આરજેડી (RJD) નેતા તેજસ્વી યાદવે (Tejashwi Yadav) ભાજપ (BJP) પર પ્રહાર કરતા કહ્યું કે અમે મુદ્દાઓની વાત કરીએ છીએ, તેઓ મડદાઓની વાત કરે છે. નફરત ફેલાવવાના પ્રયાસો થઈ રહ્યા છે.
અહીં ક્લિક કરી દેવલિપિ ન્યુઝની વોટ્સએપ ચેનલ ફોલો કરો
વક્ફ કાયદાને (Waqf Act) લઈને બિહારનું (Bihar) રાજકારણ આ દિવસોમાં ગરમાયું છે. આરજેડી (RJD) નેતા અને ભૂતપૂર્વ નાયબ મુખ્ય પ્રધાન તેજસ્વી યાદવે (Tejashwi Yadav) આ મુદ્દે કેન્દ્ર સરકાર (Central Government) અને ભાજપ (BJP) પર નિશાન સાધ્યું છે અને સ્પષ્ટપણે કહ્યું છે કે તેઓ ધર્મના નહીં પણ કર્મના રાજકારણમાં માને છે.

ભાજપના (BJP) પ્રવક્તાઓ દ્વારા કરવામાં આવેલા આરોપોનો તેમણે મંચ પરથી ઉત્તર આપ્યો હતો. તેજસ્વીએ ((Tejashwi Yadav)) કહ્યું, “દિલ્હીમાં (Delhi) ભાજપના (BJP) બધા ચિરકુટ… સંઘી લોકો, છેલ્લા બે દિવસથી મને ગાળો આપી રહ્યા છે. ક્યારેક તેઓ મને ‘નમાઝવાદી’ (Namazwadi) તો ક્યારેક ‘મૌલાના’ (Maulana) કહી રહ્યા છે.”
અહીં ક્લિક કરી દેવલિપિ ન્યુઝની વોટ્સએપ ચેનલ ફોલો કરો
આપણે મુદ્દાઓની તેઓ મડદાઓની વાત કરે છે: આરજેડી (RJD) નેતા
આરજેડી (RJD) નેતા તેજસ્વી યાદવ (Tejashwi Yadav) મંગળવારે (01 જુલાઈ, 2025) પટનાના બાપુ ઓડિટોરિયમમાં અબ્દુલ કય્યુમ અંસારીની 120મી જન્મજયંતિ નિમિત્તે આયોજિત કાર્યક્રમને સંબોધિત કરી રહ્યા હતા. આ પ્રસંગે આરજેડી (RJD) નેતા તેજસ્વી યાદવે (Tejashwi Yadav) કહ્યું કે આપણે મુદ્દાઓની વાત કરીએ છીએ, તેઓ મડદાઓની વાત કરે છે. નફરત ફેલાવવાના પ્રયાસો થઈ રહ્યા છે.

તેજસ્વી યાદવે (Tejashwi Yadav) કહ્યું, “આપણે ધર્મના નામે નહીં પણ કર્મના નામે આપણી ઓળખ બનાવીશું. આપણે મંદિરની સાથે સાથે મસ્જિદને પણ સજાવીશું. જનતા સાથે આપણો સંબંધ ફક્ત રાજકારણનો નહીં પણ લાગણીઓનો છે. જ્યારે આપણી સમસ્યાઓ સમાન હોય, તો આપણે જુદા કેવી રીતે થઈ શકીએ? જો આપણને લોકોનો સાથ મળશે, તો આપણે નાગપુરથી (Nagpur) ચાલતી સરકાર અને નાગપુરીયા કાયદાને સત્તા પરથી ઉથલાવી પાડવા માટે કામ કરીશું.”

આ સમગ્ર વિવાદ ગયા રવિવારે શરૂ થયો હતો જ્યારે તેજસ્વી યાદવે (Tejashwi Yadav) પટણાના (Patna) ગાંધી મેદાનમાં (Gandhi Maidan) આયોજિત ‘વકફ બચાવો, બંધારણ બચાવો’ રેલીને સંબોધિત કરતી વખતે કેન્દ્ર સરકાર દ્વારા લાગુ કરાયેલા વકફ કાયદા (Waqf Act) પર નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું કે બિહારમાં (Bihar) વર્તમાન સરકાર સત્તામાંથી જવાની તૈયારીમાં છે. જો વિપક્ષી પક્ષો રાજ્યમાં સરકાર બનાવશે, તો વક્ફ કાયદો કચરાપેટીમાં ફેંકી દેવામાં આવશે. ભાજપ (BJP) આ મુદ્દા પર તેજસ્વી યાદવ પર હુમલો કરી રહ્યું છે.
અહીં ક્લિક કરી દેવલિપિ ન્યુઝની વોટ્સએપ ચેનલ ફોલો કરો

ગૌરવ ભાટિયાએ તેજસ્વીને મૌલાના કહ્યા
તેજસ્વી યાદવના (Tejashwi Yadav) નિવેદન બાદ, ભાજપના (BJP) પ્રવક્તા ગૌરવ ભાટિયાએ (Gaurav Bhatia) મંગળવારે દિલ્હીમાં (Delhi) એક પ્રેસ કોન્ફરન્સમાં સીધો હુમલો કરતા કહ્યું, “તેજસ્વી યાદવ (Tejashwi Yadav) આ દેશને ઈસ્લામિક દેશ (Islamic Country) બનાવવા માંગે છે. તેઓ શરિયા કાયદો (Sharia Act) લાગુ કરવા માંગે છે. મૌલાના (Maulana) તેજસ્વી યાદવ (Tejashwi Yadav) બંધારણને (Constitution) જાણતા નથી. આગામી 50 વર્ષમાં બિહારમાં (Bihar) આરજેડી (RJD) સત્તામાં આવવાનું નથી. આંબેડકરજી અમારા માટે પૂજનીય છે. તેજસ્વી યાદવ (Tejashwi Yadav) અને લાલુ યાદવ (Lalu Yadav) સાંપ્રદાયિક રાજકારણ કરે છે. તેઓ હિન્દુ-મુસ્લિમનું રાજકારણ કરી રહ્યા છે.”
Himmat hai toh Waqf ko chhu kar dikhao – Tejashwi Yadav
— Angry Saffron (@AngrySaffron) June 29, 2025
He never utters a word on Krishna Janmabhoomi and calls himself a descendant of Shree. pic.twitter.com/ctQBCmyhRv
અહીં ક્લિક કરી દેવલિપિ ન્યુઝની વોટ્સએપ ચેનલ ફોલો કરો