બિહાર (Bihar) ના મુખ્યમંત્રી નીતિશ કુમાર (Nitish Kumar)ને છેલ્લા બે મહિનાથી પગાર નથી મળ્યો. તેમની સાથે સાથે લગભગ 8 લાખ સરકારી કર્મચારીઓને પણ બે મહિનાથી પગાર નથી મળ્યો. જેમને પગાર નથી મળ્યો તેમાં મુખ્યમંત્રી, મંત્રી-ધારાસભ્ય, પ્રાદેશિક કર્મચારીઓ, શિક્ષકો અને કોન્ટ્રાક્ટ કર્મચારીઓનો સમાવેશ થાય છે. આ સમસ્યા નવા ફાઇનાન્શિયલ મેનેજમેન્ટ સોફ્ટવેર CFMS 2.0 લોન્ચ થયા બાદ શરૂ થઈ છે. જૂના સોફ્ટવેરમાંથી ડેટા નવા સોફ્ટવેરમાં ટ્રાન્સફર ન થવાના કારણે અને ટેકનિકલ સમસ્યાઓના કારણે ડિસેમ્બર અને જાન્યુઆરીનો પગાર અટકી ગયો છે. બિલોની ચૂકવણી પણ અટકી ગઈ છે.
બિહાર (Bihar)માં બે મહિનાથી પૈસાની લેવડદેવડમાં સમસ્યા
જાન્યુઆરી 2025 માં, બિહાર સરકારે નાણાકીય વ્યવસ્થાપન માટે CFMS 2.0 સોફ્ટવેર લોન્ચ કર્યું. આ સોફ્ટવેર સરકારી ખર્ચ, આવક અને અસ્કયામતોનું સંચાલન કરવામાં મદદ કરે છે. આ સાથે તમામ કામ ઓનલાઈન અને પેપરલેસ થઈ જશે એવું માનવામાં આવી રહ્યું છે. પરંતુ નવા સોફ્ટવેર લોન્ચ થયા બાદ ટેકનિકલ સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે. જૂના સોફ્ટવેરનો ડેટા નવા સોફ્ટવેરમાં ટ્રાન્સફર થયો નથી. આ કારણોસર પગાર અને બીલની ચૂકવણી અટકી પડી છે.

છેલ્લા બે મહિનાથી મુખ્યમંત્રીને નથી મળ્યો પગાર
બિહાર (Bihar) માં લગભગ 8 લાખ સરકારી કર્મચારીઓ આ સમસ્યાથી પ્રભાવિત થયા છે. જેમાં 3 લાખ પ્રાદેશિક કર્મચારીઓ, 5 લાખ શિક્ષકો અને 50 હજાર કોન્ટ્રાક્ટ કર્મીઓનો સમાવેશ થાય છે. જો મુખ્યમંત્રી નીતીશ કુમારનો પગાર પણ રોકી દેવામાં આવ્યો હોય તો સામાન્ય કર્મચારીઓની શું હાલત હશે! બે મહિનાથી પગાર ન મળવાને કારણે કર્મચારીઓનું ઘરનું બજેટ ખોરવાઈ ગયું છે. ઘણા કર્મચારીઓને રોજિંદા ખર્ચ માટે ઉધાર લેવું પડી રહ્યું છે.
Breaking News: Bihar में CM Nitish समेत 8 लाख कर्मचारियों का रूका वेतन, जानिए सब कुछ | Salary Issue#Bihar #News #Nitishkumar #SalaryIssue #PunjabKesariTV pic.twitter.com/w8frCyHKCV
— Punjab Kesari (@punjabkesari) February 10, 2025
CFMS 2.0 બન્યું બિહાર (Bihar) માં સમસ્યા
વિભાગના અધિકારીઓ સોફ્ટવેર કંપની સાથે મળીને કામ કરી રહ્યા છે. આશા રાખવામાં આવી રહી છે કે ટૂંક સમયમાં આ સમસ્યાનો ઉકેલ આવશે અને કર્મચારીઓનો પગાર તેમના બેંક ખાતામાં જમા થઈ જશે. CFMS નું પૂરું નામ કોમ્પ્રીહેન્સિવ ફાયનાન્સિયલ મેનેજમેન્ટ સિસ્ટમ છે. આ એક એવી સિસ્ટમ છે જે પૈસાની લેવડદેવડનો હિસાબ રાખે છે. સરકારી વિભાગો અને સંસ્થાઓને તેમની આવક, ખર્ચ અને સંપત્તિનું સંચાલન કરવામાં મદદ કરે છે.

CFMSથી તમામ કામ ઓનલાઈન થાય છે અને પેપરોની ઝંઝટ ઓછી થાય છે. CFMS દ્વારા, સરકાર તેના ખર્ચને વધુ સારી રીતે નિયંત્રિત કરી શકે છે અને પારદર્શિતા વધારી શકે છે. પરંતુ બિહારમાં CFMS 2.0 સાથેની ટેકનિકલ ખામીએ સરકાર માટે નવી સમસ્યા ઊભી કરી છે.