ગ્લોબલ વોર્મિંગના સંકટ વચ્ચે, જ્યારે વિશ્વભરના ગ્લેશિયર્સ સંકોચાઈ રહ્યા છે, ત્યારે ઉત્તરાખંડમાં હિમાલયમાં એક ગ્લેશિયરનું કદ વાર્ષિક 163 મીટરના દરે વધી રહ્યું છે. આ એક અસામાન્ય ઘટના છે. વૈજ્ઞાનિકો આશ્ચર્યચકિત થઈ ગયા છે અને તેનું કારણ જાણવા માટે નવા સંશોધનો શરૂ કરવામાં આવ્યા છે.
આ અસામાન્ય જણાતી શોધ મનીષ મહેતા, વિનીત કુમાર, અજય રાણા અને વાડિયા ઇન્સ્ટિટ્યૂટ ઑફ હિમાલયન જીઓલોજી, દેહરાદૂનના ગૌતમ રાવત દ્વારા કરવામાં આવી હતી. વાડિયા હિમાલયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ જીઓલોજીના વૈજ્ઞાનિકો 2019થી તેના પર નજર રાખી રહ્યા હતા.
મલ્ટી-ટેમ્પોરલ સેટેલાઇટ ડેટાનો ઉપયોગ કરીને સેન્ટ્રલ હિમાલયમાં ગ્લેશિયર સર્જના અભિવ્યક્તિ, સેટેલાઇટ ડેટાનો ઉપયોગ કરીને આ અભ્યાસ કરવામાં આવ્યો હતો જેના તારણો દર્શાવે છે કે ગ્લેશિયર હાલમાં ‘વિસ્તરી રહી છે’.
પર્વતીય રાજ્ય ઉત્તરાખંડના ઉત્તરીય પ્રદેશમાં આ ગ્લેશિયર નીતિ ખીણમાં ઉચ્ચ હિમાલય પ્રદેશના ધૌલી ગંગા બેસિનમાં અવિગામી પર્વતની નીચે સ્થિત છે, જે ભારત-તિબેટ સરહદની નજીક એક દૂરસ્થ વિસ્તાર છે.
રેન્ડોલ્ફ અને રેકાના ગ્લેશિયર્સને અડીને આવેલી નવી ગ્લેશિયર કે જેનું હજુ સુધી નામકરણ કરવામાં આવ્યું નથી તે લગભગ 10 કિમી લંબાઇ અને 48 ચોરસ કિમી પહોળાઈમાં વિસ્તરેલી છે. 2001માં તે 7 મીટર/વર્ષના દરે વધી રહ્યો હતો. હવે આ ઝડપ 163 મીટર/વર્ષે પહોંચી છે. હાલમાં તેનું કુલ કદ 48 ચોરસ કિમી છે, જે 2019માં 39 ચોરસ કિમી હતું. તે તિબેટ તરફ એ જ દિશામાં આગળ વધી રહી છે, દરરોજ 27 મીટરના દરે તેની દિશા પણ બદલી રહી છે.
ભારતીય ભૂસ્તરશાસ્ત્રીય સર્વેક્ષણ અનુસાર, હિમાલય ક્ષેત્રમાં 9,527 હિમનદીઓ છે. તેમાંથી લગભગ 3600 ઉત્તરાખંડમાં છે. સેટેલાઇટ ડેટા દર્શાવે છે કે આ બધામાં માત્ર આ એક જ ગ્લેશિયર જ વધી રહી છે. બાકીની બધી સંકોચાઈ રહી છે.
વાડિયા ઇન્સ્ટિટ્યૂટના વરિષ્ઠ ભૂસ્તરશાસ્ત્રી મનીષ મહેતાએ જણાવ્યું હતું કે, “ગ્લેશિયરનો વિસ્તાર થવો એ ગ્લેશિયરના કદમાં અચાનક અને ઝડપી વધારો સૂચવે છે.” મહેતાએ કહ્યું કે જો ગ્લેશિયરનું કદ આ રીતે વધશે તો હિમાલય વિસ્તારમાં મોટી દુર્ઘટના સર્જાઈ શકે છે.
મહેતાએ જણાવ્યું હતું કે, આ વિચિત્ર ઘટનાનું એક કારણ હાઇડ્રોલોજિકલ અસંતુલન હોઈ શકે છે, જે ત્યારે થાય છે જ્યારે પાણીની છિદ્રાળુતાને કારણે બરફના સ્તરો નબળા પડે છે અને સ્થિરતા ગુમાવે છે.
આવા ગ્લેશિયર્સ સામાન્ય રીતે અલાસ્કામાં જોવા મળે છે. પરંતુ, હિમાલયમાં આવું પહેલીવાર થઈ રહ્યું છે. ડો.વિનીત કુમાર, ડો.અજય રાણા, ડો.ગૌતમ રાવત પણ સંશોધન ટીમમાં હતા.