કર્ણાટકના સર્વેક્ષણના (Karnataka Survey) અહેવાલ મુજબ, 1984 થી 2015 દરમિયાન રાજ્યમાં મુસ્લિમોની વસ્તીમાં ભારે વધારો થયો હતો, જે 94 ટકા સુધી જોવા મળ્યો હતો.
કર્ણાટકમાં કરવામાં આવેલા જાતિગત વસ્તી ગણતરી સર્વેક્ષણ અનુસાર મુસ્લિમ વસ્તીમાં 90 ટકાથી વધુનો વધારો થયો છે જ્યારે લિંગાયત વસ્તીમાં એક ટકાનો વધારો જોવા મળ્યો છે. કર્ણાટક સર્વેક્ષણના ((Karnataka Survey)) આંકડા અનુસાર મુસ્લિમ અને અનુસૂચિત જાતિની વસ્તીમાં નોંધપાત્ર વધારો થયો છે, જ્યારે વીરશૈવ-લિંગાયત સમુદાયમાં નજીવો વધારો જોવા મળ્યો છે.
ડેક્કન હેરાલ્ડના અહેવાલ મુજબ, 1984માં, વીરશૈવ-લિંગાયત સમુદાય રાજ્યની વસ્તીના લગભગ 17 ટકા હિસ્સો ધરાવતો હતો. આ સમુદાય નવા સામાજિક અને શૈક્ષણિક સર્વે (Karnataka Survey) (જેને જાતિ વસ્તી ગણતરી તરીકે પણ ઓળખવામાં આવે છે) અનુસાર, 2015 સુધીમાં આ સમુદાય ઘટીને 11 ટકા થઈ ગયો હતો. આ કર્ણાટક જાતિગત સર્વેના (Karnataka Survey) પરિણામોએ આ સમુદાયના અગ્રણી નેતાઓના કપાળ પર ચિંતાની રેખાઓ ઉભી કરી છે.

કર્ણાટક જાતિગત સર્વેમાં (Karnataka Survey) શું સામે આવ્યું?
1984માં કરાયેલા વેંકટસ્વામી કમિશનના સર્વેમાં (Karnataka Survey) લિંગાયત સમુદાયની વસ્તી 61 લાખ 14 હજાર 466 હતી અને રાજ્યમાં તેમની ટકાવારી 16.92 હતી. જ્યારે, 2015 માં કરવામાં આવેલા સર્વેક્ષણમાં, આ વસ્તી 66 લાખ 35 હજાર 233 પર પહોંચી હતી અને રાજ્યમાં તેમની ટકાવારી 11.09 ટકા થઈ ગઈ હતી. આ રીતે આ સમુદાયની વસ્તીમાં 8.50 ટકાનો વધારો થયો.
1984 માં અનુસૂચિત જાતિ સમુદાયની વસ્તી 57 લાખ 31 હજાર 27 હતી અને રાજ્યમાં તેમની ટકાવારી 15.86 હતી, જે 2015 માં વધીને 1 કરોડ 9 લાખ 29 હજાર 347 થઈ ગઈ અને રાજ્યમાં ટકાવારી 18.27 થઈ ગઈ. તેમની વસ્તીમાં 90 ટકા સુધીનો વધારો જોવા મળ્યો.
1984માં વોક્કાલિગા સમુદાયની વસ્તી 42 લાખ 19 હજાર 520 હતી અને તેમની ટકાવારી 11.68 હતી. 2015માં આ વસ્તીની સંખ્યા 61 લાખ 68 હજાર 652 હતી અને ટકાવારી 10.31 હતી. આ સમુદાયની વસ્તીમાં 46 ટકાનો વધારો થયો જ્યારે કુલ વસ્તીમાં ટકાવારી ઘટી હોવાનું દેખાય છે.
કેટલી વધી મુસ્લિમોની વસ્તી
કર્ણાટકમાં મુસ્લિમ વસ્તી 1984માં 39 લાખ 63 હજાર 71 હતી અને ટકાવારી 10.97 હતી. ૨૦૧૫માં આ સંખ્યા વધીને 76 લાખ 99 હજાર 425 થઈ ગઈ અને મુસ્લિમોની ટકાવારી 12.8 હતી. આ રીતે, મુસ્લિમોની વસ્તીમાં 94 ટકાનો વધારો જોવા મળ્યો.
આ ઉપરાંત, કુરુબા સમુદાયની વસ્તી 1984 માં 25 લાખ 1 હજાર 465 હતી અને તેની ટકાવારી 6.92 હતી. 2015માં તે વધીને 43 લાખ 72 હજાર 847 થયું અને તેની ટકાવારી 7.3 હતી. જો આપણે આ રીતે જોઈએ તો, આ વસ્તીમાં 74 ટકાનો વધારો થયો.
1984માં કર્ણાટકમાં બ્રાહ્મણોની વસ્તી 13 લાખ 77 હજાર 550 હતી અને તેની ટકાવારી 3.81 ટકા હતી. 2015માં, થોડા વધારા સાથે, તેની સંખ્યા 15 લાખ 64 હજાર 741 પર પહોંચી હતી જ્યારે કુલ વસ્તીમાં ટકાવારી ઘટીને 2.6 ટકા થઈ હતી. આમ બ્રાહ્મણ જાતિની વસ્તીમાં 13.50 ટકા વધારો થયો હતો.

1984 થી 2015 સુધીમાં કેવો અને કેટલો બદલાવ આવ્યો?
વેંકટસ્વામી કમિશને 1984માં એક સામાજિક અને શૈક્ષણિક સર્વેક્ષણ હાથ ધર્યું હતું, જેમાં રાજ્યની 3.61 કરોડ વસ્તીના 91% લોકોને આવરી લેવામાં આવ્યા હતા. આ સામાજિક અને શૈક્ષણિક સર્વેક્ષણમાં વીરશૈવ-લિંગાયતો પ્રથમ સ્થાને અને ત્યારબાદ અનુસૂચિત જાતિ અને વોક્કાલિગાઓ હતા.
મુસ્લિમો ચોથા સ્થાને અને ત્યારબાદ કુરુબા તથા બ્રાહ્મણો છેલ્લા સ્થાને હતા. 2015ના સર્વેક્ષણમાં, અનુસૂચિત જાતિઓ સૌથી મોટો સમૂહ હતો, ત્યારબાદ મુસ્લિમો હતા. વીરશૈવ-લિંગાયત ત્રીજા ક્રમે, ત્યારબાદ અનુક્રમે વોક્કાલિગા, કુરુબા અને બ્રાહ્મણ હતા.
જોવાનું એ છે 2015ના કર્ણાટક સર્વેનું શું થશે, કારણ કે લિંગાયત અને વોક્કાલિગા નેતાઓ તો તેની વિરુદ્ધમાં છે જ કોંગ્રેસની અંદર પણ તેની વિરુદ્ધ ઉભી તિરાડ પડી ગઈ છે.
[…] કર્ણાટકમાં ભાજપ આઈટી સેલના (BJP IT Cell) વડા અમિત માલવિયા અને પત્રકાર અર્નબ ગોસ્વામી વિરુદ્ધ એફઆઈઆર નોંધવામાં આવી છે. ફરિયાદીએ બંને પર ગુનાહિત ઝુંબેશ ચલાવવાનો આરોપ લગાવાયો છે. ફરિયાદમાં કહેવામાં આવ્યું છે કે બંનેએ તુર્કીયેના ઈસ્તંબુલ કોંગ્રેસ સેન્ટરને કોંગ્રેસનું કાર્યાલય ગણાવીને દુર્ભાવનાપૂર્ણ અને ખોટા દાવા કર્યા હતા. […]
[…] નામથી વાંધો હોય તેમ કોંગ્રેસની (Congress) કર્ણાટક સરકારે એક મોટો નિર્ણય લેતા રામનગર […]
[…] મીડિયા પ્લેટફોર્મ X પર લખ્યું, “કર્ણાટકના કારવાર જિલ્લાના હેજડે ગામમાં એક […]
[…] કર્ણાટક (Karnataka) સરકાર કરદાતાઓના પૈસાથી કૂતરાઓને (Dogs) ચિકન-બિરીયાની (Chicken-Biryani) ખવડાવવાની એક ઝુંબેશ શરૂ કરવા જઈ રહી છે. બૃહદ બેંગલુરુ મહાનગર પાલિકા (BBMP) લગભગ 2.9 કરોડ રૂપિયાની આ ગજબ ગણાતી પહેલ શરૂ કરવા જઈ રહી છે. રખડતા કૂતરાઓ (Stray Dogs) માટે દૈનિક ખોરાક યોજના બૃહદ બેંગલુરુ મહાનગર પાલિકા (BBMP) દ્વારા શરૂ કરવામાં આવશે. બૃહદ બેંગલુરુ મહાનગર પાલિકા (BBMP)નો ઉદ્દેશ્ય કૂતરાઓના (Dogs) આક્રમક વર્તનને નિયંત્રિત કરવાનો અને જાહેર સલામતીને મજબૂત બનાવવાનો છે. આ પહેલ શહેરના આઠ વિસ્તારોમાં 5,000 રખડતા કૂતરાઓને (Dogs) ખોરાક આપીને શરૂ કરવામાં આવશે. મ્યુનિસિપલ કોર્પોરેશને જણાવ્યું હતું કે એક કૂતરાને દરરોજ 367 ગ્રામ ખોરાક પૂરો પાડવામાં આવશે. […]