ગૃહમંત્રી અમિત શાહે (Amit Shah) કહ્યું કે કટોકટી (Emergency) ભૂલી શકાતી નથી. 25 જૂન 1975 ના રોજ ઈન્દિરા ગાંધી (Indira Gandhi) સરકારે દેશમાં કટોકટી જાહેર કરી હતી. ‘કટોકટીના 50 વર્ષ’ (50 Years of Emergency) પર બોલતા અમિત શાહે (Amit Shah) કહ્યું, આજે, હું બંધારણની દુહાઈ દેનારાઓને પૂછવા માંગુ છું કે શું કટોકટી માટે સંસદની સંમતિ લેવામાં આવી હતી?
અહીં ક્લિક કરી દેવલિપિ ન્યુઝની વોટ્સએપ ચેનલ ફોલો કરો

કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે (Amit Shah) ‘કટોકટીના 50 વર્ષ’ (50 Years of Emergency) પૂર્ણ થવા પર દિલ્હીમાં પ્રધાનમંત્રી સંગ્રહાલયમાં આયોજિત કાર્યક્રમને સંબોધિત કર્યો. તેમણે કહ્યું કે, આજે કટોકટીની (Emergency) પૂર્વ સંધ્યાની 50મી વર્ષગાંઠ છે. આજનો દિવસ આ સેમિનાર માટે યોગ્ય છે કારણ કે જ્યારે કોઈ પણ પ્રકારની ઘટના, સારી કે ખરાબ, તેના 50 વર્ષ પૂર્ણ થાય છે, ત્યારે તેની યાદો સમાજમાં ઝાંખી પડી જાય છે. લોકશાહીના (Democracy) પાયાને હચમચાવી નાખનારી કટોકટી જેવી ઘટનાની યાદ ઝાંખી પડી જાય, તો તે કોઈપણ લોકશાહી દેશ માટે એક મોટું જોખમ છે.

આ લડાઈએ ભારતની લોકશાહીને જીવંત રાખી
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે (Amit Shah) કહ્યું કે આપણે યાદ રાખવું જોઈએ કે તે સમયે કેટલી મોટી લડાઈ લડવામાં આવી હતી. લોકોએ પોતાનું જીવન જેલમાં વિતાવીને, પોતાનું બધું જ ગુમાવીને, ઘણા લોકોની કારકિર્દી બરબાદ થઈ ગઈ પરંતુ આ લડાઈએ ભારતની લોકશાહીને (Indian Democracy)જીવંત રાખી. આજે આપણે વિશ્વના સૌથી મોટા લોકશાહી (Democracy) દેશ તરીકે આદર સાથે ઉભા છીએ. આ લડાઈ જીતવાનું મુખ્ય કારણ એ છે કે આપણા દેશના લોકો ક્યારેય સરમુખત્યારશાહી (Autocracy) સ્વીકારી શકતા નથી. ભારતને લોકશાહીની જનની માનવામાં આવે છે.
અહીં ક્લિક કરી દેવલિપિ ન્યુઝની વોટ્સએપ ચેનલ ફોલો કરો

અમિત શાહે (Amit Shah) કહ્યું, હું પૂરા વિશ્વાસ સાથે કહી શકું છું કે તે સમયે જે કોઈપણ નાગરિક હતા તેમાંથી સરમુખત્યાર અને તેનો ફાયદો ઉઠાવનાર એક નાના જૂથ સિવાય કોઈને પણ આ કટોકટી (Emergency) ગમી નહીં હોય. ત્યાર બાદ જ્યારે ચૂંટણીઓ યોજાઈ, ત્યારે આઝાદી પછી પહેલીવાર બિન-કોંગ્રેસી સરકારની રચના થઈ અને મોરારજી દેસાઈ (Morarji Desai) વડા પ્રધાન બન્યા.

તર્ક અને તથ્યો કરતાં સંવેદના વધુ પ્રભાવી હોય છે
અમિત શાહે (Amit Shah) કહ્યું, માનવના તર્ક અને તથ્યો કરતાં સંવેદનાઓ અને કલ્પના વધુ પ્રભાવી છે. કલ્પના કરો કે કટોકટી (Emergency) દરમિયાન તમે ભારતના નાગરિક હતા તે ક્ષણની, બીજા જ દિવસે સવારે તમે એક સરમુખત્યારના ગુલામ બની જાઓ છો. ગઈકાલ સુધી તમે પત્રકાર હતા, સત્યનો અરીસો બતાવતો ચોથો સ્તંભ, બીજા દિવસે તમે અસામાજિક તત્વ બની જાઓ છો અને તમને રાષ્ટ્રવિરોધી જાહેર કરવામાં આવે છે.
25 जून के ‘आपातकाल’ का दिन हमें याद दिलाता है कि कांग्रेस सत्ता के लिए किस हद तक जा सकती है। नई दिल्ली में आयोजित ‘आपातकाल के 50 साल’ कार्यक्रम से लाइव… https://t.co/DwafEWyL5R
— Amit Shah (@AmitShah) June 24, 2025
ગૃહમંત્રીએ (Home Minister) કહ્યું કે તમે સરકાર વિરુદ્ધ કોઈ સૂત્રોચ્ચાર નથી કર્યા કે કોઈ સરઘસ નથી કાઢ્યું, છતાં એકમાત્ર ભૂલ એ હતી કે તમારા વિચારો સ્વતંત્ર હતા. આપણે એક પળ માટે કલ્પના પણ કરી શકતા નથી કે તે સવારે દેશના લોકો પર કેટલી ક્રૂરતાથી અત્યાચાર ગુજારવામાં આવ્યા હશે.
અહીં ક્લિક કરી દેવલિપિ ન્યુઝની વોટ્સએપ ચેનલ ફોલો કરો
અમિત શાહે (Amit Shah) પુછ્યા આકરા પ્રશ્નો
ગૃહમંત્રીએ (Home Minister) કહ્યું કે દેશના લોકોએ ખાસ કરીને દેશના યુવાનોએ આ ક્યારેય ભૂલવું ન જોઈએ. આજે ઘણા લોકો બંધારણની (Constitution) દુહાઈ દે છે. હું પૂછવા માંગુ છું કે તમે કયા પક્ષ સાથે જોડાયેલા છો. તમે કયા અધિકારથી બંધારણ વિશે વાત કરો છો. હું બંધારણની દુહાઈ દેનારાઓને પૂછવા માંગુ છું કે શું કટોકટી માટે સંસદની (Parliament) સંમતિ લેવામાં આવી હતી? શું કેબિનેટની (Cabinet) બેઠક બોલાવવામાં આવી હતી? શું દેશને વિશ્વાસમાં લેવામાં આવ્યો હતો?
અહીં ક્લિક કરી દેવલિપિ ન્યુઝની વોટ્સએપ ચેનલ ફોલો કરો