છત્તીસગઢના બીજાપુર, બસ્તર (Bastar) માંથી માઓવાદ/નકસલવાદના (Naxalite) મૂળ ઉખડવા લાગ્યા છે. કેન્દ્ર અને રાજ્ય સરકારના સમન્વયિત પ્રયાસોને કારણે, છેલ્લા ચાર દાયકાથી મુખ્યત્વે માઓવાદના ત્રાસનો સામનો કરી રહેલા સુકમા જિલ્લાના બીજાપુરના દુર્ગમ વિસ્તારમાં સુરક્ષા દળોની ઝડપથી વધી રહેલી કામગીરીએ નક્સલ સંગઠનોને સંપૂર્ણપણે નબળા પાડી દીધા છે.

જો કે માઓવાદીઓની ગતિવિધિઓથી ઘટી છે પરંતુ સંપૂર્ણ નશ્યત નથી થઈ. આજ ફરી એકવાર માઓવાદીઓ અને સુરક્ષા દળો વચ્ચે અથડામણ થઈ હતી. આ એન્કાઉન્ટરમાં એક DRG જવાન વીરગતિ પામ્યા છે. જ્યારે 22 થી વધુ નક્સલવાદીઓના (Naxalite) મૃતદેહ અને મોટી માત્રામાં હથિયારો અને વિસ્ફોટક સામગ્રી મળી આવી છે.
#Breaking : छत्तीसगढ़ के बीजापुर में नक्सलियों के साथ मुठभेड़, एक जवान शहीद, 22 नक्सली ढेर #Chhatisgarh #NaxalEncounter | #ZeeNews @Nidhijourno pic.twitter.com/5H15mU8F0y
— Zee News (@ZeeNews) March 20, 2025
બસ્તરમાં (Bastar) નકસલવાદ (Naxalite) વિરુદ્ધ મોટુ ઓપરેશન
સુરક્ષા એજન્સીઓને ગંગાલુર વિસ્તારમાં નક્સલવાદીઓનું એક મોટું જૂથ સક્રિય હોવાની માહિતી મળી હતી. આ ઇનપુટના આધારે દંતેવાડા અને બીજાપુર પોલીસે સંયુક્ત ઓપરેશન શરૂ કર્યું હતું. સૈનિકોએ એન્દ્રી વિસ્તારને પહેલેથી જ ઘેરી લીધો હતો અને ગુરુવારે સવારથી નક્સલવાદીઓ સાથે ભારે અથડામણ શરૂ થઈ હતી.
લગભગ એક મહિના પહેલા છત્તીસગઢ-મહારાષ્ટ્ર બોર્ડર પર 1000 થી વધુ જવાનોએ એક મોટું ઓપરેશન કર્યું હતું, જેમાં 31 નક્સલવાદીઓ માર્યા ગયા હતા. આ અથડામણમાં સુરક્ષા દળોએ તમામ 31 મૃતદેહો બહાર કાઢ્યા હતા. આ કાર્યવાહી બીજાપુરના ઈન્દ્રાવતી નેશનલ પાર્કના જંગલોમાં થઈ હતી. જો કે આ દરમિયાન ડીઆરજી અને એસટીએફના એક-એક જવાન વીરગતિ પામ્યા હતા.

છેલ્લા 3 મહિનામાં 89 નક્સલવાદીઓ માર્યા ગયા છે. IG બસ્તરે જણાવ્યું કે હવે સૈનિકો વધુ માઓવાદીઓના ગઢમાં પ્રવેશ કરશે. નકસલવાદ ટૂંક સમયમાં ખતમ થશે.
આ વર્ષે છત્તીસગઢમાં નક્સલ વિરોધી કામગીરીમાં જબરદસ્ત વધારો થયો છે. સરકાર અને સુરક્ષા દળોની રણનીતિ ઝડપથી નક્સલીઓના ગઢને ખતમ કરવાની દિશામાં આગળ વધી રહી છે. છેલ્લા કેટલાક મહિનામાં નક્સલી નેટવર્કને નબળું પાડવા માટે અનેક મોટા ઓપરેશન હાથ ધરવામાં આવ્યા છે. અધિકારીઓનું કહેવું છે કે આગામી સમયમાં પણ આ પ્રકારની કામગીરી ચાલુ રહેશે, જેથી વિસ્તારમાં શાંતિ અને વિકાસને મજબૂત બનાવી શકાય.