Rifle Drone: બીએસએસ એલાયન્સે (BSS Alliance) એક નવી ડ્રોન સિસ્ટમ (Drone System) વિકસાવી છે. કંપનીએ તેના TRIYAM-3D પ્રોજેક્ટ બાદ ઓછી ઉંચાઈએ ઉડતા ડ્રોનમાં AK203 એસોલ્ટ રાઈફલ (Assault Rifle) જોડીને કમાલ કરી છે. આ ફાઈફલ ડ્રોન (Rifle Drone) તેની ગતિ, ચોકસાઈ અને શક્તિ સાથે યુદ્ધમાં ગેમ-ચેન્જર સાબિત થઈ શકે છે. તેનો ઉપયોગ આતંકવાદ વિરોધી કામગીરી અને શહેરી યુદ્ધમાં પણ થઈ શકે છે.
અહીં ક્લિક કરી દેવલિપિ ન્યુઝની વોટ્સએપ ચેનલ ફોલો કરો
BSS દ્વારા બનાવવામાં આવેલ આ રાઈફલ ડ્રોનની (Rifle Drone) રેન્જ 15-25 કિમી અને ઉડાન ક્ષમતા 45-60 મિનિટ છે. આ સિસ્ટમ યુદ્ધના મેદાનમાં ચોકસાઈ અને ગતિશીલતા વધારશે, ભારતીય સેનાની (Indian Army) ક્ષમતાઓમાં વધારો કરશે અને “મેક ઈન ઈન્ડિયા” (Make In India) પહેલને વેગ આપશે.

આ રાઈફલ ડ્રોન પ્લેટફોર્મ (Rifle Drone) ન માત્ર દુશ્મન પર ચોકસાઈથી પ્રહાર કરશે પરંતુ તેમાં અત્યંત ગતિશીલતા અને ઘાતક ક્ષમતા પણ હશે. આ ડ્રોન રાઈફલ સિસ્ટમ (Drone Rifle System) ભવિષ્યના ડ્રોન યુદ્ધને (Drone War) સંપૂર્ણપણે બદલી શકે છે અને ભારતીય સેનાની (Indian Army) પ્રહાર ક્ષમતાઓમાં ઘણો વધારો કરી શકે છે.

ઓછી ઊંચાઈએ ઉડવા સક્ષમ
આ નવી ડ્રોન સિસ્ટમ (Drone System) ખાસ કરીને ઓછી ઊંચાઈએ ઉડતી વખતે દુશ્મનના લક્ષ્યોને નિશાન બનાવવા માટે બનાવવામાં આવી છે. આ ડ્રોન રાઈફલ (Drone Rifle) દુર્ગમ વિસ્તારોમાં પણ સરળતાથી પહોંચી શકે છે અને અત્યંત ઝડપથી પ્રહાર કરી શકે છે. આ જ કારણ છે કે આવનારા સમયમાં તે ભારતીય સેના માટે ખૂબ સહાયક સાબિત થશે.
અહીં ક્લિક કરી દેવલિપિ ન્યુઝની વોટ્સએપ ચેનલ ફોલો કરો

કેવી છે આ નવા રાઈફલ ડ્રોનની (Rifle Drone) વિશેષતાઓ?
ક્ષમતા: ડ્રોન પ્લેટફોર્મ સંપૂર્ણપણે પ્રતિ મિનિટ 600 રાઉન્ડની ઝડપે ફાયર કરી શકતી AK-203 એસોલ્ટ રાઈફલથી સજ્જ છે. આ ડ્રોન (Drone) 3-5 કિલોગ્રામ વજનના શસ્ત્રો અને દારૂગોળો વહન કરવામાં સક્ષમ છે. ઉપરાંત, તે એડવાન્સ ટાર્ગેટિંગ સિસ્ટમ અને નાઈટ-વિઝન કેમેરાથી સજ્જ છે.
રેન્જ: રાઈફલ ડ્રોનની (Rifle Drone) ઓપરેશનલ રેન્જ 15 થી 25 કિલોમીટર છે, જે મિશન અનુસાર વધારી શકાય છે. તે શહેરી અને દુર્ગમ વિસ્તારોમાં ઓછી ઊંચાઈએ ઉડતી વખતે દુશ્મન પર સચોટ હુમલો કરવામાં સક્ષમ છે.
પાવર: આ પ્લેટફોર્મ હાઈ-ટેક ઇલેક્ટ્રિક મોટર દ્વારા સંચાલિત છે, જે બેટરી અને સોલાર સપોર્ટ બંનેના વિકલ્પ સાથે આવે છે. એકવાર ચાર્જ થયા પછી આ રાઈફલ ડ્રોન (Rifle Drone) 45 થી 60 મિનિટ સુધી સતત કાર્ય કરી શકે છે. ભવિષ્યમાં તેમાં હાઈબ્રિડ પાવર સિસ્ટમ ઉમેરવાની પણ શક્યતા છે.
મેક ઈન ઈન્ડિયાને (Make In India) પ્રોત્સાહન આપતા આ ફ્લાઇંગ એસોલ્ટ રાઇફલ ડ્રોન (Rifle Drone) સિસ્ટમ આગામી સમયમાં ભારતીય સેનાની તાકાતને નવા પરિમાણો આપશે અને ડ્રોન યુદ્ધની વ્યાખ્યા બદલી નાખશે.
અહીં ક્લિક કરી દેવલિપિ ન્યુઝની વોટ્સએપ ચેનલ ફોલો કરો

રાઈફલ ડ્રોનની (Rifle Drone) શોધ કોણે કરી?
આકાશમાંથી જ રાઈફલ ડ્રોન (Rifle Drone) દ્વારા દુશ્મનનો ખાતમો કરી નાખતી આ AK-203 રાઈફલની શોધ BSS મટિરિયલ લિમિટેડ (BSS Materials Limited)દ્વારા કરવામાં આવી છે. આ કંપની ભારત સરકારના ડિફેન્સ મેક ઈન ઈન્ડિયા અને સ્ટાર્ટઅપ ઈન્ડિયા પહેલ હેઠળ સ્થાપિત કરવામાં આવી છે. આ કંપનીનો ઉદ્દેશ્ય દેશમાં વિશ્વ સ્તરનું સંરક્ષણ ઉત્પાદન કેન્દ્ર બનાવવાનો છે અને તેનું વિઝન (Vision) નેશન ફર્સ્ટ (Nation First) છે.
भारत में एक गैर-लाभकारी संस्था ने एक नई तकनीक विकसित की है, जिसमें राइफल को ड्रोन पर माउंट कर दुश्मनों पर हवा से हमला किया जा सकता है। यह उन्नत ड्रोन हथियार प्रणाली दूर से संचालित होती है और सीमावर्ती इलाकों में निगरानी व हमला दोनों के लिए कारगर साबित हो सकती है। यह तकनीक सेना के… pic.twitter.com/qe7owhyxHS
— AajTak (@aajtak) June 25, 2025
બીએસએસ મટિરિયલ્સ લિમિટેડના (BSS Materials Limited) સ્થાપક પ્રમોટર્સ, ડિરેક્ટર્સ અને બહુમતી શેરધારકો પાસે આ ક્ષેત્રમાં સમૃદ્ધ અનુભવ, કુશળતા અને ગહન જ્ઞાન છે. આ ટીમમાં ટેકનોલોજી ઉદ્યોગસાહસિકો, વ્યાવસાયિકો અને નિષ્ણાતોનો સમાવેશ થાય છે જેમની સૌથી વધુ માંગ છે એવા ડિઝાઈન અને એકીકરણ સલાહકારો, સુરક્ષા અને ઓટોમેશન નિષ્ણાતો, નાણાં અને કાનૂની વ્યાવસાયિકો છે.
અહીં ક્લિક કરી દેવલિપિ ન્યુઝની વોટ્સએપ ચેનલ ફોલો કરો
અગાઉ, BSS મટિરિયલ કંપનીએ (BSS Materials Limited) તેની નવી AI-આધારિત સ્વાયત્ત ઘાતક શસ્ત્ર પ્રણાલી, નેગેવ એલએમજીનું (Negev LMG) 14000 ફૂટની ઊંચાઈએ સફળતાપૂર્વક પરીક્ષણ કર્યું હતું. આ પરીક્ષણમાં ભારતીય સેના પણ સામેલ હતી. આ પરીક્ષણ મહત્વપૂર્ણ હતું કારણ કે આ શસ્ત્ર જ્યાં માનવ સૈનિકો તૈનાત કરવા મુશ્કેલ છે એવા વિસ્તારોમાં ભારતને રક્ષણ આપી શકે છે. આનાથી ભારતીય દળો મજબૂત થશે અને તેમનો આત્મવિશ્વાસ વધશે.
IMI Negev NG નું વજન લગભગ 8 કિલો છે. તેમાં NATO મેગેઝિન લગાવવામાં આવ્યું છે. તે એક સમયે પ્રતિ મિનિટ 850 થી 1050 રાઉન્ડ ફાયર કરવાની ક્ષમતા ધરાવે છે. તેની ફાયરિંગ રેન્જ 300 થી 1000 મીટર છે. એટલે કે તે દુશ્મનોને મ્હાત કરવા માટે આ એક મજબૂત શસ્ત્ર છે.
અહીં ક્લિક કરી દેવલિપિ ન્યુઝની વોટ્સએપ ચેનલ ફોલો કરો