દિલ્હી વિધાનસભા ચૂંટણીના પરિણામો (Delhi Election Result 2025) ના ચૂંટણી પંચ (ECI) ના ડેટા દર્શાવે છે કે, કોંગ્રેસ રાષ્ટ્રીય રાજધાનીમાં ન તો એક પણ બેઠક પર આગળ છે ન તો એક પણ બેઠક જીતી છે. દિલ્હીમાં સતત ત્રીજી વિધાનસભા ચૂંટણીના પરિણામો (Delhi Election Result 2025) આવતા કોંગ્રેસ ઝીરો સીટ ઉપર અટકી જાય એવી શક્યતા દેખાઈ રહી છે.
#LIVE | दिल्ली में बीजेपी की बंपर वापसी, नई दिल्ली सीट से हारे केजरीवाल…#ResultsOnABP #DelhiElectionResults #DelhiElection https://t.co/2YfC96TAWZ
— ABP News (@ABPNews) February 8, 2025
જોકે, દિલ્હી વિધાનસભા ચૂંટણીના પરિણામો (Delhi Election Result 2025) માં કોંગ્રેસ પાર્ટીએ દિલ્હીના 70 વિધાનસભા ક્ષેત્રોમાં સાંજે 5 વાગ્યા સુધીની ગણતરીના ડેટા દર્શાવે છે આમ આદમી પાર્ટી (AAP) ના મતોનો નોંધપાત્ર હિસ્સો પોતાના તરફ ખેંચ્યો હોવાનું જણાય છે. ચુંટણી પંચની વેબસાઈટ ઉપર દિલ્હી ચૂંટણી પરિણામો દિલ્હી વિધાનસભા ચૂંટણીના પરિણામો (Delhi Election Result 2025) ના જે આંકડા દરશાવ્યા છે તે મુજબ આમ આદમી પાર્ટીને 43.56%, ભારતીય જનતા પાર્ટી (BJP) ને 45.91% મત મળ્યા છે તેની સરખામણીમાં કોંગ્રેસને 6.37% મતો મળ્યા છે.

સતત ત્રણ ટર્મ દિલ્હી ઉપર શાસન કરનાર પાર્ટીની દુર્ગતિ
1998 અને 2013 ની વચ્ચે મુખ્યમંત્રી શીલા દીક્ષિત હેઠળ સતત ત્રણ ટર્મ દિલ્હી પર શાસન કરનાર કોંગ્રેસ પક્ષને 2020ની ચૂંટણીમાં મળેલા મત કરતાં આ વખતે નજીવા વધુ મત મળ્યા છે. ECI ડેટા અનુસાર, કોંગ્રેસ પાર્ટીને 2020ની ચૂંટણીમાં 4.3% મત મળ્યા હતા તેની સામે 2025 ની દિલ્હી વિધાનસભા ચુંટણીમાં 6.37% મતો મળ્યા છે જે લગભગ માત્ર બે ટકાનો વધારો સૂચવે છે.

કેવી રીતે બની વોટ કટવા પાર્ટી
અરવિંદ કેજરીવાલ (Arvind Kejriwal) ત્રણ વખત દિલ્હીના મુખ્યમંત્રી બન્યા. નવી દિલ્હી સીટ પરથી સતત ત્રણ વખત જીત્યા. આ વખતે દિલ્હી ચૂંટણી પરિણામો (Delhi Election Result 2025) જે આવ્યા તેમાં ભાજપના પરવેશ વર્માએ અરવિંદ કેજરીવાલ્ને 4089 મતોથી પરાજિત કર્યા. રસપ્રદ વાત એ છે કે ત્રીજા ક્રમે રહેલા પૂર્વ મુખ્યમંત્રી શીલા દીક્ષિતના પુત્ર અને કોંગ્રેસના પૂર્વ સાંસદ સંદીપ દીક્ષિતને 4568 વોટ મળ્યા.

એ જ રીતે આમ આદમી પાર્ટીમાં નંબર-2 ગણાતા અને પૂર્વ ઉપમુખ્યમંત્રી મનીષ સિસોદિયા ભાજપના તરવિન્દરસિંઘ મારવાહ સામે જંગપુરાથી 675 વોટથી હારી ગયા. આ બેઠક ઉપર ત્રીજા ક્રમે કોંગ્રેસના ફરહાદ સૂરી છે જેમને 7350 મત મળ્યા.

આમ આદમી પાર્ટીના અન્ય એક નેતા સોમનાથ ભારતીની હારમાં પણ કોંગ્રેસનો હાથ જવાબદાર હતો એવું કહી શકાય. માલવીયનગર સીટ ઉપરથી ભાજપના સતિશ ઉપાધ્યાય સામે આમ આદમી પાર્ટીના સોમનાથ ભારતી 2131 મતો પરાજિત થયા. આ સીટ ઉપર ત્રીજા નંબરે રહેલા કોંગ્રેસના જીતેન્દ્રકુમાર કોચરને 6770 મત મળ્યા.

આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય પ્રવક્તા અને EVM પર સવાલ ઉઠાવનાર સૌરભ ભારદ્વાજની હારમાં પણ કોંગ્રેસનો હાથ જવાબદાર હોય એવા સંકેત દેખાય છે. સૌરભ ભારદ્વાજ ભાજપના શીખા રોય સામે ગ્રેટર કૈલાસ સીટ ઉપરથી 3188 વોટથી હારી ગયા. તેમની હારમાં પણ એક વાત સામાન્ય રહી અને તે છે કોંગ્રેસ. ત્રીજા ક્રમે રહેલા કોંગ્રેસના ગર્વિત સંઘવીને 6711 મત મળ્યા હતા. આવી લગભગ 15 થી વધુ બેઠકો છે જ્યાં કોંગ્રેસ વોટ કટવા પક્ષ બન્યો છે.
દિલ્હી ચૂંટણીના પરિણામ (Delhi Election Result 2025)
દિલ્હી ચૂંટણીના પરિણામો અને જે રીતે વોટ શેર દેખાઇ રહ્યો છે તે જોતા કોંગ્રેસના ઉમેદવારોનું પ્રદર્શન જોતા કેટલા ઉમેદવારો પોતાની ડિપોઝીટ બચાવી શકે તે પ્રશ્ન છે.
[…] આવી શકે છે. તાજેતરમાં યોજાયેલી દિલ્હી વિધાનસભા ચુંટણીમાં ભાજપે 70માંથી 48 બેઠકો જીતી બંપર […]