારદા સિન્હાના નામ પર રાખવામાં આવશે.

પટણામાં અરવિંદ કેજરીવાલ વિરુદ્ધ ફરિયાદ દાખલ

ભાજપ યુવા મોરચાના પ્રદેશ પ્રવક્તા કૃષ્ણ સિંહ કલ્લુએ દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ વિરુદ્ધ પટનાના ગાંધી મેદાન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. તેમણે અરવિંદ કેજરીવાલ પર બિહાર અને પૂર્વાંચલીઓનું અપમાન કરવાનો આરોપ લગાવ્યો છે. ફરિયાદમાં લખવામાં આવ્યું છે કે કેજરીવાલે બિહાર અને યુપીના લોકો વિરુદ્ધ અભદ્ર ટિપ્પણી કરી છે. તેમની સામે યોગ્ય કાર્યવાહી કરવામાં આવે.


Spread the love
Avatar photo

By Editorial Team

Devlipi News is a independent news network with a mission to bring the news, views, facts and figures of the day.

One thought on “નૂપુર શર્માને મેદાનમાં ઉતારશે ભાજપ? કઈ બેઠક પરથી ઉમેદવાર બનાવવાની ચર્ચા?”
  1. […] મળશે. પાર્ટીએ નિર્ણય કર્યો છે કે દિલ્હી વિધાનસભાની ચૂંટણી જેપી નડ્ડા (JP Nadda) ના રાષ્ટ્રીય […]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *