Telangana
Spread the love

Telangana: રાતોરાત ફેમસ થઈ જવાના ચક્કરમાં અનેક લોકો ન કરવા જેવું કરી બેસતા હોય છે. પોતાની રીલ વાયરલ (Reel Viral) થઈ જાય તે માટે કેટલીક વખત એવું કરી બેસે છે જેનાથી ન માત્ર મોટું નુકસાન થતું હોય પરંતુ અનેક લોકો પરેશાન થઈ જતા હોય છે. આવા ફેમસ થઈ જવા માટે રીલ (Reel) બનાવવાના ચક્કરમાં અનેક લોકોએ જીવ ગુમાવ્યો હોવાની ઘટના પણ સામે આવતી રહી છે.

અહીં ક્લિક કરી દેવલિપિ ન્યુઝની વોટ્સએપ ચેનલ ફોલો કરો

તેલંગાણામાં (Telangana) યુવતીએ રેલવે ટ્રેક ઉપર દોડાવી કાર

તેલંગાણાના (Telangana) રંગા રેડ્ડી જિલ્લામાં શંકરપલ્લી નજીક નશાની હાલતમાં મહિલાએ પોતાની કાર રેલ્વે ટ્રેક પર હંકારી દીધી હતી, જેના કારણે ઓછામાં ઓછી 15 ટ્રેનોને ડાયવર્ટ કરવામાં આવી હતી. અંધાધૂંધી ફેલાવવા બદલ ઉત્તર પ્રદેશની 34 વર્ષીય એક મહિલાની ધરપકડ કરવામાં આવી હતી.

તેલંગાણાના (Telangana) રંગારેડ્ડી જિલ્લામાં એક યુવતીએ રેલવે ટ્રેક પર 7 કિમી સુધી કાર ચલાવી હતી. જેના પરિણામે આ રુટ પરનો રેલવે વ્યવહાર ખોરવાયો હતો. આ યુવતીએ ટ્રેક પર 7 કિમી સુધી કાર ચલાવતા 2 કલાક સુધી રેલવે વ્યવહાર ખોરવાઈ ગયો હતો. યુવતીને રેલવે ટ્રેક પર કાર ચલાવતી જોઈને સ્થાનિકોએ સત્વરે પોલીસને જાણ કરી હતી. ખબર મળતાં જ શંકરપલ્લી પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી.

અહીં ક્લિક કરી દેવલિપિ ન્યુઝની વોટ્સએપ ચેનલ ફોલો કરો

વાયરલ વીડિયોમાં, મહિલાને રેલ્વે ટ્રેક પર કિયા સોનેટ કાર ચલાવી રહેલી જોઈ શકાય છે. વીડિયોમાં રહેવાસીઓ, પોલીસ અધિકારીઓ અને રેલ્વે સ્ટાફ રેવતી અને તેની કારને રોકવાનો અને તેને કારમાંથી બહાર કાઢવાનો પ્રયાસ કરતા જોવા મળે છે. છેવટે લોકો સફળતાપૂર્વક યુવતીને બહાર કાઢે છે અને તેના હાથ પકડી લે છે, ત્યારે તે “મારા હાથ છોડી દો” એમ હિન્દીમાં બૂમો પાડતી સંભળાય છે.

પોલીસે મહામુસીબતે આ યુવતીને કસ્ટડીમાં લીધી હતી. પોલીસે યુવતીને પકડી ત્યારે યુવતીએ પોલીસ સાથે બોલાચાલી કરી હતી. પ્રાથમિક તપાસમાં પોલીસે કારમાંથી ડ્રાયવિંગ લાયસન્સ અને પાનકાર્ડ જપ્ત કર્યા છે. રેલ્વે ટ્રેક ઉપર કાર ચલાવનારી યુવતી સોફ્ટવેર એન્જિનિયર છે અને બહુરાષ્ટ્રીય કંપનીમાં કામ કરે છે એવી જાણ પોલીસને થઈ હતી.

તેલંગાણાના (Telangana) રંગારેડ્ડી જિલ્લામાં બનેલી ઘટનાના પરિણામે રેલવે વ્યવહાર ખોરવાઈ ગયો હતો. 2 કલાકની ભારે મથામણ બાદ રેલવે વ્યવહાર પૂર્વવત બન્યો હતો. રેલવે તંત્ર દ્વારા 2 ગૂડ્ઝ અને 2 પેસેન્જર ટ્રેનને અસર થઈ હોવાનું જણાવાયું છે. આ ઉપરાંત 15 જેટલી ટ્રેનને ડાયવર્ટ કરવી પડી હતી.

અહીં ક્લિક કરી દેવલિપિ ન્યુઝની વોટ્સએપ ચેનલ ફોલો કરો


Spread the love
Avatar photo

By Editorial Team

Devlipi News is a independent news network with a mission to bring the news, views, facts and figures of the day.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *