Spread the love

ભારત ડિફેન્સ સેક્ટરમાં સમય સાથે સતત હરણફાળ ભરી રહ્યું છે. ભારતના ડિફેન્સ સેક્ટરના વિકાસમાં એક નવી યશ કલગી ઉમેરતા ડીઆરડીઓ (DRDO) એ રવિવારે ઓડિશાના દરિયાકિનારે એપીજે અબ્દુલ કલામ ટાપુ પરથી લાંબા અંતરની હાઈપરસોનિક મિસાઇલનું સફળ પરીક્ષણ કર્યું હતું. ડીઆરડીઓ (DRDO) ની આ સફળતા માટે કેન્દ્રીય સંરક્ષણમંત્રી રાજનાથ સિંહે ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઈઝેશન (ડીઆરડીઓ)ને અભિનંદન પાઠવ્યા છે.

આ હાઈપરસોનિક મિસાઇલનું પરીક્ષણ ડીઆરડીઓ અને સશસ્ત્ર દળોના વરિષ્ઠ વૈજ્ઞાનિકોની હાજરીમાં કરવામાં આવ્યું હતુ. આ પરીક્ષણમાં હાઇપરસોનિક ટેકનોલોજી અને લાંબા અંતરના હથિયારોમાં ભારતની ક્ષમતાઓ ચકાસવામાં તથા દર્શાવવામાં આવી છે.

સંરક્ષણ પ્રધાન રાજનાથસિંહે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર ડીઆરડીઓને અભિનંદન આપતી પોસ્ટ કરી જેમાં તેમણે લખ્યુ કે, ઓડિશાના દરિયાકાંઠે આવેલા ડો. એપીજે અબ્દુલ કલામ ટાપુ પરથી લાંબા અંતરની હાયપરસોનિક મિસાઇલનું સફળતાપૂર્વક પરીક્ષણ કરીને ભારતે એક મોટી સિદ્ધિ હાંસલ કરી છે. આ એક ઐતિહાસિક ક્ષણ છે અને આ નોંધપાત્ર સિદ્ધિએ આપણા દેશને આવી મહત્વપૂર્ણ અને અદ્યતન લશ્કરી તકનીકો ધરાવતા રાષ્ટ્રોના પસંદગીના જૂથમાં સ્થાન આપ્યું છે. હું ડીઆરડીઓ ટીમને અભિનંદન આપું છું. હું આપણા સશસ્ત્ર દળો અને ઉદ્યોગોને તેમની અદભૂત સિદ્ધિઓ બદલ અભિનંદન આપું છું. તેમની અદભૂત સિદ્ધિઓ બદલ અભિનંદન આપું છું.

ભારતના ડીઆરડીઓ દ્વારા પરિક્ષણ કરાયેલી હાઈપરસોનિક મિસાઇલ અવાજની સ્પીડથી ઓછામાં ઓછી પાંચ ગણી સ્પીડથી ગતિ કરે છે. આ હાઈપરસોનિક મિસાઈલની સૌથી મોટી ખાસિયત એ છે કે આ મિસાઇલ ક્રૂઝ અને બેલેસ્ટિક બંને ફીચર્સથી સજ્જ છે. તે વિવિધ પેલોડ વહન કરવામાં અને કોઈપણ પરિસ્થિતિમાં કામગીરી કરવામાં સક્ષમ છે. લાંબા અંતરની આ મિસાઇલ દુશ્મનના રડારને છેતરીને પોતાની હાજરી છુપાવી શકે તેવી ટેકનોલોજીથી પણ સજ્જ છે.

આ સફળ પરિવાર દ્વારા ભારત દુનિયાના એ પાંચ દેશો જેમની પાસે આ ટેકનોલોજી છે એવા અમેરિકા, રશિયા, ચીન, ફ્રાન્સની ક્લબમાં ગૌરવપૂર્ણ જોડાઈ ગયું. આ દેશો ઉપરાંત બ્રિટન, ઇઝરાયેલ, બ્રાઝિલ અને દક્ષિણ કોરિયામાં પણ આ ટેકનોલોજી વિકસાવવામાં આવી રહી છે.


Spread the love
Avatar photo

By Editorial Team

Devlipi News is a independent news network with a mission to bring the news, views, facts and figures of the day.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *