Falcon Ponzi Scam
Spread the love

રૂ. 850 કરોડના ફાલ્કન ઇનવોઇસ ડિસ્કાઉન્ટિંગ પ્લેટફોર્મ (FID) કે ફાલ્કન પોન્ઝી કૌભાંડ (Falcon Ponzi Scam) માં સાયબરાબાદ પોલીસ, હૈદરાબાદની આર્થિક અપરાધ શાખા (EOW) એ શનિવારે (15 ફેબ્રુઆરી, 2025) બે મુખ્ય વ્યક્તિઓની ધરપકડ કરી હતી.

ધરપકડ કરાયેલા આરોપીઓમાં કેપિટલ પ્રોટેક્શન ફોર્સ પ્રાઈવેટ લિમિટેડના વાઈસ પ્રેસિડેન્ટ પવન કુમાર ઓડેલા અને ફાલ્કન ઈન્વોઈસ ડિસ્કાઉન્ટિંગ પ્લેટફોર્મના બિઝનેસ હેડ અને કેપિટલ પ્રોટેક્શન ફોર્સ પ્રાઈવેટ લિમિટેડ અને ફાલ્કન કેપિટલ વેન્ચર્સ પ્રાઈવેટ લિમિટેડના ડિરેક્ટર કાવ્યા નલ્લુરીનો સમાવેશ થાય છે.

ફાલ્કન પોન્ઝી કૌભાંડ (Falcon Ponzi Scam) નો પર્દાફાશ

મુખ્ય આરોપી અમરદીપ કુમાર (મેનેજિંગ ડિરેક્ટર, ફાલ્કન કેપિટલ વેન્ચર્સ પ્રાઇવેટ લિમિટેડ), આર્યન સિંઘ (ચીફ ઓપરેટિંગ ઓફિસર) અને યોગેન્દ્ર સિંહ (મુખ્ય કાર્યકારી અધિકારી) એ રોકાણકારોને પ્રતિષ્ઠિત કંપનીઓના અવેતન ઇનવોઇસ પર 11% થી 22% સુધીના ઊંચા વળતરનું વચન આપીને લલચાવ્યા હતા.

રોકાણની રકમ ₹25,000 થી ₹9,00,000 સુધીની હતી, જેમાં પાકતી મુદત 45 થી 180 દિવસની આપવામાં આવી હતી. આ આકર્ષક ઓફરને કારણે, 6,979 રોકાણકારોએ કુલ ₹1,700 કરોડનું રોકાણ કર્યું હતું, જેમાંથી માત્ર ₹850 કરોડ જ પરત મળ્યા હતા, જ્યારે બાકીની ₹850 કરોડની રકમનું કૌભાંડ કરવામાં આવ્યું છે.

રોષે ભરાયેલા રોકાણકારોએ નોંધાવી પોલીસ ફરિયાદ

જાન્યુઆરી 2025 માં ચુકવણીમાં વિલંબ થતા અને 10 ફેબ્રુઆરીએ ઓફિસ બંધ થઈ જતા, રોષે ભરાયેલા રોકાણકારોએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી. સાયબરાબાદ પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી અને પવન કુમાર ઓડેલા અને કાવ્યા નલ્લુરીની 15 ફેબ્રુઆરીએ ધરપકડ કરી હતી જોકે ફાલ્કન પોન્ઝી કૌભાંડ (Falcon Ponzi Scam) ના મુખ્ય આરોપી અમરદીપ કુમાર અને અન્ય ફરાર આરોપીઓની શોધ ચાલુ છે.

પોલીસે સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ (SIT)ની રચના કરી છે, જે આરોપીઓને શોધીને રોકાણકારોના પૈસા વસૂલવાનો પ્રયાસ કરી રહી છે.

ફાલ્કન પોન્ઝી કૌભાંડ (Falcon Ponzi Scam) ની તપાસમાં બહાર આવ્યું છે કે રોકાણકારોના ભંડોળનો દુરુપયોગ ક્રિપ્ટોકરન્સી પ્લેટફોર્મ્સ, મલ્ટી-લેવલ માર્કેટિંગ સ્કીમ્સ, લક્ઝરી રિસોર્ટ્સ, ખાનગી ચાર્ટર સેવાઓ, રિયલ એસ્ટેટ રોકાણ, આઈટી સોફ્ટવેર ડેવલપમેન્ટ, ફાર્માસ્યુટિકલ્સ અને ડેરી પ્રોડક્ટ્સ સહિત અનેક કંપનીઓ સ્થાપવા માટે કરવામાં આવ્યો હતો.

સાયબરાબાદ પોલીસે લોકોને અપીલ કરી છે કે તેઓ ઉચ્ચ વળતરનું વચન આપતી રોકાણ યોજનાઓમાં કોઈપણ પ્રકારનું રોકાણ કરતા પહેલા તેની માન્યતા તપાસે. રોકાણકારોને સેબી અને આરબીઆઈ જેવી નિયમનકારી સંસ્થાઓ દ્વારા નાણાકીય કંપનીઓની સત્યતા ચકાસવા માટે સલાહ આપવામાં આવી છે.


Spread the love
Avatar photo

By Editorial Team

Devlipi News is a independent news network with a mission to bring the news, views, facts and figures of the day.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *