ગોંડલના (Gondal) ગણેશ જાડેજાએ આપેલા પડકારનો ઉત્તર આપતા હોય તેમ અલ્પેશ કથીરિયા આજે ગોંડલની મુલાકાતે પહોંચ્યા હતા. અલ્પેશ કથીરિયા આશાપુરા મંદિરથી દર્શન કરીને નીકળ્યા બાદ તેની કાર પર હુમલો કરવામાં આવ્યો હતો.
દેવલિપિ ન્યુઝની વોટસએપ ચેનલ ફોલો કરો
હુમલો થયા બાદ અલ્પેશ કથીરિયાએ કહ્યું કે, જ્યાં સુધી અમે ગોંડલમાં રહીશું ત્યાં સુધી વિરોધ થશે. આ જ તો મિર્ઝાપુર છે. ગોંડલમાં (Gondal) કોઈ વ્યક્તિ આવે તો તેના પર હુમલા કરવામાં આવે છે. ગોંડલમાં કાયદા-વ્યવસ્થાની પરિસ્થિતિને કેટલાક વ્યક્તિના ઈશારા ઉપર નચાવવામાં આવી રહી છે.
ગોંડલની જનતામાં ભારે આક્રોશ, પોલીસની હાજરીમાં જ કાયદો વ્યવસ્થા કથળી; ગાડીઓમાં કરી તોડફોડ#Rajkot #Gondal #patidar #kshatriya #ganeshgondal #Alpeshkathiriya #ZEE24KALAK #Viralvideo #viral #Gujarat pic.twitter.com/O3OvvGeIV4
— Zee 24 Kalak (@Zee24Kalak) April 27, 2025
દેવલિપિ ન્યુઝની વોટસએપ ચેનલ ફોલો કરો
ગોંડલમાં (Gondal) ગબ્બર નહીં ગદ્દાર લખેલા બેનર દર્શાવાયા
અલ્પેશ કથીરિયાએ ગોંડલ પહોંચ્યા બાદ આશાપુરા મંદિરે દર્શન કરીને અક્ષર ધામ મંદિર પહોંચ્યા હતા. અલ્પેશ કથીરિયાનો કાફલો અક્ષર મંદિર પહોંચ્યો ત્યારે ગોંડલમાં રહેલા ગણેશ જાડેજાના સમર્થકોએ બેનર દર્શાવીને વિરોધ કર્યો હતો. ગોંડલમાં સર્વજ્ઞાતિ એકજૂથ હોવાના બેનરો દર્શાવાયા હતા. અલ્પેશ કથીરિયાને લઈ ગબ્બર નહીં ગદ્દાર લખેલા બેનર પણ દર્શાવવામાં આવ્યા હતા.

ઉલ્લેખનીય છે કે, બે દિવસ પહેલા સુલતાનપુરમાં યોજાયેલી એક જાહેરસભામાં ગણેશ જાડેજાએ અલ્પેશ કથીરિયાને ખુલ્લો પડકાર ફેંકતા કહ્યું હતું કે, માનું ધાવણ ધાવ્યા હો તો મેદાનમાં આવી જાઓ. મારી ગાડી બે વાગે ગોંડલમાં જોવા મળશે. જો હિંમત હોય તો કાર્યકર્તાઓનો કોલર પકડીને પણ બતાવો, હું વાવાઝોડાની જેમ ન આવું તો કહેજો. 200 કિમી દૂરથી વીડિયો બનાવીને રમત ન રમશો. અલ્પેશ કથીરિયાએ ચેલેન્જ સ્વીકારી સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને લખ્યું હતું કે, ગોંડલ, સ્વાગતની કરો તૈયારી. આખા ગોંડલામાં ફરવા આવીએ છીએ.
દેવલિપિ ન્યુઝની વોટસએપ ચેનલ ફોલો કરો

અલ્પેશ કથીરિયાની મુલાકાતને લઈ ગોંડલમાં ચાંપતો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. આ દરમિયાન કેટલાક લોકો તેના સમર્થનમાં આવ્યા હતા, તો અમુક જગ્યાએ વિરોધ થયો હતો. મીડિયા સાથેની વાતચીતમાં અલ્પેશ કથીરિયાનો વિરોધ કરતાં લોકોએ જણાવ્યું હતું કે, ગોંડલમાં કોઈ જ્ઞાતિવાદ છે જ નહીં. જ્યારે પણ ગણેશ જાડેજા પાસે જઈએ ત્યારે પણ ન્યાય મળે છે. એટલું જ નહીં ગણેશ જાડેજાના સમર્થનમાં સૂત્રોચ્ચાર અને પોસ્ટરો સાથે પ્રદર્શનકારીઓએ હાઈવે પર ઠેરઠેર વિરોધ કર્યો હતો. જેના કારણે થોડા સમય માટે ટ્રાફિકને અસર પહોંચી હતી. ઉલ્લેખનીય છે કે બન્ને નેતાઓ ગુજરાત ભાજપના જ છે.
Alpesh Kathiriya First Reaction In Gondal | ગોંડલમાં પગ મુકતા જ અલ્પેશે શું કર્યો હુંકાર?#AlpeshKathiriya #GaneshsinhJadeja #GondalControversy #gondalpolitics pic.twitter.com/X44tODc3LK
— ABP Asmita (@abpasmitatv) April 27, 2025
દેવલિપિ ન્યુઝની વોટસએપ ચેનલ ફોલો કરો
ગોંડલમાં સ્થિતિ કંઈક અલગ જોવા મળી, ગોંડલના સમર્થકો પણ રોડ પર ઉતરીને વિરોધ કરી રહ્યાં હતા, ગણેશના ગુંડાઓએ કારના કાફલા પર લાકડીઓ વરસાવી તેવો આક્ષેપ કરવામાં આવ્યો, પથ્થરથી હુમલો કરતા 7થી વધુ ગાડીઓના કાર તૂટ્યા છે,ગોંડલમાં પાટીદાર યુવાનોનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું છે.સ્વતંત્રતા સેનાનીઓની પ્રતિમાને ફૂલહાર કર્યા છે અને સરદાર વલ્લભભાઇ પટેલની પ્રતિમાને ફૂલહાર પાટીદાર સમાજ દ્વારા કરવામાં આવ્યો છે.