વકફ સુધારા બિલ (Waqf Amendment Bill) સામે મુસ્લિમ સંગઠન જમાત-એ-ઈસ્લામી હિંદે પોતાનો વિરોધ વધુ તેજ કર્યો છે. જમાત-એ-ઈસ્લામી હિંદે શુક્રવારે (7 ફેબ્રુઆરી, 2025) એક પ્રેસ કોન્ફરન્સમાં આ બિલને બંધારણની ભાવના વિરુદ્ધ ગણાવ્યું હતું. જમાત-એ-ઈસ્લામી હિંદના ઉપાધ્યક્ષ સલીમ એન્જિનિયરે કહ્યું કે દેશના મુસ્લિમોનું માનવું છે કે આ વકફ સુધારા બિલ (Waqf Amendment Bill) વકફ બોર્ડ અને તેની મિલકતોને નબળી પાડવાનો પ્રયાસ છે.
સલીમ એન્જિનિયરે કહ્યું કે જો આ વકફ સુધારા બિલ (Waqf Amendment Bill) તેના વર્તમાન સ્વરૂપમાં પસાર થશે તો તે બંધારણની મૂળ ભાવનાની વિરુદ્ધ હશે. તેમણે કહ્યું કે આ બિલ ધાર્મિક સ્વતંત્રતાનું ઉલ્લંઘન કરે છે, જે બંધારણ દ્વારા આપવામાં આવેલા મૂળભૂત અધિકારોની વિરુદ્ધ છે.

રાજ્ય સરકારો લગાવ્યો વક્ફ મિલકતો કબજે કરવાનો આરોપ
જમાત-એ-ઈસ્લામીએ આરોપ લગાવ્યો છે કે રાજ્ય સરકારો વકફ પ્રોપર્ટી પર કબજો કરી રહી છે. જમાત-એ-ઈસ્લામી હિંદે સરકારને અપીલ કરી છે કે તે આ વકફ સુધારા બિલ (Waqf Amendment Bill) ને લાગુ કરવાનો પ્રયાસ ન કરે અને તેને તાત્કાલિક પાછું ખેંચે. એબીપી ન્યૂઝ સાથે વાત કરતી વખતે સલીમ એન્જિનિયરે કહ્યું કે સરકારે ખેડૂતોના સુધારા બિલ વખતે પણ આ જ ભૂલ કરી હતી. ખેડૂતોને વિશ્વાસમાં લેવામાં આવ્યા ન હતા અને ખેડૂતોએ દેશભરમાં વિરોધ કરતા આખરે સરકારે બિલ પાછું ખેંચવું પડ્યું હતું.
સલીમ એન્જિનિયરે કહ્યું કે વકફ બિલ (Waqf Amendment Bill) નો મુદ્દો વધુ ગંભીર છે કારણ કે તેમાં ધાર્મિક પાસું પણ સામેલ છે. જો સરકાર મુસ્લિમોને વિશ્વાસમાં લીધા વિના આ બિલ પસાર કરે છે તો તે બંધારણની વિરુદ્ધ હશે અને દેશ માટે ઉચિત નહી હોય.
'देश के लिए ठीक नहीं होगा', जमात-ए-इस्लामी हिंद ने वक्फ संशोधन बिल पर मोदी सरकार को दी वॉर्निंग#Protest #Constitution #JamaatEIslami #WaqfBill @ahmadbelalji https://t.co/4MiYY789lG
— ABP News (@ABPNews) February 7, 2025
વકફ બિલ પર વિવાદ
વકફ બોર્ડમાં સુધારાના સરકારના દાવાને નકારી કાઢતા સલીમ એન્જિનિયરે કહ્યું કે અગાઉ તેમણે નાગરિકતા અધિનિયમ (CAA)નો વિરોધ પણ કર્યો હતો કારણ કે તે બંધારણની પણ વિરુદ્ધ હતો. તેવી જ રીતે, જો વકફ સુધારા બિલ પણ પસાર થશે, તો સંગઠન કાયદાકીય દાયરામાં રહીને સંભવિત દરેક પ્રકારે વિરોધ કરશે અને યોગ્ય પગલાં લેશે.

કેટલી મિલકત છે વક્ફ બોર્ડ પાસે?
વકફ એસેટ મેનેજમેન્ટ સિસ્ટમ ઓફ ઇન્ડિયા (WAMSI) ના આંકડા દર્શાવે છે કે દેશમાં વક્ફ પાસે 8 લાખ એકરથી વધુની મિલકત છે. જેમાં સૌથી વધુ મિલકત ધરાવતુ રાજ્ય યુપી છે. બાદમાં પશ્ચિમ બંગાળ બીજા નંબરે અને ત્રીજા સ્થાને પંજાબ છે. ગુજરાત રાજ્ય વક્ફ બોર્ડ 39940 મિલકતો છે. વકફ એસેટ મેનેજમેન્ટ સિસ્ટમ ઓફ ઇન્ડિયા (WAMSI)ના આંકડા જણાવે છે કે ભારતમાં વક્ફ બોર્ડ પાસે 8 લાખ 72 હજાર 321 સ્થાવર અને 16 હજાર 713 જંગમ મિલકતો છે.
આઝાદીના સાત વર્ષ બાદ 1954માં દેશના વડાપ્રધાન જવાહર લાલ નેહરુના સમયમાં પ્રથમ વાર વકફ એક્ટ પસાર કરવામાં આવ્યો હતો બાદમાં તેને રદ કરીને 1955માં નવો વકફ એક્ટ લાવવામાં આવ્યો જેમાં વકફ બોર્ડને સત્તા આપવામાં આવી. 1964માં 9 વર્ષ પછી સેન્ટ્રલ વક્ફ કાઉન્સિલની રચના કરવામાં આવી, જે લઘુમતી બાબતોના મંત્રાલય હેઠળ હતી. તેઓનું કામ વક્ફ બોર્ડ સાથે સંબંધિત કામ અંગે કેન્દ્રને સલાહ આપવાનું છે. વકફ કાઉન્સિલની રચનાના લગભગ 30 વર્ષ પછી, વર્ષ 1995માં પીવી નરસિમ્હા રાવ સરકારે પ્રથમ વખત વકફ કાયદામાં ફેરફાર કર્યા. તે સુધારા પછી વક્ફ બોર્ડને જમીન સંપાદન કરવાના અમર્યાદિત અધિકારો આપવામાં આવ્યા.