મોહન ભાગવતે (Mohan Bhagwat) આજથી લાગુ થયેલા ટ્રમ્પ ટેરિફ ટેરર (Trump Tariff Terror) વચ્ચે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના (Rashtriya Swayamsevak Sangh) શતાબ્દી વર્ષ પૂર્ણ થવા ઉપર દિલ્હીના (Delhi) વિજ્ઞાન ભવન (Vigyan Bhavan) ખાતે ચાલતી ત્રિદિવસીય વ્યાખ્યાન માળા ‘સંઘ યાત્રાના 100 વર્ષ – નવી ક્ષિતિજ’ (100 वर्ष की संघ यात्रा – नए क्षितिज) ના આજે બીજા દિવસે મોટુ નિવેદન આપ્યું હતું.
અહીં ક્લિક કરી દેવલિપિ ન્યુઝની વોટ્સએપ ચેનલ ફોલો કરો
આરએસએસના (RSS) સરસંઘચાલક (Sarsanghchalak) ડૉ. મોહન ભાગવતે (Mohan Bhagwat) કહ્યું કે સમાજ અને જીવનમાં સંતુલન એ ધર્મ છે, જે આપણને કોઈપણ અતિવાદથી બચાવે છે. ભારતીય પરંપરા (Indian Tradition) તેને મધ્યમ માર્ગ કહે છે અને આ આજે વિશ્વની સૌથી મોટી જરૂરિયાત છે. તેમણે કહ્યું કે વિશ્વ માટે એક ઉદાહરણ સ્થાપિત કરવા માટે, સામાજિક પરિવર્તનનો આરંભ ઘરથી કરવો પડશે. આ માટે, સંઘે પંચ પરિવર્તન (Panch Parivartan) દર્શાવ્યા છે: કુટુંબ પ્રબોધન (Kutumb Prabodhan), સામાજિક સમરસતા (Samajik Samarasta), પર્યાવરણ સંરક્ષણ (Paryavaran Sanraxan), સ્વ-બોધ (સ્વદેશી) (Sva-bodh) અને નાગરિક કર્તવ્યોનું પાલન (Nagarik Kartavya). આત્મનિર્ભર ભારત (Atmanirbhar Bharat) માટે સ્વદેશીને (Swadeshi) પ્રાથમિકતા આપવી જોઈએ અને ભારતનો આંતરરાષ્ટ્રીય વેપાર ફક્ત સ્વૈચ્છિક રીતે થવો જોઈએ અને કોઈ દબાણ હેઠળ નહીં.

સરસંઘચાલક (Sarsanghachalak) મોહન ભાગવત (Mohan Bhagwat) સંઘ શતાબ્દી વર્ષ (Sangh Centenary Year) નિમિત્તે વિજ્ઞાન ભવનમાં (Vigyan Bhavan) આયોજિત ત્રણ દિવસીય વ્યાખ્યાન માળા ‘સંઘ યાત્રાના 100 વર્ષ, નવી ક્ષિતિજ’ ના (100 वर्ष की संघ यात्रा – नए क्षितिज) બીજા દિવસે સંબોધન કરી રહ્યા હતા. આ દરમિયાન મંચ પર સરકાર્યવાહ દત્તાત્રેય હોસબાલે (Dattatreya Hosabale), ઉત્તર ક્ષેત્રના પ્રાંત સંઘચાલક પવન જિંદાલ અને દિલ્હી પ્રાંત સંઘચાલક ડૉ. અનિલ અગ્રવાલ ઉપસ્થિત રહ્યા હતા.
અહીં ક્લિક કરી દેવલિપિ ન્યુઝની વોટ્સએપ ચેનલ ફોલો કરો
કેવી રીતે ચાલે છે સંઘકાર્ય
મોહન ભાગવતે (Mohan Bhagwat) કહ્યું કે સંઘ કાર્ય શુદ્ધ સાત્વિક પ્રેમ અને સામાજનિષ્ઠા પર આધારિત છે. “સંઘના (RSS) સ્વયંસેવક (Swayamsevak) કોઈ વ્યક્તિગત લાભની અપેક્ષા રાખતા નથી. અહીં કોઈ ઈન્સેન્ટીવ નથી મળતા, તેના બદલે ડિસઈન્સેન્ટીવ વધુ હોય છે.” સ્વયંસેવકો (Swayamsevak) સામાજિક કાર્ય કરતા આનંદનો અનુભવ કરે છે.” તેમણે સપષ્ટ કર્યું કે જીવનની સાર્થકતા અને મુક્તિની અનુભૂતિ આ સેવા દ્વારા જ કરી શકીએ છીએ. સજ્જનો સાથે મિત્રતા રાખવી, દુષ્ટોની અવગણના કરવી, કોઈ સારું કરે ત્યારે આનદ વ્યક્ત કરવો, દુષ્ટો પ્રત્યે પણ કરૂણા રાખવી – આ સંઘના (RSS) જીવન મૂલ્યો છે.

હિંદુત્વ શું છે?
હિન્દુ (Hindu) ધર્મની મૂળભૂત ભાવના પર બોલતા તેમણે કહ્યું કે હિન્દુત્વ (Hindutva) સત્ય, પ્રેમ અને અપનત્વ છે. આપણા ઋષિ-મુનિઓએ આપણને શીખવ્યું કે જીવન આપણા માટે નથી. આ જ કારણ છે કે ભારતે વિશ્વમાં મોટા ભાઈની ભૂમિકા ભજવવી પડશે અને માર્ગ બતાવવો પડશે. અહીંથી જ વિશ્વ કલ્યાણનો વિચાર જન્મે છે.
અહીં ક્લિક કરી દેવલિપિ ન્યુઝની વોટ્સએપ ચેનલ ફોલો કરો
વિશ્વ કઈ દિશામાં જઈ રહ્યું છે?
સરસંઘચાલકે (Sarsanghchalak) ચિંતા વ્યક્ત કરી કે દુનિયા કટ્ટરતા, કલહ અને અશાંતિ તરફ આગળ વધી રહી છે. છેલ્લા ત્રણસો વર્ષોમાં, ઉપભોક્તાવાદી અને ભૌતિકવાદી દૃષ્ટિને કારણે માનવ જીવનની ભદ્રતા ક્ષીણ થઈ છે. તેમણે ગાંધીજીના (Gandhiji) સાત સામાજિક પાપો, “શ્રમ વિના કાર્ય, આનંદ વિના સમજદારી, જ્ઞાન વિના ચારિત્ર્ય, નૈતિકતા વિના વેપાર, માનવતા વિના વિજ્ઞાન, બલિદાન વિના ધર્મ અને સિદ્ધાંતો વિના રાજકારણ” નો ઉલ્લેખ કરતા તેમણે કહ્યું કે આના કારણે સમાજમાં અસંતુલન વધતુ ગયું છે.

મોહન ભાગવતે (Mohan Bhagwat) કહ્યું, ધર્મનો માર્ગે અપનાવવો પડશે
સંઘ સરસંઘચાલક (RSS Sarsanghchalak) મોહન ભાગવતે (Mohan Bhagwat) કહ્યું કે આજે વિશ્વમાં સમન્વયનો અભાવ છે અને વિશ્વએ પોતાનો દૃષ્ટિકોણ બદલવો પડશે. વિશ્વએ ધર્મનો (Dharma) માર્ગ અપનાવવો પડશે. “ધર્મ પૂજા-પાઠ અને કર્મકાંડથી પર છે. બધા પ્રકારના રિલિજીયનથી (Religion) ઉપર ધર્મ (Dharma) છે. ધર્મ આપણને સંતુલન શીખવે છે. આપણે જીવવાનું છે, સમાજે જીવવાનું છે અને પ્રકૃતિએ પણ જીવવાનું છે.” ધર્મ એ મધ્યમ માર્ગ છે જે આપણને અતિવાદથી બચાવે છે. ધર્મનો અર્થ છે મર્યાદા અને સંતુલન સાથે જીવવું. આ અભિગમથી જ વિશ્વ શાંતિ સ્થાપિત થઈ શકે છે.
ધર્મની વ્યાખ્યા આપતાં તેમણે કહ્યું, “ધર્મ એ છે જે આપણને સંતુલિત જીવન તરફ દોરી જાય છે, જ્યાં વિવિધતા સ્વીકારવામાં આવે છે અને દરેકના અસ્તિત્વનો આદર આપવામાં આવે છે.” તેમણે ભાર મૂક્યો કે આ વિશ્વ ધર્મ છે અને હિન્દુ સમાજે સંગઠિત થઈને વિશ્વ સમક્ષ પ્રસ્તુત કરવો જોઈએ.
અહીં ક્લિક કરી દેવલિપિ ન્યુઝની વોટ્સએપ ચેનલ ફોલો કરો
વિશ્વની વર્તમાન સ્થિતિ અને ઉપાય
વૈશ્વિક સંદર્ભમાં, તેમણે કહ્યું કે શાંતિ, પર્યાવરણ અને આર્થિક અસમાનતા પર ચર્ચા ચાલી રહી છે, ઉકેલો પણ સૂચવવામાં આવી રહ્યા છે, પરંતુ સમાધાન દૂર લાગે છે. “આ માટે, વ્યક્તિએ પ્રામાણિકતાથી વિચારવું પડશે, જીવનમાં ત્યાગ અને બલિદાન લાવવા પડશે. વ્યક્તિએ સંતુલિત બુદ્ધિ અને ધર્મ દ્રષ્ટિ વિકસાવવી પડશે.”

ભારતે સંયમ જાળવી રાખ્યો
ભારતના આચરણ વિશે વાત કરતા, સરસંઘચાલક (Sarsanghachalak) મોહન ભાગવતે (Mohan Bhagwat)કહ્યું કે “આપણા પોતાના નુકસાનને અવગણીને પણ આપણે હંમેશા સંયમ જાળવી રાખ્યો છે. આપણને નુકશાન પહોંચાડનારાને પણ તેની મુશ્કેલીના સમયે આપણે સહાયતા કરી છે. વ્યક્તિ અને રાષ્ટ્રોના અહંકારથી શત્રુતા ઉભીથાય છે, પરંતુ ભારત અહંકારથી પર છે.” તેમણે કહ્યું કે ભારતીય સમાજે પોતાના આચરણ દ્વારા વિશ્વમાં એક ઉદાહરણ સ્થાપિત કરવું પડશે.
તેમણે કહ્યું કે આજે સમાજને સંઘની (RSS) શાખ ઉપર વિશ્વાસ છે. “સંઘ જે પણ કહે છે, સમાજ તેને સાંભળે છે.” આ વિશ્વાસ સેવા અને સમાજનિષ્ઠા દ્વારા પ્રાપ્ત થયો છે.
અહીં ક્લિક કરી દેવલિપિ ન્યુઝની વોટ્સએપ ચેનલ ફોલો કરો
ભવિષ્યની દિશા
ભવિષ્યની દિશા અંગે મોહન ભાગવતે (Mohan Bhagwat) કહ્યું કે સંઘનો ઉદ્દેશ્ય તમામ સ્થાનો, વર્ગો અને સ્તરો સુધી સંઘકાર્ય (Sangh Karya)પહોંચે તે છે. સમાજમાં સારા કાર્ય કરતી સજ્જન શક્તિ (Sajjan Shakti) એકબીજા સાથે જોડાય. જેનાથી સમાજ પોતે સંઘની (RSS) જેમ જ ચારિત્ર્ય નિર્માણ અને દેશભક્તિનું કાર્ય કરશે. તેના માટે આપણે સમાજના ખૂણે-ખૂણે પહોંચવું પડશે. સંઘની (RSS) શાખાને (Shakha) દરેક ભૌગોલિક સ્થાન અને સમાજના તમામ વર્ગો અને સ્તરો સુધી પહોંચાડવી પડશે. અમે સજ્જન શક્તિનો (Sajjan Shakti) સંપર્ક કરીશું અને તેમને એકબીજાનો સંપર્ક કરાવીશું.
અહીં ક્લિક કરી દેવલિપિ ન્યુઝની વોટ્સએપ ચેનલ ફોલો કરો
મોહન ભાગવતે (Mohan Bhagwat) કહ્યું કે સંઘ (RSS) માને છે કે આપણે સમાજમાં સદ્ભાવના લાવવી પડશે, સમાજના અભિપ્રાય નિર્માતાઓને નિયમિતપણે મળવું પડશે. તેમના માધ્યમથી એક વિચાર વિકસાવવો પડશે. તેઓ પોતાના સમાજ માટે કામ કરે, તેમનામાં હિન્દુ (Hindu) સમાજનો હિસ્સો હોવાનો અનુભવ નિર્માણ થાય અને ભૌગોલિક પરિસ્થિતિઓને લગતા પડકારોનો ઉકેલ તેઓ સ્વયં શોધે. તેઓએ નબળા વર્ગો માટે કામ કરે. આમ કરીને, સંઘ (RSS) સમાજના સ્વભાવમાં પરિવર્તન લાવવા માંગે છે.

મોહન ભાગવતે (Mohan Bhagwat) કહ્યું કે ધાર્મિક વિચારો ભારતમાં બહારથી થયેલા આક્રમણને કારણે આવ્યા. કોઈ કારણોસર, કેટલાક લોકોએ તેને સ્વીકાર્યા. “તેઓ અહીંના છે, પરંતુ વિદેશી વિચારધારાને કારણે સર્જાયેલા અંતરને દૂર કરવાની આવશ્યકતા છે. આપણે બીજાના દુઃખને સમજવું પડશે. એક દેશ, એક સમાજ અને એક રાષ્ટ્રનો ભાગ હોવાના સંબંધે, વિવિધતાઓ હોવા છતાં, આપણે સમાન પૂર્વજો અને સહિયારા સાંસ્કૃતિક વારસા સાથે આગળ વધવું પડશે. આ સકારાત્મકતા અને સદ્ભાવ માટે આવશ્યક છે. આમાં પણ, આપણે એક એક ડગલું સમજી વિચારીને આગળ વધવાની વાત કરી રહ્યા છીએ.”
અહીં ક્લિક કરી દેવલિપિ ન્યુઝની વોટ્સએપ ચેનલ ફોલો કરો
આર્થિક પ્રગતિ માટેના નવા માર્ગ
આર્થિક મોરચે મોહન ભાગવતે (Mohan Bhagwat) કહ્યું કે નાના પ્રયોગો થયા છે, પરંતુ હવે રાષ્ટ્રીય સ્તરે એક આર્થિક મોડેલ બનાવવું પડશે. આપણે વિશ્વ માટે એક ઉદાહરણ બને એવું આત્મનિર્ભરતા, સ્વદેશી અને પર્યાવરણ વચ્ચે સંતુલન ધરાવતું વિકાસ મોડેલ રજૂ કરવું પડશે.
પડોશી દેશો સાથેના સંબંધો અંગે મોહન ભાગવતે (Mohan Bhagwat) કહ્યું, “નદીઓ, પર્વતો અને લોકો સમાન છે, માત્ર નકશા પર રેખાઓ ખેંચી દેવામાં આવી છે. વારસામાં મળેલા મૂલ્યોથી દરેક વ્યક્તિ પ્રગતિ કરી શકે તેથી તેમને જોડવા પડશે. પંથ અને સંપ્રદાયો ભિન્ન હોઈ શકે છે, પરંતુ સંસ્કારોમાં કોઈ ભિન્નતા નથી.”
અહીં ક્લિક કરી દેવલિપિ ન્યુઝની વોટ્સએપ ચેનલ ફોલો કરો
પંચ પરિવર્તન – પોતાના ઘરથી આરંભ
તેમણે કહ્યું કે વિશ્વમાં પરિવર્તન લાવતા પહેલા આપણે આપણા ઘરથી સમાજ પરિવર્તનનો આરંભ કરવો પડશે. તે માટે સંઘે (RSS) કુટુંબ પ્રબોધન (Kutumb Prabodhan), સામાજિક સમરસતા (Samajik Samarasta) , પર્યાવરણ સંરક્ષણ Paryavaran Sanraxan), સ્વ-બોધ (Sva-Bodh) અને નાગરિક કર્તવ્યોનું પાલન (Nagarik Kartavyo) એમ પંચ પરિવર્તન (Panch Parivartan) દર્શાવ્યા છે. તેમણે તહેવારોમાં પરંપરાગત પોશાક પહેરવા, માતૃભાષામાં હસ્તાક્ષર કરવા અને સ્થાનિક ઉત્પાદનો આદર સાથે ખરીદવાનું ઉદાહરણ આપ્યું.

મોહન ભાગવતે (Mohan Bhagwat) કહ્યું કે આપણા પૂર્વજો હસતાં હસતાં ફાંસી પર ચઢી ગયા હતા, પરંતુ આજે આપણે 24 કલાક દેશ માટે જીવીએ તે આવશ્યક છે. “બધી પરિસ્થિતિઓમાં બંધારણ અને નિયમોનું પાલન કરવું જોઈએ. ઉશ્કેરણીથી દોરવાઈને ટાયરો સળગાવશો નહીં કે પથ્થરમારો કરશો નહીં. ઉપદ્રવી તત્વો આવી કાર્યોનો ફાયદો ઉઠાવીને આપણને તોડવાનો પ્રયાસ કરે છે. આપણે ઉશ્કેરણીથી દોરવાઈને ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ન કરવી જોઈએ. આપણે નાની નાની બાબતોમાં પણ દેશ અને સમાજને ધ્યાનમાં રાખીને આપણું કામ કરવું જોઈએ.”
100 वर्ष की संघ यात्रा नए क्षितिज द्वितीय दिवस 27 अगस्त 2025 विज्ञान भवन दिल्ली https://t.co/So1z9s3aGn
— RSS (@RSSorg) August 27, 2025
મોહન ભાગવતે (Mohan Bhagwat) કહ્યું કે ભારતે આત્મનિર્ભરતા તરફ નક્કર પગલાં ભરવા પડશે અને આ માટે સ્વદેશીને પ્રાથમિકતા આપવી પડશે.
અંતમાં મોહન ભાગવતે (Mohan Bhagwat) કહ્યું કે “સંઘ ક્રેડિટ બુકમાં આવવા નથી માંગતો. સંઘ ઈચ્છે છે કે ભારત એવી છલાંગ લગાવે કે તેનો તો કાયાપલટ થાય જ સાથે સાથે સમગ્ર વિશ્વમાં સુખ અને શાંતિ સ્થાપિત થાય.”
અહીં ક્લિક કરી દેવલિપિ ન્યુઝની વોટ્સએપ ચેનલ ફોલો કરો