Pakistan
Spread the love

પહેલગામ આતંકવાદી હુમલા (Pahalgam Terrorist Attack) બાદ ભારતની સંભવિત કાર્યવાહીના ડરથી, પાકિસ્તાને (Pakistan) પોતાના અવૈદ્ય કબજા હેઠળના કાશ્મીરમાં (POK) નિયંત્રણ રેખા (LoC) પર હાઈએલર્ટ જાહેર કર્યું છે. આ દરમિયાન, બંને દેશોની સૈન્ય તાકાત પર ચર્ચા શરૂ થઈ ગઈ છે.

દેવલિપિ ન્યુઝની વોટ્સએપ ચેનલ ફોલો કરો

વિશ્વભરની સેનાઓની શક્તિનું મૂલ્યાંકન કરતી સંસ્થા ગ્લોબલ ફાયરપાવરે 2025 માટે રેન્કિંગ જાહેર કર્યું હતું. આ રેન્કિંગમાં ભારત વિશ્વની ચોથી સૌથી શક્તિશાળી સેના છે. જ્યારે પાકિસ્તાન (Pakistan) ત્રણ સ્થાન નીચે સરકીને 12મા સ્થાને પહોંચી ગયું છે.

ભારત-પાકિસ્તાન (Pakistan) વચ્ચે યુદ્ધની સંભાવના

જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાએ (Pahalgam Terrorist Attack) ફરી એકવાર ભારત અને પાકિસ્તાન (Pakistan) વચ્ચે લશ્કરી તાકાતની તુલના ચર્ચામાં લાવી દીધી છે. મંગળવાર, 22 એપ્રિલના રોજ, જમ્મુ અને કાશ્મીરના પહેલગામના બૈસરન વિસ્તારમાં થયેલા આતંકવાદી હુમલામાં (Pahalgam Terrorist Attack) 26 લોકોની હત્યા કરવામાં આવી હતી અને અનેક ઈજાગ્રસ્ત થયા હતા. આ આતંકી હુમલામાં હુમલાખોરોએ સામાન્ય પ્રવાસીઓને નિશાન બનાવ્યા હતા, જેના કારણે દેશભરમાં આક્રોશ ફેલાયો છે. પાકિસ્તાન (Pakistan) સમર્થિત આતંકવાદી સંગઠન ‘ધ રેઝિસ્ટન્સ ફ્રન્ટ’ (TRF) એ આ હુમલાની જવાબદારી સ્વીકારી છે.

જોકે પાકિસ્તાને (Pakistan) આ હુમલામાં કોઈપણ સંડોવણીને નકારી દીધી છે, પરંતુ ભારતમાં સોશિયલ મીડિયા પર પાકિસ્તાન વાયુસેનાની શંકાસ્પદ પ્રવૃત્તિઓ અંગે અનેક પ્રકારના દાવા કરવામાં આવી રહ્યા છે. જોકે પાકિસ્તાને (Pakistan) આ હુમલામાં કોઈપણ સંડોવણીનો ઇનકાર કર્યો છે, પરંતુ ભારતે સોશિયલ મીડિયા પર આ હુમલાની ટીકા કરી છે. પાકિસ્તાન (Pakistan) વાયુસેનાની શંકાસ્પદ પ્રવૃત્તિઓ અંગે ઘણા દાવા કરવામાં આવી રહ્યા છે.

પાકિસ્તાને તેના કબજા હેઠળના વિસ્તારમાં નિયંત્રણ રેખા (LoC) પર હાઇ એલર્ટ જાહેર કર્યું છે. ભારતીય ગુપ્તચર સૂત્રોના જણાવ્યા અનુસાર, ભારત તરફથી કોઈપણ સંભવિત બદલાની કાર્યવાહીના ડરથી આ પગલું લેવામાં આવ્યું છે. આ બધા વચ્ચે, ફરી એકવાર એક મહત્વપૂર્ણ પ્રશ્ન ઉભો થયો છે કે, પાકિસ્તાનની લશ્કરી શક્તિ કેટલી છે અને તે ભારત સામે ટકી શકે છે?

ગ્લોબલ ફાયરપાવર ઈન્ડેક્સમાં નીચે સરક્યું પાકિસ્તાન

ગ્લોબલ ફાયરપાવર ઈન્ડેક્સ 2025 મુજબ, પાકિસ્તાનની (Pakistan) લશ્કરી તાકાતમાં સતત ઘટાડો થયો છે. 2023માં પાકિસ્તાન 7મા ક્રમે હતું. જે 2024માં 9મા સ્થાને સરકી ગયું હતું. હવે 2025 માં તે ટોચના 10 દેશોની યાદીમાંથી બહાર નીકળી ગયું છે અને 12મા સ્થાને પહોંચી ગયું છે. જ્યારે ભારત વિશ્વની ચોથી સૌથી શક્તિશાળી સેના છે.

દેવલિપિ ન્યુઝની વોટ્સએપ ચેનલ ફોલો કરો

2025-26માં ભારતનું સંરક્ષણ બજેટ ₹ 6.8 લાખ કરોડ (લગભગ $79 બિલિયન) સુધી પહોંચી ગયું છે, જે ગયા વર્ષ કરતાં 9.5% વધુ છે. પાકિસ્તાનનું (Pakistan) બજેટ 2,281 અબજ રૂપિયા છે, જેમાં આ વર્ષે 159 અબજ રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે.

સૈન્ય શક્તિ: સંખ્યાત્મક સરખામણી

સૈનિકોની સંખ્યાની દ્રષ્ટિએ ભારત 14.55 લાખ સક્રિય સૈનિકોની દ્રષ્ટિએ સમગ્ર વિશ્વમાં બીજા સ્થાને છે. જ્યારે રિઝર્વ ફોર્સ લગભગ 11.55 લાખ છે. જ્યારે પાકિસ્તાન (Pakistan) પાસે ફક્ત 6.54 સક્રિય સૈનિકો અને ફક્ત 5.5 લાખ રિઝર્વ ફોર્સ છે. ભારત પાસે લગભગ અર્ધલશ્કરી દળોની સંખ્યા 25.27 લાખ છે જ્યારે પાકિસ્તાન પાસે ફક્ત 5 લાખ અર્ધલશ્કરી દળો છે. ભારત પાસે ફક્ત વધુ સૈનિકો જ નથી, સૈનિકોની તાલીમ અને ટેકનોલોજીમાં પણ પાકિસ્તાન કરતા અદ્યતન છે.

ભારતની શક્તિ જમીનથી શરૂ

ભારત પાસે કુલ 4201 ટેન્ક છે. અર્જુન ટેન્ક, ટી-90 ભીષ્મ જેવી ખતરનાક ટેન્કો પાકિસ્તાન સામે ભારતને અજેય બનાવવાની શક્તિ ધરાવે છે. અર્જુન ટેન્ક ભારતમાં બનાવવામાં આવી છે, જ્યારે T-90 ભીષ્મ રશિયાની છે, જેને બાદમાં ભારત દ્વારા અપગ્રેડ કરવામાં આવી છે. પાકિસ્તાન (Pakistan) પાસે લગભગ 2,627 ટેન્ક છે જેમાં અલ-ખાલિદ, T-80UD અને અલ-ઝરારનો સમાવેશ થાય છે. ભારતીય સેના પાસે પિનાકા રોકેટ સિસ્ટમ, બ્રહ્મોસ મિસાઇલ, બોફોર્સ અને હોવિત્ઝર તોપો છે. આ શસ્ત્રો દુશ્મનને સરળતાથી ધૂળ ચાટતા કરી શકે છે.

પાકિસ્તાનની (Pakistan) સેનામાં 6.54 લાખ સક્રિય સૈનિકો અને લગભગ 3742 ટેન્ક, 50523 બખ્તરબંધ વાહનો અને 752 સ્વ-સંચાલિત આર્ટિલરી યુનિટ છે. આ ઉપરાંત 692 રોકેટ લોન્ચર પણ છે. પાકિસ્તાન (Pakistan) પાસે ભારતની સંખ્યા કરતા લગભગ અડધી 2627 ટેન્ક છે.

વાયુસેના: આકાશમાં ભારતનું વર્ચસ્વ

ભારતીય વાયુસેના પાસે કુલ 2229 વિમાન છે, જેમાં 600 ફાઈટર વિમાન, 831 સપોર્ટ એરક્રાફ્ટ, 899 હેલિકોપ્ટર અને 50+ યુએવીનો સમાવેશ થાય છે. ભારત પાસે રાફેલ ફાઇટર જેટ, સુખોઈ Su-30MKI, મિરાજ-2000, મિગ-29 ફાઈટર જેટ જેવા સૌથી આધુનિક ફાઈટર પ્લેન છે. આ ઉપરાંત ભારતીય વાયુસેના બ્રહ્મોસ, અસ્ત્ર, રુદ્રમ અને આકાશ જેવી મિસાઈલ સિસ્ટમથી સજ્જ છે.

પાકિસ્તાન પાસે 1399 વિમાન છે, જેમાંથી 328 ફાઇટર જેટ, 64 ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટ, 656 ટ્રેનર એરક્રાફ્ટ અને 373 હેલિકોપ્ટર, 57 એટેક હેલિકોપ્ટર અને 4 એરબોર્ન ટેન્કર પણ છે. ભારતીય વાયુસેના માત્ર સંખ્યામાં જ નહીં પરંતુ લડાયક ક્ષમતા અને રેન્જમાં પણ ઘણી આગળ છે.

નૌકાદળ: ભારતની દરિયાઈ સરહદોનું સંરક્ષણ

ભારતીય નૌકાદળ ઝડપથી પોતાની શક્તિ વધારી રહ્યું છે, આધુનિક ટેકનોલોજીથી ભારતીય નૌકાદળને સજ્જ કરવામાં આવી રહ્યો છે. બીબીસીના અહેવાલ મુજબ, ભારત પાસે 150 યુદ્ધ જહાજો છે. તેમાં INS વિક્રાંત અને INS વિક્રમાદિત્ય જેવા વિમાનવાહક જહાજો અને પરમાણુ સબમરીનનો પણ સમાવેશ થાય છે, જેમાં ધનુષ અને K-15 જેવી મિસાઈલોનો ઉપયોગ કરી શકાય છે.

દેવલિપિ ન્યુઝની વોટ્સએપ ચેનલ ફોલો કરો

ભારતીય નૌકાદળમાં કુલ 1,42,252 સક્રિય સૈનિકો છે. પાકિસ્તાન નૌકાદળ પાસે 114 જહાજો, 8 સબમરીન અને 9 ફ્રિગેટ યુદ્ધ જહાજો છે. તાજેતરના વર્ષોમાં પાકિસ્તાને તેની નૌકાદળ શક્તિમાં વધારો કર્યો હોવા છતાં, ભારતનું નૌકાદળ રેન્જ, નેટવર્કિંગ અને પરમાણુ ક્ષમતામાં અનેકગણુ આગળ છે.

સંરક્ષણ ઉત્પાદન પર ખર્ચ

જ્યારે લશ્કરી ક્ષમતા, તકનીકી શ્રેષ્ઠતા અને વ્યૂહાત્મક તૈયારીની વાત આવે છે, ત્યારે ભારત પાકિસ્તાન કરતા ઘણું આગળ છે. ભારતનું લશ્કરી માળખું ન માત્ર વિશાળ છે સાથે સાથે સતત આત્મનિર્ભરતા અને હાઈટેક અપગ્રેડ તરફ પણ આગળ વધી રહ્યું છે. ભારતના અર્ધલશ્કરી દળો, સેટેલાઈટ નેટવર્ક, ડ્રોન ટેકનોલોજી અને મલ્ટી-ડોમેન યુદ્ધ વ્યૂહરચના વૈશ્વિક લશ્કરી નકશામાં મોખરાના સ્થાન ઉપર બિરાજે છે, જ્યારે પાકિસ્તાન તેના મર્યાદિત સંસાધનો અને સહાય-આધારિત લશ્કરી નીતિને કારણે ધીમે ધીમે પાછળ રહી રહ્યું છે. ભારત સંરક્ષણ ઉત્પાદન, સાયબર યુદ્ધ અને અવકાશ-આધારિત લશ્કરી પ્રણાલીઓમાં સતત રોકાણ કરી રહ્યું છે. સ્વયંને અપગ્રેડ અને અદ્યતન બનાવી રહ્યું છે.

દેવલિપિ ન્યુઝની વોટ્સએપ ચેનલ ફોલો કરો


Spread the love
Avatar photo

By Editorial Team

Devlipi News is a independent news network with a mission to bring the news, views, facts and figures of the day.

3 thoughts on “ભારત અને પાકિસ્તાન (Pakistan)વચ્ચે સંઘર્ષની સંભાવના… કોની પાસે કેટલી લશ્કરી શક્તિ, કોણ કેટલું ચઢિયાતુ?”
  1. […] નિર્મમ હત્યાનો પ્રતિકાર કરતા સરકારે પાકિસ્તાન વિરુદ્ધ અનેક મહત્વપૂર્ણ નિર્ણયો […]

  2. […] મોબાઈલ તપાસતા વ્હોટ્સએપમાંથી પાકિસ્તાન અને અફઘાનિસ્તાનનાં સાત જેટલાં ગ્રુપ […]

  3. […] આપી? આ ઉપરાંત, તેમણે એ પણ પૂછ્યું છે કે પાકિસ્તાન સાથેના સંઘર્ષમાં ભારતીય વાયુસેનાએ […]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *