Delhi Election Result
Spread the love

Delhi Election Result: દિલ્હી વિધાનસભા ચૂંટણીની મતગણતરી સવારે 8 વાગ્યાથી શરૂ થઈ ગઈ છે. આમ આદમી પાર્ટીના નેતાઓના હૃદયના ધબકારા વધી ગયા છે. શું પરિણામ એક્ઝિટ પોલ જેવા આવશે? કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી અલગ-અલગ ચૂંટણી લડ્યા હોવા છતાં દિલ્હી ચુંટણીના રિઝલ્ટ (Delhi Election Result) આવવાના થોડા કલાકો પહેલા કોંગ્રેસના વરિષ્ઠ નેતા સંદીપ દીક્ષિતે આપેલા સંકેત અનુસાર બંને પક્ષોની અંદર સંભવિત ગઠબંધનની સ્ક્રિપ્ટ પણ લખવામાં આવી રહી હોવાના અણસાર આવી રહ્યા છે.

સંદીપ દિક્ષિતે આપ્યા સંકેત

નવી દિલ્હી બેઠક ઉપર અરવિંદ કેજરીવાલ સામેના કોંગ્રેસના ઉમેદવાર દીક્ષિતે સવારે બધાને શુભેચ્છા પાઠવી હતી. જ્યારે કોંગ્રેસ નેતાને પૂછવામાં આવ્યું કે શું કોંગ્રેસ આમ આદમી પાર્ટીની ઓફર પર ગઠબંધન કરશે તો તેમણે સ્પષ્ટ કહ્યું કે પહેલા પરિણામ આવવા દો, આગળનો નિર્ણય હાઈકમાન્ડ દ્વારા લેવામાં આવશે. કોંગ્રેસ માટે શું આશા છે? એક્ઝિટ પોલમાં કોંગ્રેસ નબળી દેખાઈ હતી અને જો ગઠબંધનમાં સરકાર બનાવવા માટે કોઈ વિચાર છે… પ્રશ્ન સાંભળ્યા પછી, સંદીપ દીક્ષિતે મીડિયાને કહ્યું કે આ અંગેનો નિર્ણય હાઈકમાન્ડ દ્વારા લેવામાં આવશે. જોઈએ કે મત ગણતરીમાં કોણ જીતે છે.

કોંગ્રેસ ગઠબંધન માટે તૈયાર?

દિલ્હી વિધાનસભા ચુંટણીના રિઝલ્ટ (Delhi Election Result) આવ્યા બાદ પોસ્ટ પોલ એલાયન્સ પર કોંગ્રેસના નેતા સંદીપ દીક્ષિતે કહ્યું, ‘મને ખબર નથી કે ગઠબંધન થાય કે નહીં. પરંતુ જો આવી શક્યતા ઊભી થાય તો આનો નિર્ણય અમારા દ્વારા નહીં હાઈકમાન્ડ દ્વારા લેવામાં આવશે. આમ આદમી પાર્ટી અને ભાજપ બંનેએ 50 સીટો જીતવાનો દાવો કર્યો છે પરંતુ કોંગ્રેસ માટે કોઈ આશા નથી.

એક્ઝિટ પોલમાં પણ તેને માત્ર 0-2 બેઠકો જ દર્શાવવામાં આવી છે. આવી સ્થિતિમાં ગઠબંધનની સ્ક્રિપ્ટ લખાવા લાગી હોય તો નવાઈ નહીં હોય, આમ પણ, આમ આદમી પાર્ટીને રાષ્ટ્રીય સ્તરે કોંગ્રેસના નેતૃત્વમાં રચાયેલા INDI ગઠબંધનમાં સામેલ છે ત્યારે જો દિલ્હી વિધાનસભા ચુંટણીના રિઝલ્ટ (Delhi Election Result) માં ભાજપને ઓછી બેઠકો મળે તો રાહુલ ગાંધી અને અરવિંદ કેજરીવાલ ફરી એકવાર હાથ મિલાવી શકે છે.

નિરાશા અલકા લાંબાના ચહેરા ઉપર દેખાઈ

કાલકાજી વિધાનસભા મતવિસ્તારની જ્યારે મતગણતરી શરૂ થઈ ત્યારે કોંગ્રેસના ઉમેદવાર અલકા લાંબા હતાશ દેખાઈ રહ્યા હતા. તેમણે કહ્યું, ‘…અમે લોકો વચ્ચે રહીને અને જાહેર મુદ્દાઓ પર ચૂંટણી લડ્યા છીએ. હવે દિલ્હી જે પણ નિર્ણય લેશે તે અમે સ્વીકારીશું પરંતુ જ્યાં સુધી લોકોની સમસ્યાઓનું નિરાકરણ નહીં આવે, સમસ્યાઓનો ઉકેલ નહીં આવે ત્યાં સુધી કોંગ્રેસ દિલ્હી અને દિલ્હીના લોકોનો સાથ છોડશે નહીં આ લડત ચાલુ રહેશે.

આ લખાય છે ત્યાં સુધી દિલ્હી વિધાનસભા ચુંટણીની મતગણતરી ચાલુ છે અને સાંજ સુધી દિલ્હીના રિઝલ્ટ દિલ્હી વિધાનસભા ચુંટણીના રિઝલ્ટ (Delhi Election Result) આવી જવાની સંભાવના છે.


Spread the love
Avatar photo

By Editorial Team

Devlipi News is a independent news network with a mission to bring the news, views, facts and figures of the day.

One thought on “Delhi Election Result: કોંગ્રેસને ચમત્કારની અપેક્ષા નથી! શું દિલ્હીની મતગણતરી વચ્ચે કોંગ્રેસનો પ્લાન-B તૈયાર?”
  1. […] આપ્યું છે. તેમણે કહ્યું કે દિલ્હી વિધાનસભા ચુંટણીના પરિણામો આવ્યા બાદ દિલ્હીમાં બીજેપીની સરકાર […]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *