રાષ્ટ્રીય તપાસ એજન્સી (NIA) એ કર્ણાટક અને કેરળમાંથી 3 લોકોની ધરપકડ કરી છે. એનઆઈએને શંકા છે કે આ ત્રણેય આરોપીઓ પાક ISI સંબંધિત વિશાખાપટ્ટનમ જાસૂસી કેસમાં સામેલ છે. NIAએ મંગળવારે સ્થાનિક પોલીસની મદદથી આ કાર્યવાહી કરી હતી. એનઆઈએને શંકા છે કે ત્રણેય પાકિસ્તાની ઈન્ટેલિજન્સ ઓપરેટિવ્સના સંપર્કમાં હતા અને દેશને લગતી સંવેદનશીલ માહિતી શેર કરી રહ્યા હતા.
NIA arrests 3 more accused in Pak ISI-linked Visakhapatnam espionage case
— ANI Digital (@ani_digital) February 19, 2025
Read @ANI story | https://t.co/mlREKm8XGQ#NIA #VisakhapatnamEspionageCase pic.twitter.com/axwJNiGfCR
ક્યાંથી કરી ધરપકડ?
પ્રાપ્ત માહિતી અનુસાર, NIAએ મંગળવારે પોલીસ ટીમ સાથે મળીને કર્ણાટકના ઉત્તરા કન્નડ જિલ્લામાંથી વેથાન લક્ષ્મણ ટંડેલ અને અક્ષય રવિ નાઈકની ધરપકડ કરી હતી. જ્યારે, અભિલાષ પી.એ. ની કેરળના કોચીમાંથી ધરપકડ કરવામાં આવી હતી. અત્યાર સુધીમાં NIA આ મામલામાં આ ત્રણ સહિત કુલ 8ની ધરપકડ કરી ચૂકી છે. ધરપકડ કરાયેલા ત્રણેય આરોપીઓ સોશિયલ મીડિયા દ્વારા પાકિસ્તાન ઈન્ટેલિજન્સ ઓપરેટિવ્સ (PIO)ના સંપર્કમાં હતા.

પાકિસ્તાનને મોકલતા હતા સંવેદનશીલ માહિતી
એનઆઈએની તપાસ અનુસાર, તેઓ કારવાર નેવલ બેઝ અને કોચી નેવલ બેઝ પર ભારતીય સંરક્ષણ સંસ્થાઓ વિશે સંવેદનશીલ માહિતી શેર કરી રહ્યા હતા અને માહિતીના બદલામાં પીઆઈઓ પાસેથી પૈસા મેળવતા હતા. NIAએ અત્યાર સુધીમાં બે ફરાર પાકિસ્તાની ઓપરેટિવ સહિત 5 લોકો સામે ચાર્જશીટ દાખલ કરી છે.
આ કેસ મૂળરૂપે જાન્યુઆરી 2021માં આંધ્ર પ્રદેશ કાઉન્ટર ઇન્ટેલિજન્સ સેલ દ્વારા IPCની કલમ 120 B અને 121 A, UA(P) એક્ટની કલમ 17 અને 18 અને ઑફિશિયલ સિક્રેટ એક્ટની કલમ 3 હેઠળ નોંધવામાં આવ્યો હતો.
એનઆઈએની તપાસમાં બહાર આવ્યું છે કે પાકિસ્તાની નાગરિક મીર બાલાઝ ખાન, ધરપકડ કરાયેલા આરોપી આકાશ સોલંકી સાથે, ભારત વિરોધી ષડયંત્રના ભાગરૂપે ભારતીય નૌકાદળ સાથે સંબંધિત સંવેદનશીલ મહત્વપૂર્ણ માહિતી લીક કરવા સંબંધિત જાસૂસી રેકેટમાં સામેલ હતો.

મીર બાલાઝ અને સોલંકી ઉપરાંત, એનઆઈએ દ્વારા આ કેસમાં અન્ય એક ફરાર PIO વિરુદ્ધ ચાર્જશીટ દાખલ કરી છે, જેની ઓળખ અલવેન તરીકે થઈ છે, એનઆઈએ દ્વારા જૂન 2023 માં આ કેસની તપાસ શરૂ કરવામાં આવી હતી અને જૂન 2023 માં જ મનમોહન સુરેન્દ્ર પાંડા અને અમન સલીમ શેખની ધરપકડ કરી હતી.
[…] લિબરેશન આર્મી (BLA) એ પાકિસ્તાનના બલૂચિસ્તાનમાં જાફર એક્સપ્રેસને […]