સમગ્ર ભારતની કૅથલિક વસ્તીનો લગભગ 65% હિસ્સો ધરાવતા દલિત કૅથલિકો (Dalit Catholic) ચર્ચમાં જાતિ-આધારિત ભેદભાવનો સામનો કરી રહ્યા છે.
ચર્ચમાં જાતિ ભેદભાવ એ કોઈ નવી ઘટના નથી. સમાનતાના ઉપદેશો આપતા કૅથલિક ફાંટામાં જાતિ આધારિત ભેદભાવના મૂળ સદીઓથી ભારતીય ખ્રિસ્તી સમુદાયોમાં ઊંડે ઊંડે સુધી પેસેલા છે અને પોતાનો પ્રભાવ દેખાડી રહ્યા છે. ઘણા દલિતોએ જાતિગત ભેદભાવથી પીછો છોડાવવા પોતાનો માતૃધર્મ હિંદુ ધર્મ છોડીને ધર્મપરિવર્તન કરીને ખ્રિસ્તી ધર્મ અપનાવ્યો પરંતુ તેમણે જોયું કે જે સમાનતાના ઉપદેશો આપતા ચર્ચમાં જાતિ ભેદભાવ એ કોઈ નવી ઘટના નથી. સમાનતા પર ભાર મૂકતા કૅથલિક ઉપદેશો છતાં, જાતિ આધારિત ભેદભાવના પેસેલા મૂળ સદીઓથી ભારતીય ખ્રિસ્તી સમુદાયોમાં ઊંડે ઊંડે સુધી પોતાનો પ્રભાવ દેખાડી રહ્યા છે.
ઘણા દલિતોએ જાતિગત ભેદભાવથી પીછો છોડાવવા પોતાના માતૃધર્મ હિંદુ ધર્મ છોડીને ધર્મપરિવર્તન કરીને ખ્રિસ્તી ધર્મ અપનાવ્યો પરંતુ તેમણે જોયું કે તેમણે જે સમાનતાના ઉપદેશો ઉપર વિશ્વાસ રાખીને ખ્રિસ્તી ધર્મનો કેથલિક ફાંટો અપનાવ્યો તેમાં તેમની સાથે સામાજિક ભેદભાવ થૈ રહ્યા છે અને તે વધારે પ્રબળ છે. ધર્મપરિવર્તન કરીને ખ્રિસ્તી ધર્મ અપનાવનારા દલિતોએ સમય જતાં અનુભવ્યું અને જોયુ કે ચોક્કસ જાતિના ખ્રિસ્તીઓ દ્વારા દલિત કૅથલિકો (Dalit Catholic) ને વ્યવસ્થિત રીતે હાંસિયા ધકેલવામાં આવી રહ્યા છે અને તે લોકો ચર્ચ નેતૃત્વ, મિલકત અને ધાર્મિક કાર્યો પર નિયંત્રણ મેળવી અને જાળવી રહ્યા છે.
દલિત કૅથલિક (Dalit Catholic) વધારે સંખ્યામાં હોવા છતાં નહિવત બિશપ
ખ્રિસ્તી કૅથલિક ફાંટામાં જાતિગત ભેદભાવનું સૌથી વરવુ ઉદાહરણ એટલે ભારતમાં દલિત બિશપનો અભાવ ગણી શકાય. ભારતમાં કૅથલિકોની વસ્તીમાં ધર્મપરિવર્તન કરનારા દલિત કથલિકો (Dalit Catholic) ની બહુમતી હોવા છતાં સમગ્ર દેશમાં માત્ર 12 દલિત બિશપ છે. તે જોતા ભારતમાં કૅથલિક નેતૃત્વમાં દલિત કથલિક (Dalit Catholic) ખ્રિસ્તીઓ ખૂબ જ ઓછું પ્રતિનિધિત્વ ધરાવે છે. સમાનતાના ઉપદેશો આપતા કેથલિક ચર્ચના પદાનુક્રમમાં ઉચ્ચ-જ્ઞાતિના ખ્રિસ્તીઓ વર્ચસ્વ ધરાવે છે જે ચર્ચમાં પ્રભાવ ઉભો કરવાનું વિચારતા દલિતો માટે અવરોધો ઉભા કરે છે અને તેમને હાંસિયામાં ધકેલે છે.
Although Dalits make up a majority of Catholics, they are vastly underrepresented in leadership roles, with only around 12 Dalit bishops across the country.
— Maktoob (@MaktoobMedia) February 12, 2025
Immaculate Damasus reports:https://t.co/IJ6H8PRIlZ
પ્રેયરમાં સાથે રાખવા માટે લડાઈ
ભેદભાવ માત્ર ધાર્મિક પ્રેયર પુરતી નથી તેનાથી આગળ વધીને ચર્ચના નાણાકીય માળખા સુધી વિસ્તરે છે. સુસાઈનામિકમ બ્રિટો વર્ણવે છે કે “પરગણાના પાદરી દરેક કાર્ય માટે અમારી પાસેથી પૈસા એકત્રિત કરે છે, પરંતુ અમને કોઈ રસીદ મળતી નથી.” અને જો એ વિશે પ્રશ્ન કરે તો ? આ પ્રશ્ન સમજાવતા બ્રિટો કહે છે “જો આપણે તેના પર પ્રશ્ન કરીએ, તો અમને ઉગ્ર પ્રતિક્રિયાનો સામનો કરવો પડે છે. દરમિયાન, ઉચ્ચ જ્ઞાતિના કૅથલિક ખ્રિસ્તીઓ ઘણી ઓછા રૂપિયા આપે છે અને સંપૂર્ણ પ્રતિનિધિત્વ અને અંકુશ મેળવે છે.”
કોણ છે બ્રિટો? કેવા છે બ્રિટોના અનુભવ?
39 વર્ષીય સૂસૈમાનિકમ બ્રિટો કેરલાના ત્રિચીના રહેવાસી છે. બ્રિટો હજુ પણ તે અપમાન યાદ કરે છે જ્યારે તહેવારની ઉજવણીના મેદાનમાં તેમને પ્રવેશવાની મનાઈ ફરમાવવામાં આવી હતી અને તેમને ચર્ચની બહાર ઊભા રહેવાની ફરજ પાડવામાં આવી હતી તે કહે છે “તેઓ અમને પ્રતિમાને સ્પર્શ પણ કરવા દેતા નથી.” પોતાની સાથે થતા ભેદભાવ અંગે આગળ વર્ણવતા બ્રિટો આગળ કહે છે. “અમને ધાર્મિક તહેવારો દરમિયાન ધ્વજ ઉઠાવવા દેવામાં આવતો નથી. જ્યારે તેઓ ચર્ચની અંદર ઉજવણી કરતા હોય ત્યારે અમને બહાર ઊભા રહેવાની ફરજ પાડવામાં આવે છે.”
બ્રિટોના પરગણામાં તાજેતરના એક ઉત્સવ દરમિયાન ખ્રિસ્તી દલિતોને ફરી એકવાર સંપૂર્ણ રીતે ભાગ લેવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. તેમણે આગળ કહ્યું “અમે કોર્ટનો આદેશ મેળવીએ તે પહેલાં જ પોલીસ બોલાવવામાં આવી હતી. દર વર્ષે અમે આ સંઘર્ષમાંથી પસાર થઈએ છીએ, અને કંઈપણ બદલાતું નથી.”
આ બહિષ્કાર માત્ર તહેવારો પૂરતો મર્યાદિત નથી. ઘણા દલિત કેથલિક (Dalit Catholic) ખ્રિસ્તીઓને ચર્ચના કબ્રસ્તાનમાં અંતિમ સંસ્કાર કરવા દેવામાં આવતા નથી, તેમને બહાર અથવા અલગ વિસ્તારોમાં અંતિમ સંસ્કાર કરવાની ફરજ પાડવામાં આવે છે. સામૂહિક કાર્યક્રમોમાં ઘણા લોકોને અલગ બેસાડવામાં આવે છે, જેનાથી સામાજિક ભેદભાવ વધારે મજબૂત થાય છે એટલું જ અંહી તે ખ્રિસ્તી ધર્મના ઉપદેશોની વિરુદ્ધ છે.
સમગ્ર ભારતમાં જગ્યાએ ખ્રિસ્તી ધાર્મિક કાર્યોમાંથી દલિતોને દૂર રાખવાનો મુદ્દો સતત ગાજતો રહ્યો છે. કેટલાક કિસ્સાઓમાં મામલો કોર્ટના દરવાજે પહોંચ્યો છે અને કાનૂની જંગ પણ લડાઈ છે. 2015 માં, મદ્રાસ હાઈકોર્ટના ચુકાદામાં કહેવામાં આવ્યું કે દલિત કૅથલિકો (Dalit Catholic)ને ધ્વજવંદન, ઉત્સવના નાટકો અને સાંપ્રદાયિક ભોજન જેવી સ્થાનિક પ્રવૃત્તિઓમાં ફરજિયાત સામેલ કરવામાં આવે. જો કે આ કાયદાકીય લડાઈનો હિસ્સો રહેલા જોશુઆ કહે છે કે ચુકાદાનું અમલીકરણ અત્યંત ધીમી ગતિએ થઈ રહ્યું છે અને તેને જાણી જોઈને અવરોધિત કરવામાં આવ્યું છે.

જોશુઆ જણાવે છે કે, “બિશપ ઉચ્ચ જાતિના છે, તેથી તેને આ ચુકાદાને લાગુ કરવામાં કોઈ ખરેખર જ રસ નથી.” તે આગળ કહે છે, “અમે કોર્ટમાં જતા પહેલા અગાઉના બિશપ સાથે લગભગ 25 રાઉન્ડની ચર્ચાઓ કરી હતી. ચુકાદા પછી પણ તેઓએ અમને સાઈડલાઈન કરવાનો પ્રયાસ કર્યો. તેઓએ કહ્યું કે જો અમારે ભાગ લેવો હોય તો અમારે અમારા અલગ કાર્યક્રમોનું આયોજન કરવું જોઈએ. આ સમાનતા નથી.”
જોશુઆએ ઉમેર્યું કે, કોર્ટના ચુકાદા પછી પણ દલિત કૅથલિકો (Dalit Catholic) ને વ્યવસ્થિત રીતે બાકાત રાખવામાં આવ્યા. “જ્યારે અમે બધા કૅથલિકો માટે એક સંયુક્ત રાત્રિભોજનનો આગ્રહ કર્યો ત્યારે ઉચ્ચ જાતિના ખ્રિસ્તી કેથોલિક જૂથે તે પ્રસ્તાવ નકારી દીધો અને તેમણે એક તેમના માટે, એક અમારા માટે અમ બે અલગ-અલગ ભોજનનો પ્રસ્તાવ મૂક્યો. તે ભેદ છે, એકતા નથી.”

કેથલિક દલિત (Dalit Catholic) ખ્રિસ્તીઓ સાથે જાતિગત ભેદભાવ પર વેટિકનનું મૌન
તાજેતરના ચર્ચ ગેધરિંગ દરમિયાન જ્યારે વેટિકને કેથલિક ચર્ચે વિશ્વના અન્ય ભાગોમાં વંશીય ભેદભાવની ખુલ્લેઆમ નિંદા કરી ત્યારે ઘણા દલિત કાર્યકરોને આશા હતી કે દલિત કેથલિક (Dalit Catholic) ખ્રિસ્તીઓ સાથે થઈ રહેલા જાતિ આધારિત ભેદભાવ પર વધુ મજબૂત વલણ અપનાવશે પરંતુ તેણે ભારતમાં દલિત કેથલિક (Dalit Catholic) ખ્રિસ્તીઓ સાથે થઈ રહેલા જાતિગત ભેદભાવના મુદ્દા પર પ્રમાણમાં મૌન ધારણ કરી લીધું.
ચર્ચમાં વૈશ્વિક ચિંતાઓને સંબોધવાનો ઉદ્દેશ હતો એવા સાયનોડ ઓન સાયનોડાલિટીમાં જાતિવાદની ચર્ચા કરવા માટે સંભવિત પ્લેટફોર્મ હતું, જો કે, ખ્રિસ્તી દલિત કાર્યકરો કહે છે કે તેમની ચર્ચાઓમાં સત્તા અને સર્વસમાવેશકતા પરની ચિંતાઓ વ્યાપક રીતે છવાયેલી રહી. જોશુઆએ કહ્યું, “ત્યાં ચર્ચાઓ થઈ, પરંતુ કોઈ પ્રતિબદ્ધતા નથી.” “અમે અમારી ચિંતાઓ ઉઠાવી, પરંતુ બિશપ્સે મજબૂત વલણ લેવાનું ટાળ્યું. ભારતીય કેથલિક ચર્ચમાં જાતિવાદને સ્વીકારવાની અને સંબોધવાની આ એક તક હતી, પરંતુ તેઓ તેમાં નિષ્ફળ ગયા.”
પોપ ફ્રાન્સિસે વારંવાર ચર્ચની અંદર સમાવેશકતા અને ન્યાયની જરૂરિયાત પર ભાર મૂક્યો, પરંતુ ભારતમાં એ પરિવર્તન અત્યંત ધીમું રહ્યું છે. કેટલાક પ્રગતિશીલ પાદરીઓ અને બિશપ્સે દલિત ખ્રિસ્તી અધિકારોનું સમર્થન કર્યું પરંતુ તેઓ લઘુમતીમાં છે. ફ્રેન્કલિને કહ્યું કે, “ચર્ચ સમાનતાનો ઉપદેશ આપે છે પરંતુ જ્યારે દલિત કૅથલિકો (Dalit Catholic) ની વાત આવે ત્યારે તેનું પાલન કરતું નથી.”
ખ્રિસ્તી દલિત કાર્યકરો એવી દલીલ કરે છે કે ચર્ચમાં તમામ સ્તરે જાતિ આધારિત ભેદભાવ છે તેને સ્વીકારવું જોઈએ અને તેના પર ધ્યાન આપવું જોઈએ. કેટલાકે દલિત કૅથલિકો (Dalit Catholic) ને સમાન અધિકારો અને પ્રતિનિધિત્વ આપવામાં આવે તેની ખાતરી કરવા માટે વેટિકન પાસેથી સીધો હસ્તક્ષેપ કરવાની હાકલ કરી છે. અન્ય લોકોએ ખ્રિસ્તી દલિત સમુદાયને વધુ સ્વાયત્તતા આપવા માટે એક અલગ દલિત કેથોલિક ડાયોસિઝ બનાવવાનું સૂચન કર્યું છે.
દલિત કૅથલિકો (Dalit Catholic) ધાર્મિક અને નાગરિક જીવનમાં સમાન ભાગીદારી માટે લડવાનું ચાલુ રાખતા હોવાથી, કાનૂની લડાઈઓ અને પાયાગત સંઘર્ષ તેમના પ્રાથમિક સાધનો ગણી શકાય. દાયકાઓના સંઘર્ષ છતાં, બ્રિટો અને જોશુઆ જેવા નેતાઓ હાર માનવા તૈયાર નથી અને સમાનતાની લડાઈ ચાલુ રાખવા મક્કમ છે.
બ્રિટોએ કહ્યું કે, “જ્યાં સુધી અમારી સાથે સમાન વર્તન કરવામાં નહી આવે ત્યાં સુધી અમે જંપીશું નહીં.” “જો ચર્ચ અમારું નહી સાંભળે, તો અમે અમારી લડાઈ સાયનોડથી આગળ, કોર્ટની બહાર લઈ જઈશું. અમે વિશેષ વર્તાવ કરવામાં આવે તેવું નથી માગી રહ્યા, માત્ર મૂળભૂત ગૌરવ માગી રહ્યા છીએ.
સાંપ્રદાયિક ભેદભાવ ઉપરાંત, ભારતમાં દલિત ખ્રિસ્તીઓ પણ કાનૂની અને રાજકીય બાકાતપણાનો સામનો કરે છે. હિંદુ, શીખ અને બૌદ્ધ દલિતોથી વિપરીત, ખ્રિસ્તી અને મુસ્લિમ દલિતોને અનુસૂચિત જાતિ (SC) નો દરજ્જો ન મળવાથી તેમને શિક્ષણ અને રોજગારમાં સરકારી અનામત મળતી નથી.
કાનૂની નિષ્ણાત અને કાર્યકર એડવોકેટ ફ્રેન્કલિન સીઝર થોમસ આ કાનૂની લડાઈમાં મોખરે છે. તેમણે જણાવ્યું કે, “2004 માં, અમે સુપ્રીમ કોર્ટ (supreme Court)માં દલિત ખ્રિસ્તીઓને SC દરજ્જો નકારવાથી ભારતીય બંધારણની કલમ 14, 15, 16 અને 21 હેઠળ મૂળભૂત અધિકારોનું ઉલ્લંઘન થાય છે તે મુજબની દલીલ સાથે નાગરિક અધિકારની અરજી દાખલ કરી.”
ફ્રેન્કલિને કહ્યું કે, જસ્ટિસ રંગનાથ મિશ્રાની આગેવાની હેઠળના સરકારી કમિશને જાતિના દરજ્જાને ધર્મમાંથી અલગ કરવાની ભલામણ કરી હતી, પરંતુ પછીની સરકારો કાર્યવાહી કરવામાં નિષ્ફળ રહી. “જ્યારે અમે દલિત ખ્રિસ્તીઓ અસ્પૃશ્યતા અને સામાજિક બહિષ્કારનો સામનો કરે છે તે સાબિત કરતો એવો વ્યાપક સામાજિક-શૈક્ષણિક ડેટા રજૂ કર્યો, ત્યારે પણ ભાજપની આગેવાની હેઠળની સરકારે નકારાત્મક પ્રતિક્રિયા આપી, એવી દલીલ કરી કે ખ્રિસ્તી ધર્મ જાતિને માન્યતા આપતો નથી.”
અનેક અરજીઓ અને પુરાવા હોવા છતાં આ કેસ લગભગ બે દાયકાથી પેન્ડિંગ છે. 2022 માં સરકારે ભૂતપૂર્વ મુખ્ય ન્યાયાધીશ બાલકૃષ્ણનના વડપણ હેઠળ અન્ય કમિશનની રચના કરી. કાર્યકરો માને છે કે આ કાર્યવાહીમાં વિલંબ કરવાનો ઇરાદાપૂર્વકનો પ્રયાસ છે. ફ્રેન્કલીને આગળ ઉમેર્યું કે, “ચર્ચે આ કેસને ટેકો આપવા માટે મજબૂત અવાજ ઉઠાવવો જોઈએ, પરંતુ તેમનો પ્રતિભાવ અત્યંત નબળો રહ્યો છે.”
[…] શૌચ કરવાના વિવાદ બાદ એક દલિત વ્યક્તિની હત્યા થયા બાદ 1 જુલાઈ, 2013 થી […]