Constitution
Spread the love

બંધારણના (Constitution) આમુખમાં (Preamble) કટોકટીના (Emergency) દિવસોમાં દાખલ કરાયેલા “સમાજવાદી” (Socialist) અને “પંથનિરપેક્ષ” (Secular) શબ્દો ચાલુ રહેવા જોઈએ કે કેમ તે અંગે ચર્ચા કરવાની આવશ્યકતા: દત્તાત્રેય હોસબાલે

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના (RSS) સરકાર્યવાહ દત્તાત્રેય હોસબાલેએ (Dattatreya Hosabale) ગુરુવારે કોંગ્રેસને (Congress) કટોકટી (Emergency) લાદવા બદલ દેશની ક્ષમા માંગવા કહ્યું એટલું જ નહીં, પરંતુ કટોકટીના (Emergency) દિવસોમાં બંધારણના (Constitution) આમુખમાં (Preamble) દાખલ કરાયેલા “સમાજવાદી” (Socialist) અને “પંથનિરપેક્ષ” (Secular) શબ્દો ચાલુ રહેવા જોઈએ કે કેમ તે અંગે ચર્ચા કરવાની આવશ્યકતા છે તેમ જણાવ્યું હતું.

અહીં ક્લિક કરી દેવલિપિ ન્યુઝની વોટ્સએપ ચેનલ ફોલો કરો

બંધારણ (Constitution) હાથમાં લઈને ફરે છે તેમણે ક્ષમા માગવી જોઈએ

દત્તાત્રેય હોસબાલેએ (Dattatreya Hosabale) ડૉ. આંબેડકર ઈન્ટરનેશનલ સેન્ટર (DR. Ambedkar International Center) ખાતે એક સભાને સંબોધતા કહ્યું, “જેમણે આ કર્યું (કટોકટી લાદી) તેઓ બંધારણ (Constitution) હાથમાં લઈને ફરી રહ્યા છે. તેમણે તેના માટે દેશની માફી માંગી નથી. તેમણે તેના માટે માફી માંગવી જોઈએ. જો તમારા પૂર્વજોએ આવું કર્યું હોય, તો તેમના વતી માફી માંગો.” જોકે તેમણે કોંગ્રેસનો ઉલ્લેખ કરવાનું ટાળ્યુ હતું.

976માં 42મા બંધારણીય સુધારા દ્વારા આ શબ્દો ઉમેરાયા

1976માં 42મા બંધારણીય સુધારા દ્વારા બંધારણના (Constitution) આમુખમાં (Preamble) “સમાજવાદી” (Socialist) અને “પંથનિરપેક્ષ” (Secular) શબ્દો ઉમેરવામાં આવ્યા હતા, દત્તાત્રેય હોસબાલેએ (Dattatreya Hosabale) કહ્યું, “સમાજવાદી (Socialist) અને પંથનિરપેક્ષ (Secular) શબ્દો આમુખમાં (Preamble) જોડવામાં આવ્યા હતા. પછીથી તેને દૂર કરવાનો કોઈ પ્રયાસ કરવામાં આવ્યો નથી. તેથી તે રહેવા જોઈએ કે નહીં તે અંગે ચર્ચા થવી જોઈએ.

અહીં ક્લિક કરી દેવલિપિ ન્યુઝની વોટ્સએપ ચેનલ ફોલો કરો

ડૉ. બાબા સાહેબ આંબેડકર (DR. Babasaheb Ambedkar) નિર્મિત બંધારણના (Constitution) આમુખમાં (Preamble) આ શબ્દો ક્યારેય નહોતા. આ શબ્દો જ્યારે મૂળભૂત અધિકારો સ્થગિત હતા, સંસદ કામ કરી રહી ન હતી, ન્યાયતંત્ર લકવાગ્રસ્ત હતું તે કટોકટી (Emergency) દરમિયાન ઉમેરવામાં આવ્યા હતા. હું જેમના બંધારણના (Constitution) આમુખમાં (Preamble) આ શબ્દો નહોતા તે ડૉ. બાબાસાહેબ આંબેડકરના (DR. Babasaheb Ambedkar) નામ પરથી બનાવવામાં આવેલી ઈમારત (Dr. Ambedkar International Center) માં આ કહીએ રહ્યો છું.”

આ કાર્યક્રમમાં 1975માં કટોકટી (Emergency) વિરુદ્ધ જયપ્રકાશ નારાયણના (Jayaprakash Narayan) નેતૃત્વ હેઠળના આંદોલનમાં સક્રિયપણે ભાગ લીધો હતો એવા કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી (Nitin Gadkari) મુખ્ય મહેમાન હતા તથા પત્રકાર રામ બહાદુર રાય અને ભૂતપૂર્વ ભાજપ નેતા કે.એન. ગોવિંદાચાર્ય પણ ઉપસ્થિત હતા.

દત્તાત્રેય હોસબાલેએ (Dattatreya Hosabale) કહ્યું કે, 25 જૂન અને 26 જૂનની તારીખો કટોકટીના (Emergency) 21 મહિના દરમિયાન જેલમાં ધકેલી દેવામાં આવ્યા હતા તે “જૂના છોકરાઓની ચર્ચા ક્લબ” માત્ર ન બની રહે પરંતુ યુવાનોમાં તે સમયગાળાના પ્રસંગો વિશે માહિતી ફેલાવવાની તક બની રહે જેથી દેશમાં કટોકટીની (Emergency) માનસિકતા ક્યારેય પાછી ન આવે”.

અહીં ક્લિક કરી દેવલિપિ ન્યુઝની વોટ્સએપ ચેનલ ફોલો કરો

તેમણે એ પ્રસંગ યાદ કર્યો જ્યારે 26 જૂન, 1975 ના રોજ સવારે જ્યાં તેમને સંસદીય સમિતિની બેઠક માટે રાખવામાં આવ્યા હતા તે બેંગલુરુના (Bengaluru) એક ધારાસભ્ય ગેસ્ટ હાઉસની બહારથી અટલ બિહારી વાજપેયી (Atal Bihari Vajpayee) અને લાલકૃષ્ણ અડવાણીની (Lal Krishna Advani) ધરપકડ કરવામાં આવી હતી.

“અડવાણીજીએ કહ્યું કે, “તેઓ નિવેદન આપવા માટે પીટીઆઈ (PTI) અને યુએનઆઈને (UNI) બોલાવવા માંગે છે, ત્યારે અટલજીએ તેમને પૂછ્યું હતું કે કોણ તેને પ્રકાશિત કરવા તૈયાર છે?” હોસબાલેએ આ પ્રસંગ યાદ કરીને ઉમેર્યું કે, ભારતના લોકોએ તે કસોટીના સમયમાં લોકશાહી (Democracy) તરીકે પોતાની પરિપક્વતા સાબિત કરી.

અહીં ક્લિક કરી દેવલિપિ ન્યુઝની વોટ્સએપ ચેનલ ફોલો કરો


Spread the love
Avatar photo

By Editorial Team

Devlipi News is a independent news network with a mission to bring the news, views, facts and figures of the day.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *