પ્રદૂષણને કારણે એક તરફ રાજધાની દિલ્લી ગેસ ચેમ્બર બની ગયું છે, સુપ્રીમ કોર્ટને શાળો બંધ કરવાની સુચના આપવી પડી છે ત્યાં જેનાથી દિલ્લીમમાં પ્રદૂષણ વધવાનો આરોપ દીલ્લીના પૂર્વ મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલ લગાવતા હતા એ ખેતરમાં પરાળી સળગાવવા અંગે આવેલા સમાચાર ચોંકી જવાય એવા છે. પરાળી સળગાવવા માટે પંજાબ અને હરિયાણાના ખેડૂત વિશ્વના સૌથી આધુનિક ગણાતા NASA ના સેટેલાઇટને પણ ઉલ્લુ બનાવી રહ્યા છે. તાજેતરમાં કોરિયન સેટેલાઇટના રેડિએશન ડેટા અને ઇમેજનરીથી મળેલી માહિતી એવું દર્શાવી રહી છે કે, નાસા સેટેલાઇટના ઓવરપાસ થઈ ગયા બાદ ખેડૂતો એક સાથે પરાળીને સળગાવી રહ્યા છે.
વાયુ પ્રદૂષણને કારણે દિલ્હી-NCRમાં સ્થિતિ એવી છે કે ગેસ ચેમ્બર બની ગઈ છે. શાળાઓ બંધ કરવી પડી છે, સરકારી કાર્યાલયના સમયમાં ફેરફાર કરવો પડ્યો સ્થિતિ એટલી ચિંતાજનક બની છે કે સુપ્રીમ કોર્ટે શાળાઓ બંધ કરવાનો આદેશ આપ્યો છે. શાળાઓ કોવિડ મહામારી દરમિયાન ચાલતી હતી એમ ઓનલાઇન મોડ પર ચલાવવામાં આવી રહી છે. જોકે દીલ્લીના પૂર્વ મુખ્યપ્રધાન અને આમ આદમી પાર્ટીના સર્વેસર્વા જેના પર પ્રદૂષણ ફેલાવવાનો આરોપ લગાવતા હતા એ પંજાબ અને હરિયાણાથી પરાળી બાળવા અંગે ચોંકાવનારો રિપોર્ટ સામે આવ્યો છે. આંકડાઓ એવું દર્શાવી રહ્યા છે એ આ વર્ષે પરાળી સળગાવવાની સંખ્યામાં ઘટાડો થયો છે, પરંતુ નિષ્ણાતોનો એક વર્ગ ચિંતિત છે કે ઉત્તર પશ્ચિમ ભારતના કેટલાક ખેડૂતો પરાળી સળગાવવા માટે નાસાના સેટેલાઇટથી બચવા માટે અનોખો નુસખો અપનાવીને બચી નિકળી રહ્યા છે.
નિષ્ણાતો એવું માની રહ્યા છે કે ખેડૂતોએ નાસાના સેટેલાઇટને છેતરવાની પદ્ધતિ શોધી કાઢી છે. કોરિયન સેટેલાઇટે આપેલા રિપોર્ટ આ બાબતના પુરાવા રજુ કરતો હોય એવું જણાય છે. આ બાજુ માત્ર પંજાબમાં સોમવારે પરાળી સળગાવવાની ઘટનાઓ 1200 થી વધુ સામે આવી છે. મુક્તસર જિલ્લામાં પરાળી સળગાવવાની 247 ઘટનાઓ સામે આવી હતી જે સમગ્ર રાજ્યમાં સૌથી વધુ હતી. મોગામાં 149 ઘટનાઓ. ફિરોઝપુરમાં 130 ઘટનાઓ, બઠિંડા 129 ઘટનાઓ, ફાજિલ્કામાં 94 ઘટનાઓ, ફરીદકોટમાં 88, તરણતારણમાં 77 જ્યારે ફિરોઝપુરમાં 73 ઘટનાઓ નોંધાઇ હતી.
પંજાબના પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ પર ખેતરોમાં આગ લાગવાની ઘટનાઓ ઓછી રિપોર્ટિંગ કરવાનો આરોપ લાગ્યો છે. ખેતરમાં આગ લાગવાની ઘટનાઓ પર નજર રાખનારા વૈજ્ઞાનિકોએ દાવો કર્યો કે અનેક ખેડૂતો બપોર બાદ અનાજના અવશેષોને આગ લગાવી રહ્યા છે, જેથી સેટેલાઇટથી બચી શકાય. બીજી તરફ પ્રદૂષણ નિયંત્રણ બોર્ડે દાવો કર્યો કે, ગત્ત વર્ષની તુલનામાં ખેતરોમાં આગ લાગવાની ઘટનાઓમાં 70 ટકાનો ઘટાડો થયો છે, જો કે બપોરે 3 વાગ્યા બાદ આ ઘટનાઓ ઝડપથી થઇ રહી છે. કોરિયન સેટેલાઇટના રેડિએશન ડેટા અને ઇમેજનરી પરથી માહિતી મળે છે કે નાસા સેટેલાઇટના ઓવરપાસ થયા બાદ પરાલી સળગાવાઇ રહી છે.
નાસા ગોડાર્ડ સ્પેસ ફ્લાઇટ સેન્ટરના એક વરિષ્ઠ અધિકારી હિરેન જેઠવાએ 25 ઓક્ટોબરના રોજ એક્સ પર લખ્યું કે, શું ઉત્તર-પશ્ચિમ ભારત અને પાકિસ્તાનના ખેડૂતો પરાલી સળગાવવા માટે સેટેલાઇટને ચકમો આપી રહ્યા છે? GEO-KIMPSAT 2A સેટેલાઇટ તસ્વીરોની બારીકીઓથી નિરીક્ષણ કરવાથી માહિતી મળી કે બપોરે ત્રણ વાગ્યા બાદ આ વિસ્તારમાં ધુમાડાઓના ગુબ્બારો જોવા મળે છે. જમીની સ્તર પર તેની તપાસ જરૂરી છે.
Many wishes on the Deepawali-The Festival of Lights, Joy, and Celebration. Meanwhile, northwesterly winds are back in the region carrying fresh smoke load from NW India and Pakistan en route to IGP. pic.twitter.com/rjFQcfvjt0
— Hiren Jethva (@hjethva05) October 31, 2024
નાસાના એક્વા સેટેલાઇટ અને નાસા એનઓએએના સુઓમી એનપીપી સેટેલાઇટ ભારત અને પાકિસ્તાન ઉપર બપોરે 1.30 થી 2 વાગ્યાની આસપાસ પસાર થાય છે. નાસાના વૈજ્ઞાનિકોને આશંકા છે ત્યાર બાદ પરાલી સળગાવવાની ઘટનાઓ ઘટી રહી છે. એક કોરિયન સેટેલાઇટના તેનું પ્રમાણ પણ અપાયું છે. આ સેટેલાઇટ દર 10 મિનિટમાં તે જ વિસ્તારમાંથી પસાર થાય છે. કોરિયાના જિયોસ્ટેશનરી સેટેલાઇટ GEO-KOMPSAT-2A (GK2A) થી શોર્ટવેટ ઇંફ્રારેડ રેડિએશન ડેટા અને ઇમેજનરી દેખાય છે કે નાસા એનઓએએ સેટેલાઇટ ઓવરપાસ થયા બાદ ધુમાડો ચાલુ જ રહે છે.