- 12 વર્ષ જુના કેસમાં સેબીએ સીક્યુરીટી માર્કેટમાં ટ્રેડિંગ પર બે વર્ષનો પ્રતિબંધ લગાવ્યો
- 16.97 કરોડના ગેરકાયદે લાભને વ્યાજ સહિત ચૂકવવા આદેશ
- એનડીટીવીના શેર્સમાં ઈનસાઈડર ટ્રેડિંગ રેગ્યુલેશન્સના ભંગ બદલ થઈ હતી તપાસ
એનડીટીવીના (NDTV) પ્રમોટર્સે ઈનસાઈડર ટ્રેડિંગ કરી ગેરકાયદે ફાયદો મેળવ્યો
સેબીએ (SEBI) ને એનડીટીવી (NDTV) ના પ્રમોટર્સ દ્વારા એનડીટીવીના શેર્સમાં ઈનસાઈડર ટ્રેડિંગ રેગ્યુલેશન્સના ભંગ થયો હોવાની જાણકારી મળી હતી. આ સંદર્ભ સેબીએ (SEBI) સપ્ટેમ્બર 2006 થી જૂન 2008 વચ્ચેના સમયગાળાની તપાસ હાથ ધરી હતી જેના સંદર્ભમાં સેબીએ (SEBI) એનડીટીવીના (NDTV) પ્રમોટર્સ પ્રણય રોય અને રાધિકા રોય તથા અન્ય 7 વ્યકતિ ઉપર બે વર્ષ માટે ટ્રેડિંગ માટે પ્રતિબંધ મુક્યો છે. આ ઉપરાંત પ્રણય રોય અને રાધિકા રોયને ઈનસાઈડર ટ્રેડિંગ દ્વારા લાભ કરી મેળવેલા 16.97 કરોડ રૂપિયા 6% વ્યાજ સહિત ચૂકવવા આદેશ કર્યો છે.
સેબીની (SEBI) ની તપાસના તારણો
સિક્યુરિટી એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (SEBI) એ સપ્ટેમ્બર 2006 થી જૂન 2008 સુધીના ઈનસાઈડર ટ્રેડિંગ દરમિયાન એનડીટીવીના (NDTV) ના પ્રમોટર્સ પ્રનોય રોય અને રાધિકા રોય તથા અન્ય 7 વ્યક્તિ અને એન્ટિટીના રેગ્યુલેશન્સના ભંગ કર્યાની તપાસ કરી હતી જેના સંદર્ભમાં ત્રણ આદેશો આપ્યા છે. સેબીએ (SEBI) એ આપેલા આદેશ મુજબ જેઓ જાહેર થયા વગરની સંવેદનશીલ જાણકારી (UPSI) ધરાવતા હતા અને એના દ્વારા ગેરકાયદે ફાયદો મેળવેલી રકમ બધા ભેગા મળીને અથવા જુદા જુદા ચુકવવાની રહેશે. દરેકે ગેરકાયદે મેળવેલા ફાયદાની રકમ 17 એપ્રિલ 2008 થી જે દિવસે ચુકવણી કરે ત્યાં સુધી વાર્ષિક 6% વ્યાજ સહિત ચુકવવાની રહેશે. સેબીની (SEBI) તપાસમાં નિયમનકારને માલુમ થયું છે કે દરેક એન્ટિટીએ પ્રોહિબિશન ઓફ ઈનસાઈડર ટ્રેડિંગના નિયમોનો ભંગ કર્યો છે.
એનડીટીવીના (NDTV) ના પ્રણવ રોય અને રાધિકા રોય માટે સેબીએ (SEBI) શું નોંધ કરી
સેબીએ (SEBI) નોંધ્યું કે એનડીવીના (NDTV) પ્રમોટર્સ પ્રણય રોય અને તેમના પત્ની રાધિકા રોયે ભેગા મળીને જ્યારે તેમની પાસે કંપનીના પુનર્ગઠન અંગેની સંવેદનશીલ જાણકારી હતી ત્યારે એનડીટીવીના શેર્સમાં ઈનસાઈડર ટ્રેડિંગ કરીને 16.97 કરોડ રૂપિયાનો ફાયદો મેળવ્યો હતો. તપાસના સમયગાળા દરમિયાન પ્રણય રોય એનડીટીવીના (NDTV) ચેરમેન અને પૂર્ણ સમયના ડિરેક્ટર હતા અને પ્રણય રોયના પત્ની રાધિકા રોય મેનેજીંગ ડિરેકટર હતા. આ જોતા બંને કંપનીના નિર્ણયકર્તા હતા જે તેમને જાહેર થયા વગરની સંવેદનશીલ જાણકારી (UPSI) ના ક્રિસ્ટલાઈઝેશન તરફ દોરી જાય છે.
કેવી રીતે પ્રણય રોય અને રાધિકા રોયે ગેરકાયદે ફાયદો મેળવ્યો
કંપનીના પુનર્ગઠન સંબંધિત ચર્ચા 7મી સપ્ટેમ્બર 2007 માં શરૂ થઈ હતી જેની જાહેરાત 16 એપ્રિલ 2008 ના દિવસે કરવામાં આવી હતી. આ જોતા 7મી સપ્ટેમ્બર 2007 થી 16 એપ્રિલ 2008 નો સમયગાળો UPSI સમયગાળો ગણાય. પ્રણય રોય અને તેમના પત્ની રાધિકા રોયે જ્યારે તેમના માટે ટ્રેડિંગ વિન્ડો બંધ હતી ત્યારે 17 એપ્રિલ 2008 ના દિવસે શેર્સ વેચીને 16,97,38,335 રૂપિયાનો ફાયદો મેળવ્યો હતો. આમ કરીને તેમણે પ્રોહિબિશન ઓફ ઈનસાઈડર ટ્રેડિંગ (PIT) નાં નિયમોનો ભંગ કર્યો હતો. આ ઉપરાંત તેમણે એનડીટીવીના (NDTV) ના પ્રિવેન્શન ઓફ ઈનસાઈડર ટ્રેડિંગ જેમાં સ્ટોક એક્સચેન્જમાં જાહેરાત થયાના ઓછામાં ઓછા 24 કલાક સુધી ઈનસાઈડર ટ્રેડિંગ કરવાની મનાઈ ફરમાવે છે એનું પણ ઉલ્લંઘન કર્યું હતું. પ્રણય રોય તથા રાધિકા રોય પર બે વર્ષનો પ્રતિબંધ લગાવ્યો છે તથા ગેરકાયદે મેળવેલા ફાયદાની રકમ વાર્ષિક 6% વ્યાજ સહિત ચૂકવવા આદેશ આપ્યો છે.
અન્ય વ્યક્તિઓ જેમણે ગેરકાયદે ફાયદો મેળવ્યો
ગ્રુપ સીઈઓ અને એક્ઝિક્યુટિવ ડિરેક્ટર વિક્રમાદિત્ય ચંદ્રાએ સંબંધિત સમયગાળા દરમિયાન 6.67 લાખ રૂપિયા ફાયદો મેળવ્યો. સિનિયર એડવાઈઝર – એડિટોરિયલ અને પ્રોજેક્ટ્સ ઈશ્વરી પ્રસાદ બાજપાઈએ 8.82 લાખ રૂપિયા ગેરકાયદે ફાયદો મેળવ્યો. જોકે UPSI સમયગાળા દરમિયાન જ ગ્રુપ સીએફઓ અને ડિરેક્ટર – ફાઈનાન્સ સૌરવ બેનર્જીને એનડીટીવીની (NDTV) સ્ક્રીપ્સના ટ્રેડિંગમાં 47,000 રૂપિયાનું નુકશાન થયું હતું. જે શેર UPSI સમયગાળા દરમિયાન વેચવામાં આવ્યા તે શેર તેમને ESOPs અંતર્ગત એલોટ કરવામાં આવ્યા હતા. સેબીએ (SEBI) ગેરકાયદે મેળવેલા ફાયદાની રકમ વ્યાજ સહિત ચુકવવા આદેશ કર્યો છે અને વિક્રમાદિત્ય ચંદ્રા, ઈશ્વરી પ્રસાદ બાજપાઈ તથા સૌરવ બેનર્જી ઉપર એક વર્ષનો પ્રતિબંધ લગાવ્યો છે.
એનડીટીવીના (NDTV) ગ્રુપ સદસ્ય તથા ઓન કોલ એડવાઈઝર સંજય દત્તે પણ ખોટી રીતે ફાયદો મેળવ્યો
એનડીટીવીના (NDTV) ગ્રુપ સદસ્ય તથા ઓન કોલ એડવાઈઝર સંજય દત્તના પત્ની પ્રેણિતા દત્ત તથા સંજય દત્ત સાથે સંકળાયેલી સંસ્થાઓ ક્વોન્ટમ સિક્યુરિટીઝ પ્રાઈવેટ લિમિટેડ, SAL રિયલ એસ્ટેટ પ્રાઈવેટ લિમિટેડ અને તાજ કેપિટલ પાર્ટનર્સ લિમિટેડે જ્યારે UPSI નો કબજો ધરાવતા હતા ત્યારે ખોટી રીતે 2.2 કરોડ રૂપિયાનો ફાયદો મેળવ્યો હતો. સંજય દત્ત ત્યારે એનડીટીવીના (NDTV) ગ્રુપ સદસ્ય તથા ઓન કોલ એડવાઈઝર હોવાથી કોર્પોરેટ ફાઇનાન્સ અને સ્ટ્રેટેજીક આયોજનની જવાબદારી તથા એકાઉન્ટેબલિટી એમના કાર્યનો હિસ્સો હોવાને અવકાશ છે. જે સમયગાળાની તપાસ કરવામાં આવી તે સમયગાળા દરમિયાન કંપનીએ એક્સચેન્જને 6 કિંમત સંબંધિત સંવેદનશીલ માહિતી આપી હતી. સંજય દત્ત પાસે આ કિંમત સંબંધિત સંવેદનશીલ માહિતી હોવાનો કે એની જાણકારી મેળવી શકે તેમ હોઈ તેમણે આ માહિતી તેમની પત્ની પ્રેણિતા દત્ત અને પોતાની સાથે સંકળાયેલી સંસ્થાઓ ક્વોન્ટમ સિક્યુરિટીઝ પ્રાઈવેટ લિમિટેડ, SAL રિયલ એસ્ટેટ પ્રાઈવેટ લિમિટેડ અને તાજ કેપિટલ પાર્ટનર્સ લિમિટેડને આપી હોઈ શકે જેના દ્વારા તેમણે UPSI સમયગાળામાં એનડીટીવીના (NDTV) ના શેરનું ટ્રેડિંગ કર્યું અને 2.2 કરોડ રૂપિયા ગેરકાયદે કમાવ્યા તેથી સેબીએ (SEBI) એ તેમને એક એક કરીને કે ભેગા મળીને ગેરકાયદે ફાયદો મેળવેલી રકમ વ્યાજ સહિત ચુકવવા આદેશ કર્યો છે અને સંજય દત્ત સહિત બધી જ સંસ્થાઓ ઉપર બે વર્ષ સુધી પ્રતિબંધ લગાવ્યો છે.