Amritsar
Spread the love

ગણતંત્ર દિવસના અવસર પર અમૃતસર (Amritsar) ના ટાઉન હોલમાં કેટલાક લોકોએ ડૉ. બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા ખંડિત કરી હતી. ત્યાર બાદ આ મુદ્દે રાજકારણ શરૂ થઈ ગયું છે. ભાજપથી લઈને કોંગ્રેસ સુધી બહુજન સમાજ પાર્ટીએ તેની નિંદા કરી છે.

અમૃતસર (Amritsar) માં ડૉ. આંબેડકરની પ્રતિમા ખંડિત કરાતા ભાજપના આઆપ અને કેજરીવાલ ઉપર પ્રહાર

ભાજપના નેતા શહજાદ પૂનાવાલાએ કહ્યું કે, આમ આદમી પાર્ટી, સમાજવાદી પાર્ટી અને ઈન્ડિ એલાયન્સના લોકો બંધારણ અને આંબેડકરજીની મોટી મોટી વાતો કરે છે, પરંતુ જે રીતે પંજાબમાં અમૃતસર (Amritsar) માં એક પોલીસ સ્ટેશનની સામે આંબેડકરજીની પ્રતિમાને નુકસાન, તે પણ હથોડાથી નુકશાન પહોંચાડવામાં આવ્યું છે આ દર્શાવે છે કે તમારી મૂળ વિચારસરણી અનુસૂચિત જાતિ વિરોધી, બંધારણ વિરોધી અને આંબેડકર વિરોધી છે.

ભાજપના નેતા શહેઝાદ પૂનાવાલાએ સોશ્યલ મીડિયા પ્લેટફોર્મ X ઉપર પોસ્ટ કરતા લખ્યું કે, ગણતંત્ર દિવસ પર અરવિંદ કેજરીવાલ અને તેમના પ્રોક્સી સીએમ ભગવંત માને બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાને અપમાનિત કરવા અને બંધારણને બાળવાની મંજૂરી આપી દીધી હતી. અનુસુચિત જાતિ સમુદાય ક્યારેય ભૂલશે નહીં કે માફ કરશે નહીં. કેજરીવાલે કહ્યું હતું કે તેઓ પંજાબમાં અનુસુચિત જાતિના વ્યક્તિને નાયબ મુખ્યન્મંત્રી બનાવશે પરંતુ તે ખોટું બોલ્યા હતા. હવે અનુસુચિત જાતિ સમુદાય આનો સામનો કરી રહ્યો છે.

કોંગ્રેસના સંદીપ દિક્ષિતે અમૃતસર (Amritsar)ની ઘટના મુદ્દે સાધ્યું નિશાન

દિલ્હી કોંગ્રેસના નેતા અને નવી દિલ્હીના ઉમેદવાર સંદીપ દીક્ષિતે અમૃતસર (Amritsar)ની ઘટના મુદ્દે કહ્યું કે, “આજે પંજાબની પોલીસ દિલ્હીમાં ફરી રહી છે. તે અહીં વોટના ચક્કરમાં ફરે છે. તમે (આમ આદમી પાર્ટી) જો દિલ્હીમાં ચૂંટણી કરાવવા અને લોકોને ડરાવવા માટે પંજાબની પોલીસ તૈનાત કરવામાં આવી હોય, તો સ્વાભાવિક છે કે ત્યાં કોઈ સુરક્ષા નહીં હોય. બાબા સાહેબની પ્રતિમાને સુરક્ષા પૂરી પાડવી જોઈતી હતી. અરવિંદ કેજરીવાલને ન તો બાબા સાહેબ પ્રત્યે આદર છે કે ન તો જનતા પ્રત્યે કોઈ સંવેદનશીલતા. તે માત્ર વોટજીવી વ્યક્તિ છે જે કોઈપણ રીતે ચૂંટણી જીતવા માંગે છે.…”

માયાવતીએ ઉઠાવ્યા અનેક પ્રશ્ન

બહુજન સમાજ પાર્ટીના વડા માયાવતીએ પણ અમૃતસર (Amritsar)ની આ ઘટનાને લઈને સોશિયલ મીડિયા હેન્ડલ X પર પોસ્ટ કરી છે અને પાંચ મુદ્દા આગળ રાખ્યા છે. તેમણે પોસ્ટ કરીને કહ્યું કે, પંજાબના અમૃતસર (Amritsar) માં સુવર્ણ મંદિરની નજીક હેરિટેજ સ્ટ્રીટમાં સ્થાપિત બંધારણના નિર્માતા, પરમ પૂજ્ય બાબા સાહેબ ડૉ. ભીમરાવ આંબેડકરની પ્રતિમાને ખંડિત કરવાનો અને બંધારણની પ્રતિકૃતિ નજીક તેને આગ લગાડવાનો પ્રયાસ શરમજનક છે. સરકારની બેદરકારીના કારણે બનેલી આવી ઘટનાને જેટલી વખોડવામાં આવે તેટલી ઓછી છે.

બસપા નેતા માયાવતીએ કહ્યું કે, પંજાબની આમ આદમી પાર્ટીની સરકારે અમૃતસર (Amritsar) ની આ દુ:ખદ અને અપ્રિય ઘટનાને ખૂબ જ ગંભીરતાથી લેવી જોઈએ અને આવા અસામાજિક તત્વો સામે તાત્કાલિક કડક કાયદાકીય કાર્યવાહી કરવી જોઈએ જેથી ભવિષ્યમાં આવી દુ:ખદ અને તણાવ પેદા કરતી ઘટનાઓનું પુનરાવર્તન ન થાય. બાબા સાહેબના બંધારણના અમલીકરણના ઐતિહાસિક દિવસે ગઈ કાલે સમગ્ર દેશ 76માં પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરી રહ્યો હતો તેવા સમયે બંધારણના ઘડવૈયા ભારત રત્ન ડૉ. આંબેડકરની પ્રતિમાનો આ અનાદર ખાસ કરીને આમ આદમી પાર્ટી અને તેની સરકાર માટે શરમજનક બાબત છે.

પંજાબના અમૃતસર (Amritsar) માં બનેલી આ ઘટનાની મુખ્યમંત્રી ભગવંત માને પણ નિંદા કરી છે. તેમણે સોશિયલ મીડિયા હેન્ડલ પર પોસ્ટ કરતા લખ્યું કે, શ્રી અમૃતસર સાહિબની હેરિટેજ સ્ટ્રીટ પર બાબા સાહેબ ભીમરાવ આંબેડકરજીની પ્રતિમા તોડવાની ઘટના અત્યંત નિંદનીય છે અને આ ઘટના માટે કોઈને માફ કરવામાં આવશે નહીં. જે પણ આ ઘટનાનો ગુનેગાર હશે, તેને સખતમાં સખત સજા આપવામાં આવશે. પંજાબના ભાઈચારા અને એકતાને તોડવાની કોઈને અનુમતિ આપવામાં આવશે નહીં. આની તપાસ કરવા અને દોષિતો સામે કડક કાર્યવાહી કરવા પ્રશાસનને સૂચના આપવામાં આવી છે.

આ ઘટના બાદ પંજાબ પોલીસ એક્શનમાં આવી છે અને સીએમ ભગવંત માને પણ તપાસના આદેશ આપ્યા છે. AIG જગજીત સિંહ વાલિયાના જણાવ્યા અનુસાર, પોલીસે આરોપી યુવકની ધરપકડ કરી છે અને કેસ નોંધ્યો છે. આ ઘટનાની ગંભીરતાથી તપાસ કરવામાં આવી રહી છે.


Spread the love
Avatar photo

By Editorial Team

Devlipi News is a independent news network with a mission to bring the news, views, facts and figures of the day.

One thought on “અમૃતસર (Amritsar) માં ડૉ. આંબેડકરની પ્રતિમા કરાઈ ખંડિત…વિપક્ષના આમ આદમી પાર્ટી પર પ્રહાર”
  1. […] સુધારણા વિભાગને જ નાબૂદ કરી દીધો છે. પંજાબ સરકારે ડિપાર્ટમેન્ટ પરત ખેંચવા […]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *