શનિવારે (15 ફેબ્રુઆરી, 2025) નવી દિલ્હી રેલ્વે સ્ટેશન (New Delhi Railway Station) પર નાસભાગમાં 18 લોકોના મોત બાદ કોંગ્રેસ પાર્ટીએ કેન્દ્ર સરકાર પર નિશાન સાધ્યું હતું. રાહુલ ગાંધીએ આ ઘટનાને ગેરવહીવટ અને બેદરકારી ગણાવીને સરકાર પાસેથી જવાબ માંગ્યો હતો. કેન્દ્રીય મંત્રી જીતનરામ માંઝીએ રાહુલ ગાંધીને વળતો પ્રહાર કર્યો છે.
કેન્દ્રીય મંત્રી જીતનરામ માંઝીએ કહ્યું, “રાહુલ ગાંધી કોઈ મહાન પંડિત નથી. તેમણે ક્યારેય સરકાર ચલાવી નથી, તેમ છતાં તેઓ આવી વાતો કરી રહ્યા છે. અત્યાર સુધી મહાકુંભમાં 52 કરોડ લોકો આવ્યા છે અને સંચાલન સંપૂર્ણપણે સુચારુ રીતે ચાલી રહ્યું છે. જો અન્ય કોઈ સરકાર હોત તો વધુ અકસ્માતો થઈ શક્યા હોત. યુપી પ્રશાસને સારું કામ કર્યું છે.”

તેમણે નવી દિલ્હી રેલ્વે સ્ટેશન (New Delhi Railway Station) પર નાસભાગની ઘટના માટે લોકોને જવાબદાર ઠેરવ્યા હતા અને કહ્યું હતું કે, “સરકારનો કોઈ વાંક નથી. લોકો પોતાની મેળે ગમે ત્યાં બેસી જાય છે અને પ્રશાસનની વાત સાંભળતા નથી.”

મલ્લિકાર્જુન ખડગેએ કરી માંગ
કોંગ્રેસના નેતાઓએ પણ સરકાર પર મૃત્યુનો સાચો આંકડો છુપાવવાનો આરોપ લગાવ્યો અને પરિસ્થિતિને વધુ સારી રીતે હેન્ડલ કરવાની માંગ કરી. કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ આ ઘટના પર દુખ વ્યક્ત કર્યું અને સરકાર પાસે અનેક માંગણીઓ કરી.
કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ સોશ્યલ મીડિયા પ્લેટ્ફોર્મ X પર લખ્યું, “નવી દિલ્હી રેલ્વે સ્ટેશન (New Delhi Railway Station) પર નાસભાગમાં ઘણા લોકોના મૃત્યુના સમાચાર અત્યંત દુઃખદાયક છે. સ્ટેશનથી આવી રહેલા વીડિયો હૃદયને હચમચાવી નાખે તેવા છે. મોદી સરકાર મૃત્યુના સત્યને છુપાવવાનો પ્રયાસ કરી રહી છે, જે અત્યંત શરમજનક અને નિંદનીય છે.”
नई दिल्ली रेलवे स्टेशन पर भगदड़ से कई लोगों की मृत्यु हो जाने का समाचार अत्यंत पीड़ादायक है। स्टेशन से आ रहे वीडियो बेहद हृदयविदारक है।
— Mallikarjun Kharge (@kharge) February 15, 2025
नई दिल्ली रेलवे स्टेशन पर हुई मौतों के मामले में नरेंद्र मोदी सरकार द्वारा सच्चाई छिपाने की कोशिश बेहद शर्मनाक व निंदनीय है।
हमारी मांग है…
તેઓએ સરકારને તાત્કાલિક મૃતકો અને ઘાયલોની સંખ્યા જાહેર કરવા, ગુમ થયેલા લોકોની ઓળખ સુનિશ્ચિત કરવા અને પીડિતોના પરિવારોને સહાય આપવાની માંગ કરી છે.
કેવી રીતે થઈ નવી દિલ્હી રેલ્વે સ્ટેશન (New Delhi Railway Station) નાસભાગ?
આ નાસભાગ નવી દિલ્હી રેલ્વે સ્ટેશન પર શનિવાર, 15 ફેબ્રુઆરી 2025 ના રોજ મોડી રાત્રે બની હતી. પ્રયાગરાજ જતી સ્પેશિયલ ટ્રેન પકડવા માટે પ્લેટફોર્મ પર હજારો મુસાફરો હાજર હતા. અચાનક ભીડ બેકાબૂ બની ગઈ, જેના કારણે નાસભાગ મચી ગઈ. ઘણા મુસાફરો કચડાઈ ગયા અને ઘાયલ થયા અને 18 લોકોના મોત થયા. ઘણા મુસાફરોને ટ્રેન પકડ્યા વિના જ પરત ફરવું પડ્યું હતું.
[…] અને રાજ્યસભામાં વિપક્ષના નેતા મલ્લિકાર્જુન ખડગેએ ગુરુવારે ગૃહમાં સરકાર પાસે […]