આગામી સપ્તાહે દિલ્હીના આગામી મુખ્યમંત્રી (Delhi CM) ને લઈને અટકળોનો અંત આવી શકે છે. રાજકીય વર્તુળોમાં મુખ્યમંત્રી પદના દાવેદારોમાં અનેક નામોની ચર્ચા થઈ રહી છે, પરંતુ ભારતીય જનતા પાર્ટી દ્વારા હજુ સુધી કોઈ ખુલાસો કરવામાં આવ્યો નથી. હાલમાં સૂત્રોના જણાવ્યા અનુસાર પાર્ટીએ 15 ધારાસભ્યોના નામ શોર્ટલિસ્ટ કર્યા છે.
દિલ્હીના મુખ્યમંત્રી (Delhi CM) કોણ?
દિલ્હીને આવતા અઠવાડિયે નવા મુખ્યમંત્રી (Delhi CM) મળવાની આશા છે. વિધાનસભા ચૂંટણીમાં બમ્પર જીત બાદ ભારતીય જનતા પાર્ટી (BJP) નવા મુખ્યમંત્રીની શોધમાં વ્યસ્ત છે. સૂત્રોનું કહેવું છે કે ચૂંટણી જીતેલા ધારાસભ્યોમાંથી 15 લોકોના નામ પસંદ કરવામાં આવ્યા છે. પીએમ નરેન્દ્ર મોદી ફ્રાન્સ અને અમેરિકાના પ્રવાસ પરથી પરત ફર્યા બાદ મુખ્યમંત્રી (Delhi CM) ના નામને મંજૂરી આપવામાં આવશે એવી ચર્ચા રાજકીય વર્તુળોમાં ચાલી રહી છે.

પીએમ મોદી સાથે ગૃહમંત્રી અમિત શાહ, જેપી નડ્ડા અને બીજેપીના અન્ય ટોચના નેતાઓ બેઠક થવાને સંભાવના છે. આ બેઠક દરમિયાન પાર્ટી દિલ્હીના મુખ્યમંત્રી (Delhi CM) પદ માટે કોને પસંદ કરશે તે અંગે પણ નિર્ણય લેવામાં આવી શકે છે. તાજેતરમાં યોજાયેલી દિલ્હી વિધાનસભા ચુંટણીમાં ભાજપે 70માંથી 48 બેઠકો જીતી બંપર બહુમતી મેળવી છે. આ પછી 48માંથી 15 ધારાસભ્યોના નામ શોર્ટલિસ્ટ કરવામાં આવ્યા છે. શોર્ટલિસ્ટ કરાયેલા આ 15 ધારાસભ્યોના નામોમાંથી 9 નામોમાંથી મુખ્યમંત્રી (Delhi CM) , મંત્રી અને સ્પીકરના નામોની પસંદગી કરવામાં આવશે. દિલ્હીના રાજકીય વર્તુળોમાં ચાલી રહેલી ચર્ચા મુજબ 17 કે 18 ફેબ્રુઆરીના રોજ ધારાસભ્ય દળની બેઠક યોજાઈ શકે છે.
પીએમ મોદી સ્વદેશ પરત આવ્યા બાદ…
દિલ્હીની ચૂંટણીના પરિણામો 8 ફેબ્રુઆરીએ જાહેર થયા હતા. આ પછી પીએમ મોદી 10 ફેબ્રુઆરીએ ફ્રાન્સ અને અમેરિકાના પ્રવાસે રવાના થયા હતા. આ કારણોસર દિલ્હીમાં શપથ ગ્રહણ સમારોહની તારીખ મોકૂફ રાખવામાં આવી હતી.
Sharing my remarks during meeting with @POTUS @realDonaldTrump. https://t.co/kSqmLuxiPs
— Narendra Modi (@narendramodi) February 13, 2025
પીએમ મોદીનો વિદેશ પ્રવાસ 14 ફેબ્રુઆરીએ પૂર્ણ થયો છે અને તેઓ શુક્રવારે ભારત માટે અમેરિકાથી રવાના થઈ ગયા છે. પીએમ મોદી આજે સાંજ સુધીમાં દિલ્હી પહોંચી જશે. પીએમના પરત ફર્યા બાદ દિલ્હીના મુખ્યમંત્રી (Delhi CM) પદ પર નિર્ણય લેવામાં આવશે.

દિલ્હીના મુખ્યમંત્રીને લઈને તૈયારીઓ તેજ કરી દેવામાં આવી છે. ભાજપની ટોચની નેતાગીરીએ દિલ્હીમાં સરકાર બનાવવા માટે પોતાનું હોમવર્ક પુરુ કરી લીધું હોવાનું કહેવાઇ રહ્યું છે. દિલ્હીના સીએમ (Delhi CM) કોણ હશે તે હોમવર્કના આધારે પીએમ સાથે ચર્ચા કર્યા પછી નક્કી કરવામાં આવશે.