પાકિસ્તાન નિયંત્રણ રેખા પર સતત તણાવ વધારવાનું કાવતરું કરી રહ્યું છે. બુધવારે રાજૌરીમાં સરહદ પારથી ભારતીય ક્ષેત્રમાં ગોળીબાર થયો હતો. આ ગોળીબાર જમ્મુ-કાશ્મીર (Jammu Kashmir) ના રાજૌરી જિલ્લામાં થયો હતો. ઘટના બાદ ઘટનાસ્થળે વધારાની ફોર્સ મોકલવામાં આવી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, જમ્મુ-કાશ્મીર (Jammu Kashmir) માં રાજૌરીના સુંદરબની સેક્ટરમાં બપોરે લગભગ 12.45 વાગ્યે સેનાના વાહન પર 4 થી 5 રાઉન્ડ ગોળીબાર થયો. આ ઘટનાને અંજામ આપ્યા પછી આતંકવાદીઓ ઘટનાસ્થળેથી ભાગી ગયા હતા. જે વિસ્તારમાં આ હુમલો થયો તે નિયંત્રિત વિસ્તારની બાજુમાં છે. સવારથી જ સેના અહીં સર્ચ ઓપરેશન ચલાવી રહી છે. આ દરમિયાન સેનાના વાહન પર ગોળીબાર કરવામાં આવ્યો હતો. હાલમાં સેનાએ આ હુમલાની સત્તાવાર પુષ્ટિ કરી નથી.

આ ઘટનાને અંજામ આપ્યા બાદ આતંકીઓ તરત જ સ્થળ પરથી ફરાર થઈ ગયા હતા. હાલ આ ઘટનામાં કોઈને ઈજા કે જાનહાનિના સમાચાર નથી. સેના દ્વારા મોટા પાયે સર્ચ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે.
તાજેતરમાં જ ભારત અને પાકિસ્તાન (Pakistan) વચ્ચે ફ્લેગ મીટિંગ યોજાઈ હતી. આ બેઠકમાં શાંતિ પર સહમતિ સધાઈ હતી. મીટીંગના થોડા દિવસો બાદ જ આ પ્રકારની ઘટનાએ બધાને પરેશાન કરી દીધા છે. છેલ્લા કેટલાક દિવસોથી સરહદ પર આવા હુમલાઓ સતત વધી રહ્યા છે.

એલઓસી પર બનતી ઘટનાઓથી ચિંતામાં વધારો
પાકિસ્તાન નિયંત્રણ રેખા પર તણાવ વધારવા માટે સતત ષડયંત્ર રચી રહ્યું છે. તાજેતરના દિવસોમાં એલઓસી પર મોટાપાયે યુદ્ધવિરામનું ઉલ્લંઘન કરવામાં આવ્યું છે. બુધવારે જમ્મુ-કશ્મીર (Jammu Kashmir) ના રાજૌરીમાં ભારતીય વિસ્તારમાં એલઓસી પારથી ફાયરિંગ કરવામાં આવ્યું હતું. ભારતે પણ પાકિસ્તાનની આ નાપાક હરકતનો જવાબ આપ્યો હતો. આ પહેલા જમ્મુ-કશ્મીર (Jammu Kashmir) ના પુંછ સેક્ટરમાં ભારતીય ચોકીઓને નિશાન બનાવીને ગોળીબાર કરવામાં આવ્યો હતો. ભારતીય સેનાએ જડબાતોડ જવાબ આપ્યો હતો.
Jammu & Kashmir માં મોટો આતંકવાદી હુમલો, રાજૌરીમાં સેનાના વાહન પર ફાયરિંગ #jammukashmir #TerrorAttack #rajauri #terrorists #ARMY #Attack #AttackonArmy #terroristsattack #armyvehicle #army #Nirbhaynews https://t.co/8OQK9FXt5K
— Nirbhaynews (@nirbhaynews1) February 26, 2025
સેનાની નિયંત્રણ રેખા પર બાજ નજર
ભારતીય સેના અને સુરક્ષા એજન્સીઓ નિયંત્રણ રેખા પર સતત નજર રાખી રહી છે અને કોઈપણ પરિસ્થિતિનો સામનો કરવા માટે સંપૂર્ણ રીતે તૈયાર છે. પાકિસ્તાન સતત ભારત વિરુદ્ધ ષડયંત્ર રચે છે, પરંતુ ભારતના બહાદુરો પણ દરેક વખતે પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપે છે અને તેને દરેક વખતે પીછેહઠ કરવી પડે છે.
[…] જમ્મુ અને કાશ્મીરના (jammu Kashmir) બડગામ જિલ્લામાં વાંધાજનક સૂત્રોચ્ચાર કરીને કાયદો અને વ્યવસ્થાને ખલેલ પહોંચાડવા બદલ પેલેસ્ટાઈનના સમર્થનમાં રેલીનું આયોજન કરનારાઓ સામે કેસ નોંધવામાં આવ્યો છે. […]